આસામ અને અન્યત્ર માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

પ્રાપ્ત માહિતી અનુસાર આસામનાં કાઝીરંગા ખાતે એક માર્ગ દુર્ઘટનામાં 26  લોકોનાં કરુણ મોત નિપજયા છે. પેસેન્જરથી ભરેલ પ્રવાસી વાહન એક કંટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં 26 લોકોનાં મોત નિપજયા હતા. જેમાં 14 બહેનો અને 12 યુવાનોનો સમાવેશ થાય છે. પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 3,90,000 ની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામનાં બે આશાસ્પદ યુવાનોનાં માર્ગ અકસ્માતમાં મોત નિપજયા હતા ત્યારે તેમના પરિવારજનોને રુપિયા 30,00ની સહાયતા રાશિ અર્પણ કરી છે. સૌના નિર્વાણ માટે પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

હનુમાનજી સ્વયં એક વૈશ્વિક સ્વસ્તિક છે : મોરારી બાપુ

Spread the loveમોરારી બાપુ દ્વારા ‘ભારત સ્વસ્તિક યાત્રા’સોપાન 2 મંગલ શુભારંભ તા 14/11/26 થી તા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *