ઉતરકાશી નજીક ભૂસ્ખલનમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાંઅનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા કરે છે જેને પરિણામે જાનમાલની બહુ મોટી ખુવારી થવા પામી છે. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કેટલી ઝડપથી આખું ગામ તબાહ થઈ ગયું હતું તેનો તાદૃશ અહેવાલ જોવા મળ્યો હતો.

થોડા દિવસ પહેલાં ઉતરકાશી જીલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ૫ થી વધુ લોકોના મોત નિપજયા હતા અને ગામની આસપાસ વ્યાપક રીતે તારાજી સર્જાઈ હતી જેનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ બનાવમાંહનુમંત સંવેદના રુપે મુખ્યમંત્રી રાહત ફંડ માં રુપિયા ૧,૧૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.


Spread the love

Check Also

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Spread the love નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *