ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર પેટ્રિઓટ્સે પીબીજી પુણે જગુઆર્સને 9-6થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું

Spread the love

અમદાવાદ 11 જૂન 2025: ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનમાં પ્રથમવાર સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું. બુધવારે રમાયેલ લીગ રાઉન્ડના અંતિમ મુકાબલા પહેલાની મેચમાં જયપુરે પીબીજી પુણે જેગુઆર્સને 9-6થી હરાવી પોઈન્ટ ટેબલમાં 41 પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. હવે તે ટોચના સ્થાને રહેલ ડેમ્પો ગોવા ચેલેન્જર્સથી માત્ર 3 પોઈન્ટ પાછળ છે.

આ હાર સાથે જ પીબીજી પુણે જેગુઆર્સની સેમિફાઈનલની આશાઓનો પણ અંત આવ્યો છે. હવે માત્ર એક પ્લેઓફ સ્થાન બાકી છે, જેનો નિર્ણય ગુરુવારે યુ મુમ્બા અને દબંગ દિલ્હી ટીટીસી વચ્ચે રમાનારી મેચથી થશે.

આ મેચની શરૂઆત જયપુરના જીત ચંદ્રાએ ધમાકેદાર જીત સાથે કરી. તેણે પુણે જેગુઆર્સના અનિર્બાન ઘોષની કાઉન્ટર અટેકિંગ શૈલીને મહાત આપતા 2-1થી જીત મેળવી હતી. જે પછી ડચ ખેલાડી બ્રિટ એરલેન્ડે રીથ રિષિયાને પ્રથમ 2 ગેમમાં હરાવી, જોકે રિથ એ ત્રીજી ગેમ ગોલ્ડન પોઈન્ટથી જીતી મેચ 2-1 એ પહોંચાડી.

જયપુર એ નજીવા અંતરની જીતના દમ પર લીડ બનાવી રાખી અને મિક્સ્ડ ડબલ્સમાં જીત-અરલેન્ડની જોડીએ પ્રારંભિક ગેમ હાર્યા બાદ કમબેક કરતા 9-11, 11-6, 11-7થી જીત મેળવી હતી. આ જીત સાથે જયપુરનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત થયું હતું. આ યુટીટી ઈતિહાસમાં જયપુરની પ્રથમ સેમિફાઈનલ છે.

જે પછી પીબીજી પુણે જેગુઆર્સ તરફથી અલ્વારો રોબેલ્સે યશાંશ મલિકને 2-1થી હરાવી કમબેક કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે શ્રીજા અકુલા એ જાયન લી વિરુદ્ધ 2-1થી જીત મેળવી પુણે જેગુઆર્સની અંતિમ આશાઓ પર પૂર્ણવિરામ લગાવ્યું. લીગ તબક્કામાં આ શ્રીજાને સતત પાંચમી જીત રહી.


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *