કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડમાં લીડરશિપ રૂપાંતરની ઘોષણા

Spread the love

બોર્ડ દ્વારા 1 જૂન, 2026થી અમલ સાથે મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ તરીકે સૂરજ રાજપ્પનની નિયુક્તિ અને 31 મે, 2026થી શાહરુખ ટોડીવાલાને સુપરએન્યુએટ કરાયા 

મુંબઈ | ૩૦ માર્ચ ૨૦૨૬ — અગ્રગણ્ય વેહિકલ ફાઈનાન્સ કંપની અને કોટક મહિંદ્રા બેંક લિમિટેડની સબસિડિયરી કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) દ્વારા તેના બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા લીડરશિપમાં ફેરફાર મંજૂર કરાયો હોવાની ઘોષણા કરવામાં આવી છે.

બોર્ડે સભ્યોની મંજૂરીને આધીન 1 જૂન, 2026થી અમલ સાથે ત્રણ વર્ષની મુદત માટે મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે શ્રી સૂરજ રાજપ્પનની નિયુક્તિ કરાઈ હોવાની ઘોષણા કરાઈ છે. શ્રી સૂરજ રાજપ્પને કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ સાથે કારકિર્દી શરૂ કરી હતી અને તેમની સંસ્થામાં વિવિધ કામગીરીઓમાં 24 વર્ષનો અનુભવ છે. આ સાથે વર્તમાન મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી શાહરુખ ટોડીવાલાને 31 મે, 2026થી સુપરએન્યુએટ કરાયા છે. તેમણે ત્રણ દાયકા સુધી કોટક ગ્રુપમાં સેવા આપી છે.

કોટક મહિંદ્રા બેંકના એમડી અને સીઈઓ અશોક વાસવાનીએ જણાવ્યું કે, “શાહરુખ કોટક મહિંદ્રા પ્રાઈમ ખાતે સૂઝબૂઝપૂર્વકની વૃદ્ધિ, જોખમ શિસ્ત અને ગ્રાહકાભિમુખતાનો મજબૂત વારસો છોડી જઈ રહ્યા છે. અમે વ્યાપક ઉદ્યોગ અનુભવ અને કેએમપીએલને વૃદ્ધિની નવી ઊંચાઈએ લઈ જવા માટે અમલબજાવણી સક્ષમ સૂરજનું આ હોદ્દા પર સ્વાગત કરીએ છીએ.”

કેએમપીએલના એમડી અને સીઈઓ શાહરુખ ટોડીવાલાએ જણાવ્યું કે, “કેએમપીએલના 30 વર્ષના પ્રવાસનો હિસ્સો અને તેની વૃદ્ધિમાં યોગદાન આપવાનું ખરેખર સંતોષજનક રહ્યું છે અને કંપનીની આગેવાની કરવાનું ગૌરવજનક લાગ્યું. મને વિશ્વાસ છે કે સૂરજ અને લીડરશિપ ટીમ આ મજબૂત પાયા પર નિર્માણ કરશે અને કેએમપીએલને નવી ઊંચાઈએ લઈ જશે.” 

કેએમપીએલના એમડી અને સીઈઓ- ડેઝિગ્નેટ સૂરજ રાજપ્પને જણાવ્યું કે, “મારી પર બોર્ડે વિશ્વાસ મૂક્યો તે ગૌરવજનક છે. કેએમપીએલે શિસ્તબદ્ધ વૃદ્ધિ, નાવીન્યતા અને કક્ષામાં ઉત્તમ ગ્રાહક અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે અને સર્વ ઓઈએમ અને ડીલર ભાગીદારો સાથે અમારી ભાગીદારી વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.”

ભારતીય વાહન ફાઈનાન્સમાં દીર્ઘ અને મજબૂત ફ્રેન્ચાઈઝ

કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ)નાં મૂળ 1996માં છે, જ્યારે તેની કોટક મહિંદ્રા પ્રાઈમસ લિમિટેડ તરીકે રચાઈ કરાઈ હતી. તે કોટક મહિંદ્રા ફાઈનાન્સ અને ફોર્ડ ક્રેડિટ ઈન્ટરનેશનલ વચ્ચે  60:40 સંયુક્ત સાહસ હતું. તે ભારતનાં અગાઉનાં સંગઠિત કાર ફાઈનાન્સ મંચોમાં સ્થાન ધરાવતી હતી. 2005માં કોટક મહિંદ્રા બેંકે ફોર્ટ ક્રેડિટમાં હિસ્સો હસ્તગત કર્યો, જેને લઈ કંપની કોટક ગ્રુપની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બની, જે પછી તેનું કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ તરીકે નામકરણ કરાયું હતું.

ત્રણ દાયકાથી કેએમપીએલે કોટક ગ્રુપની વ્યાપક નાણાકીય સેવાઓની ઈકોસિસ્ટમ સાથે નજીકથી સુમેળ સાધવાનું ચાલુ રાખીને જોખમ શિસ્ત, શાસન અને સંસ્થાકીય સાતત્યતામાં સૂત્ર ધરાવતી કંપની નિર્માણ કરીને ભારતના ઓટોમોટિવ અને કન્ઝયુમર ક્રેડિટ માર્કેટ્સ સાથે ઉત્ક્રાંતિ પામી છે.


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *