કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૯ જુલાઈ ૨૦૨૫: ગત દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં અકુદરતી રીતે લોકોનાં મોત નિપજયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કાળીયાબીડ વિસ્તારમાં એક બેકાબૂ કારે ટક્કર મારતાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  બીજી એક હ્રદયદ્રાવક ઘટનામાં તળાજા તાલુકાના પાવઠી ખાતે કારમાં ગૂંગળામણ થતાં બે માસુમ બાળકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.  જે તેમનાં બેંકના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. ત્રીજી ઘટનામાં જામકંડોરણા નજીક પાદરિયા ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *