એકમાત્ર સાધુમત એવો છે જે ક્યારેય ખરીદાતો નથી : મોરારી બાપુ

Spread the love

– કલ્યાણ રાજ એ છે જેમાં છેવાડાના માણસનો મત લેવાય

– સાધુમત, લોકમત, રાજમત અને વેદગત એ સ્વસ્તિકના ચાર ખૂણા છે

– અષ્ટકોણના એક સ્તંભનું સ્વસ્તિક ગણાય છે: ભગવદગોમંડલ શબ્દકોશ

નવરાત્રિ પરમ પાવન દિવસો ચાલો રહ્યાં છે અને પ્રિય મોરારીબાપુની સાત્વિક – સ્વસ્તિક રામકથા યાત્રા ગઈકાલે પાંચમા દિવસે મહારાષ્ટ્રની ભૂમિ પર મા ભવાનીના તીર્થધામ તુલજાપુર (સોલાપુર પાસે) ખાતે પહોંચી હતી ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ ના પ્રેમલ સંવાદમાં પ્રિય બાપુએ કહ્યું હતું કે મા – ભગવતી – પરામ્બાના ચરણોમાં આ રામકથા તુલજાભવાની ના આંગણે આવી છે ત્યારે મને શિવાજી મહારાજનું પણ સ્મરણ થાય છે. વૈદિક હિન્દુ સંસ્કૃતિ માટે સમર્થ ગુરૂરામદાસજી મહારાજના આશિષ સાથે છત્રપતિ શિવાજી મહારાજે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું ત્યારે  મને અમારા રાષ્ટ્રિય શાયર – કવિ ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ થાય છે, એમણે આ યુગપુરુષ – વિશ્વ હિન્દુત્વની રક્ષા માટે લખેલું કે આભમાં ઉગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યા બાળ રે, બાલૂડાને માત હિંચોડે, ધણણ ડુંગરા બોલે શિવાજીને નિદરૂ ના આવે…

એમાં મેઘાણી આગળ લખે છે કે, ઘૂઘરા, ઘાવણી પોપટ લાકડી ફેરથી લેજો આજ રે…

તે દી તારે હાથ રે ‘ વાની રાતી બંબોળ ભવાની…

શિવાજીની તલવારનું નામ પણ ‘ભવાની’ હતું. શિવાજી મહારાજે પોતાનું રાજ્ય – રાષ્ટ્ર ગુરુ રામદાસજીને ચરણે અર્પતા કહ્યું કે, – ગુરુ આ વિજય મને મળ્યો છે તે આપને કારણે આપના પરમ આશિષ થકી મળ્યો છે માટે આ રાષ્ટ્ર તમને અર્પણ કરું છું ત્યારે ગુરુ રામદાસ મહારાજે કહ્યું કે, હું તો સાધુ છું મારે રાજ્યને શું કરવું ?

કહેવાનો મતલબ એ કે સમયે સાધુમત પ્રથમ લેવાતો હતો ‘કલ્યાણ રાજ’ શબ્દ ગાંધીજીએ પણ સૌને સમજાવ્યો હતો. રાષ્ટ્રના કલ્યાણ માટે સમાજના છેવાડાના માણસનો મત લેવો જરૂરી છે . આપણે ત્યાં ચાર મત અત્યંત મહત્વના છે : સાધુમત, લોકમત, રાજમત, અને વેદમત આધિ ભૌતિક સ્વસ્તિકમાં રાષ્ટ્રનું કલ્યાણ થાય ત્યારે આ ચાર મત એ સ્વસ્તિકના ચાર ખૂણા છે. શિવાજી મહારાજે સાધુમત – ગુરુમતને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. કલ્યાણ રાજમાં તો હારેલાનો મત પણ લેવાવો જોઈએ. સિકંદર અને પૌરસ (હારેલો માણસ) ની વાત જાણીતી છે કે સિકંદર જ્યારે વિજયી બન્યો ત્યારે એને પૌરસને પૂછ્યું કે – હું તારી સાથે કેવો વર્તાવ કરું ? ત્યારે પૌરસે કીધું કે – એક રાજા બીજા રાજા સાથે વર્તે એ રીતે ! અને સિકંદરે હારેલા પૌરસને પોતાના આસનની બાજૂમાં પૌરસને આસન આપેલું !

અમારા ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક ગુજરાતી શબ્દકોષ તૈયાર કરાવેલો, ‘ભગવદ્ગોમંડલ’ એ ગુજરાતી શબ્દકોશમાં ‘સ્વસ્તિક’ શબ્દના અર્થો આપેલા છે. ‘સ્વસ્તિક’ એટલે… એક ગ્રહનું નામ, અષ્ટકોણના એક સ્થંભનું નામ, ચાર પાંદડા વાળી એક વનસ્પતી અદલ જોડેલા હાથની મુદ્રા, અભિનય મુદ્રા / ૐ નું અપભુંશ સ્વસ્તિક છે, એક કલ્યાણકારી દ્રવ્ય, એક મીઠાઈનું નામ, એક નગરનું નામ સાથિયો, સર્વનું કલ્યાણ વગેરે… એકમાત્ર સાધુમત એવો છે જે ક્યારેય ખરીદાતો નથી

પૂજ્ય શ્રી બાપુએ કથરત્નો રજૂ કરતા કહ્યું કે, ભગવાનના નામ હજાર છે, એમ જગતજનની મા ભગવતીના પણ હજાર નામ છે. તેમણે કહ્યું કે શિક્ષણ રાજ્યાશ્રિત ન હોવું જોઈએ, ઋષિ આશ્રિત હોવું જોઈએ. અંતે તેમણે કહ્યું કે, મૌન અને માનસનું અનુષ્ઠાન તલગાજરડીય પરિવારમાં સો વર્ષથી ચાલે છે, એંસી વર્ષનો તો હું સાક્ષી છું.

== સમાપ્ત ==


Spread the love

Check Also

નારાયણા સ્કૂલ, ત્રાગડ, અમદાવાદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭–૨૮થી ધોરણ ૬ થી ૧૨ માટે નારાયણા દ્વારા ‘કોમ્પિટિટિવ ઓરિએન્ટેડ (CO) પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવશે

Spread the love અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૬ | નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા શૈક્ષણિક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *