Amazon.in પર 7 ઓગસ્ટ, 2026થી શરૂ થતા ગ્રેટ ફ્રીડમ સેલમાં એઆઇ સંચાલિત ખરીદીની સાથે ટોચની ડીલ્સ મેળવો

Spread the love

  • એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇઝી ઇએમઆઇ વ્યવહારો પર 10%નું ત્વરીત ડિસ્કાઉન્ટ
  • પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ ઇએમઆઇની સાથે રૂ. 2,000 સુધીના કેશબેક રિવોર્ડ્સ માણો
  • સ્માર્ટફોન્સ, ફેશન, બ્યુટી, હોમ, કિચન, મોટા એપ્લાયન્સિસ, કરિયાણાં અને ઘણા બધામાં ટોચની બ્રાન્ડ્સમાંથી ટોચની 100 ડીલ્સ, બ્લોકબસ્ટર ડીલ્સ, ટ્રેન્ડિંગ ડીલ્સ અને 8 પીએમ ડીલ્સનો એક્સેસ મેળવો
  • રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી જેવા ઉપયોગ કરવામાં સરળ એઆઇ ટુલ્સ ગ્રાહકોને આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે

બેંગલુરુ | ૨૮મી જુલાઈ ૨૦૨૬ | એમેઝોન ઈન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે ગ્રેટ ફ્રીડમ સેલ 2026 7મી ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12:00 વાગ્યાથી લાઇવ થશે, જેમાં સ્માર્ટફોન્સ, ફેશન, બ્યુટી, હોમ, કિચન, મોટા એપ્લાયન્સિસ, કરિયાણા, રોજિંદી વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય ઘણી સહિતની કેટેગરીઝમાં ટોચની ડિલ્સ એક સાથે મળશે. આ સેલ દરમિયાન ગ્રાહકો ટોપ 100 ડીલ્સ, બ્લોકબસ્ટર ડીલ્સ, ટ્રેન્ડિંગ ડીલ્સ, 8 પીએમ ડીલ્સ અને ઘણા બધા મારફતે શ્રેષ્ઠ બચત કરી શકે છે. આ ઉપરાંત, ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇઝીઇએમઆઇ વ્યવહારો પર 10%નું ત્વરીત ડિસ્કાઉન્ટ અને પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ ઇએમઆઇની સાથે રૂ. 2,000 સુધીના કેશબેક રિવોર્ડ્સ પ્રાપ્ત કરી શકે છે. વિવિધ કેટેગરીઝમાં શ્રેષ્ઠ ડીલ્સ ઉપરાંત, ગ્રાહકો પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ ઇએમઆઇ, ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ્સ, એક્સચેન્જ ઓફર્સ અને એમેઝોન પે રિવોર્ડ્સ સહિતના વ્યાજબી લાભોની શ્રેણીનો લાભ લઈ શકે છે. 100% સેવાપાત્ર પિનકોડ્સ પર ઝડપી અને અનુકૂળ ડિલિવરીની સાથે દેશભરમાં ગ્રાહકો સરળ અને સુવિધાજનક ખરીદીનો અનુભવ માણી શકે છે.

એઆઇ ખરીદીને સરળ બનાવે છે

એમેઝોન ઈન્ડિયા ગ્રાહકોને આત્મવિશ્વાસ સાથે શોધવા, તુલના કરવા અને ખરીદી કરવામાં સહાય કરવા માટે ડિઝાઇન કરેલા એઆઇ-સંચાલિત ફિચર્સની સાથે ખરીદીને વધુ સરળ બનાવી રહી છે. એમેઝોનનું એઆઇ શોપિંગ આસિસ્ટન્ટ રુફસ ગ્રાહકોને “બાળકો માટે અનોખા અને સર્જનાત્મક સ્વતંત્રતા સેનાનીના કોસ્ચ્યુમ્સ” અથવા “ફેશનેબલ સફેદ કૂર્તી અને દુપટ્ટા બતાવો” જેવી સહજ ભાષાના પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત ભલામણો શોધવા માટે સક્ષમ બનાવે છે. ગ્રાહકો ફોટો અપલોડ કરીને અથવા ક્લિક કરીને પ્રોડક્ટ્સ શોધવા માટે લેન્સ એઆઇનો પણ ઉપયોગ કરી શકે છે. રુફસ 90-દિવસના પ્રાઇઝ હિસ્ટ્રી ટ્રેક્ર સાથે સ્માર્ટ કિંમતનાં ટ્રેકિંગ માટે પણ સક્ષમ બનાવે છે અને જ્યારે ઇચ્છિત પ્રોડક્ટ લક્ષ્યાકિંત કિંમત સુધી પહોંચે ત્યારે તમારી ખરીદીને પૂર્ણ કરવા માટે એલર્ટ મોકલે છે. આ ઉપરાંત, એઆઇ રિવ્યુ હાઇલાઇટ્સ જેવા ફિચર્સ મૂલ્યાંકનને વધુ સરળ કરવા માટે તમામ પ્રોડક્ટ રિવ્યુઝને સંક્ષેપમાં જણાવે છે અને ખરીદી માર્ગદર્શિકાઓ વિઝ્યુલાઇઝેશનમાં સહાય કરે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓને આધારે અનુરૂપ પ્રોડક્ટ શોધને સુનિશ્ચિત કરે છે.

એમેઝોન પે સાથે તમારી બચત વધારો

ગ્રાહકો એમેઝોન પેની સાથે વ્યાપક શ્રેણીની ચુકવણીઓ અને રિવોર્ડ્સના લાભની સાથે વધુ સ્માર્ટ રીતે ખરીદી અને બચત કરી શકે છે, જેમાં એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ પર પ્રાઇમ સભ્યો માટે 5%નાં અમર્યાદિત કેશબેક અને નોન-પ્રાઇમ સભ્યો માટે 3%નાં કેશબેકની સાથે રૂ. 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ સામેલ છે. પાત્ર ગ્રાહકો એમેઝોન પે લેટર મારફતે રૂ. 60,000 સુધીની ત્વરીત ક્રેડિટ પણ મેળવી શકે છે, વિશેષ ખરીદીના રિવોર્ડ્સ માણી શકે છે અને મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને એપ્લાયન્સિસના રૂ. 99/દિવસ ઇએમઆઇ સ્ટોર્સ મારફતે પરવડી શકે એવી ખરીદી કરી શકે છે. ગ્રાહકો પ્રોડક્ટ અથવા કેટેગરીને ધ્યાનમાં લીધા વિના રૂ. 1,500થી વધુની કોઇ પણ ખરીદીને ત્રણ સમાન, વ્યાજ-મુક્ત માસિક હપ્તાઓમાં વિભાજિત કરી શકે છે. લાભ કાર્ટ મૂલ્યને લાગુ થાય છે, જેથી દરેક ગ્રાહકને દરેક ઓર્ડર્સ પર સસ્તુ ક્રેડિટ પ્રાપ્ત થઈ શકે છે. રિવોર્ડ્સ ગોલ્ડ ધરાવતા ગ્રાહકો ત્રણ મહિનામાં ચુકવણીઓ પૂર્ણ કરીને 15થી વધુ બ્રાન્ડ્સ અને કેટેગરીઝમાં ખાતરીપૂર્ણ 5% કેશબેક પણ મેળવી શકે છે, આ ઉપરાંત વધારાનાં કેશબેક અને રિવોર્ડ્સ ગોલ્ડ લાભો મેળવી શકે છે – જેમાં પ્રાઇમ સભ્યો માટે રૂ. 799થી વધુના ઓર્ડર્સ પર 5%ની છૂટ અને રૂ. 499થી ઉપરના ઓર્ડર્સ પર તમામ ગ્રાહકોને 10% કેશબેકનો સમાવેશ થાય છે, જેનાથી રાષ્ટ્રવ્યાપી લાખો ગ્રાહકો માટે ખરીદી વધુ લાભદાયી બને છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

મારુતિ સુઝુકીએ ગુજરાત અને માનેસર સ્થિત તેના પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા 1 મિલિયન વાહનો મોકલવાનો આંકડો હાંસલ કર્યો

Spread the love નાણાકીય વર્ષ 2026-27માં મારુતિ સુઝુકીએ કુલ રેલ- આધારિત વાહન મોકલવાનો 70% હિસ્સો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *