હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

Spread the love

ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી હોય તેવી આ કરુણાંતિકામાં અનેક લોકોનાં દુઃખદ મૃત્યુ નિપજયાં છે.  પૂજ્ય મોરારીબાપુને આ ઘટના વિશે માહિતી મળતા તેમણે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનો તરફ દિલસોજી વ્યક્ત કરી છે અને તમામ હતભાગી લોકોના પરિવારજનોને રુપિયા ૧૧,૦૦,૦૦૦ (અગીયાર લાખની) સંવેદના રાશિ અર્પણ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારના સંબંધિત વિભાગ પાસેથી મૃતકોની યાદી મેળવી તેમના સ્વજનોને સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. આ સેવા લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સંપૂર્ણ કરવામાં આવશે.


Spread the love

Check Also

રિવાયર પ્રશ્ન અને જવાબ

Spread the love કોઇપણ વાહનની ક્યારે એન્ડ-ઓફ-લાઇફ (ELV) ગણવામાં આવે છે અને તેનો જવાબદારીપૂર્વક નિકાલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *