વિકસિત ભારત 2047 અને શુદ્ધ-સાત્વિક આહારના સંકલ્પ સાથે આહાર ગુજરાતનો મહાસેમિનાર યોજાશે

Spread the love

આહાર ગુજરાત ફૂડ એન્ટરપ્રેન્યોર મહાસેમિનારના ભવ્ય કાર્યક્રમમાં નામાંકિત બ્રાન્ડ્સ સાથે 2000થી વધુ વેપારીઓ સેમિનારમાં જોડાશે

દિવાળી પર્વે મીઠાઈ બોક્સ પર મોદીજીના સંદેશના સ્ટીકર લગાવવાના અભિયાનની પણ શરૂઆત કરાશે

અમદાવાદ, ગુજરાત | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ | આ વર્ષે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત, આહાર ગુજરાત ફૂડ એન્ટરપ્રેન્યોર મહાસેમિનારનું ભવ્ય આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, રાજપથ ક્લબ પાસે કરવામાં આવ્યું છે. જે 19 મી સપ્ટેમ્બર, શનિવાર, બપોરે 3:00 કલાક શરૂ થશે.

આ કાર્યક્રમ અંગે આહાર મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ પુરોહિતે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની “સેવા અને સ્વાવલંબન”ની સદપ્રેરણાથી છેલ્લા 15 વર્ષથી ખાણી-પીણીના વેપારીઓને સંગઠિત અને જાગૃત કરવા માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

બોક્સ :

આ મહાસેમિનારના મુખ્ય ઉદ્દેશ્યો:

  1. ભેળસેળ મુક્ત ગુજરાત: દરેક નાગરિકને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય સામગ્રી મળે તે માટે ભેળસેળ રોકવા જાગૃતિ અભિયાન.
  2. વિકસિત ભારત 2047: વિદેશી ફૂડ સામે આપણી દેશી પરંપરાગત વાનગીઓને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવી.
  3. ફૂડ ટોક – ઝીરો ટુ હીરો: સફળ બ્રાન્ડના સંચાલકો નાના વેપારીઓને ઝીરોમાંથી બ્રાન્ડ કેવી રીતે બનાવવી તે શીખવશે.
  4. શ્રી અન્ન (મિલેટ) ને પ્રોત્સાહન: ખેડૂતોને સમૃદ્ધ કરવા મિલેટની વાનગીઓને પ્રોત્સાહન.
  5. અન્નનો આદર: પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રેરણાથી અન્ન બગાડ અટકાવો અભિયાન.
  6. શ્રમિક સન્માન: મોદીજીના 76મા જન્મદિવસ નિમિત્તે 76 મહિલા શ્રમિકો, 76 આંગણવાડી બહેનો અને 76 સ્વચ્છતા પ્રહરીઓનું સન્માન, તથા ઈ-શ્રમ નોંધણી, નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ.
  7. સ્વચ્છ અને સ્વસ્થ ભારત: સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક મુક્ત, ધુમાડા મુક્ત ભારત અને “શુદ્ધ કે લિયે” અભિયાનને વેગ.

આ સેમિનારમાં વેપારીઓને નવી ટેકનોલોજી, સરકારી કાયદાઓની સરળ સમજ, કારીગર ટ્રેનિંગ અને ટોપ ફૂડ બિઝનેસ એવોર્ડ આપવામાં આવશે. દિવાળી પર્વે મીઠાઈ બોક્સ પર મોદીજીના સંદેશના સ્ટીકર લગાવવાના અભિયાનની પણ શરૂઆત કરાશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા,પ્રદેશ પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રી હિતેશભાઈ બારોટ સહિતના મહાનુભાવોને આમંત્રિત કરાયા છે.

આ કાર્યક્રમમાં ગુજરાતની નામાંકિત બ્રાન્ડ્સ – ધ ગ્રાન્ડ ભગવતી, ભોગીલાલ મુલચંદ, જય હિન્દ, ઇસ્કોન ગાઠીયા, ગોવર્ધન થાળ, પકવાન, ગ્વાલિયા, હેવમોર, વાડીલાલ, હોકો, દાસ ખમણ, જય ભવાની વડાપાઉં, ચંદ્રવિલાસ, ઓસવાલ,ગોપી,ફરકી, લલિત પેલેસ, કામેશ્વર સહિત 2000થી વધુ વેપારીઓ આ સેમિનારમાં જોડાશે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ઋષિ પંચમી, ગણેશોત્સવ, પર્વાધિરાજ સંવત્સરીની પાવન વેળાએ અગ્રવન-આગ્રાથી ૯૮૪મી રામકથાનો મંગળ આરંભ

Spread the love ભ્રમ થવો એ સાધુનો પરાજય છે. રામચરિત માનસનાં નભમંડળમાં પણ સાત ઋષિ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *