ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલય મંત્રી તરીકે હેમાંગ રાવલનો બિનહરીફ વિજય

Spread the love

સતત ચાર ટર્મથી મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં સક્રિય યોગદાન આપ્યા બાદ નવી જવાબદારી

અમદાવાદ, ગુજરાત | ૨૭મી નવેમ્બર ૨૦૨૬ | ગુજરાતી સાહિત્ય પરિષદની વર્ષ ૨૦૨૭-૨૦૨૯ની ચૂંટણીમાં ગ્રંથાલય મંત્રી તરીકે હેમાંગ મહીપતરામ રાવલનો બિનહરીફ વિજય થયો છે. વર્ષ ૨૦૧૮થી સતત ચાર ટર્મ સુધી મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં સક્રિય રહીને સંસ્થાકીય કામગીરીમાં યોગદાન આપ્યા બાદ હવે તેમને ગ્રંથાલય મંત્રી તરીકે નવી જવાબદારી મળી છે.

હેમાંગ રાવલ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના દ્વારા કમ્પ્યુટર, આઈ.ટી., સોશિયલ મીડિયા અને મોટિવેશનલ વિષયોને લગતાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત તેમની બેસ્ટ સેલર નવલકથા ‘હરિતા’  વાચકોમાં લોકપ્રિય બની છે.

સામાજિક, શૈક્ષણિક અને જાહેર જીવનમાં પણ તેઓ વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના વાઇસ ચેરમેન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના ચેરમેન, કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી તેમજ કમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

ગ્રંથાલય મંત્રી તરીકેની નવી જવાબદારી અંગે હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે યુવા પેઢીમાં વધુ રૂચિ અને અભિરુચિ કેળવાય તે માટે આગામી દિવસોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવાની તેમની પ્રાથમિકતા રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલયને વધુ સમૃદ્ધ, સક્રિય અને જ્ઞાનપ્રાપ્તિના જીવંત કેન્દ્ર તરીકે વિકસાવવા તેમજ નવી પેઢીને વાંચન અને સાહિત્યસર્જન તરફ પ્રેરિત કરવા માટે તેઓ સૌના સહયોગથી કાર્ય કરશે.

તેમણે આ બિનહરીફ વિજય બદલ ગુજરાતી સાહિત્ય પરિષદના તમામ મતદારો, સાહિત્યકારો, સર્જકો, સાહિત્યપ્રેમીઓ, વડીલો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત અમદાવાદના ઈસ્કોન મંદિરે ગૌવંશની સેવા, સુરક્ષા અને સન્માન માટે જનઆહ્વાન

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૫ નવેમ્બર ૨૦૨૬ | સમગ્ર ગૌવંશની સેવા, સુરક્ષા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *