
- નવું કેમ્પેન બોમનની આગવી રમૂજ અને એગોઝના તાજગી, પોષણ અને રોજિંદી ભલાઈના વચનને એકસાથે લાવે છે
રાષ્ટ્રીય | ૦૬ ઓક્ટોબર ૨૦૨૬ | સ્વચ્છ, ટ્રેસેબલ અને હાઇ-પ્રોટીન પોષણ પર કેન્દ્રિત ભારતની પ્રથમ ઈંડા બ્રાન્ડ એગોઝે આજે જાણીતા અભિનેતા બોમન ઈરાનીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડ્યાની જાહેરાત કરી છે, સાથે જ આ જોડાણના અવસરે એક નવું કેમ્પેન પણ રજૂ કર્યું છે. આ એક ખુશનુમા જોડી છે. બ્રાન્ડ અને બોમન, બંનેમાં હૂંફ, હાજરજવાબી અને એક તોફાની સ્મિત સાથે લોકોનાં દિલ જીતી લેવાની સહજ કળા છે. બોમનની બહુમુખી સ્ક્રીન હાજરી, ધારદાર કોમિક ટાઇમિંગ અને રોજિંદી પળોમાંથી પણ રમૂજ શોધી કાઢવાની આવડત તેમને એવી બ્રાન્ડ માટે સ્વાભાવિક પસંદગી બનાવે છે, જે ઇચ્છે છે કે સારો ખોરાક, સારું પોષણ અને સારો સમય તમારી રોજની થાળીનો ભાગ બને.
એએનસી દ્વારા પરિકલ્પિત આ કેમ્પેન બોમનને સંપૂર્ણ મોજમસ્તીના કેન્દ્રમાં રાખે છે અને એગોઝનું ઈંડું ખાવાના સાદા આનંદને તાજગીભર્યા, રમતિયાળ અંદાજમાં રજૂ કરે છે. આખી વાર્તા એક સુસ્ત ઓફિસમાં આકાર લે છે, જ્યાં કંઈ જ ઝડપથી થતું નથી, ત્યાં જ ક્લાસિક ઓફિસ બોસ બનેલા બોમન લંચ કરીને તાજામાજા થઈને પ્રવેશે છે અને અકલ્પનીય ઝડપે આનંદભરી ધમાલની એક ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે. ફાઇલો ઊડવા લાગે છે, રબર સ્ટેમ્પ ધડાધડ લાગવા માંડે છે અને સ્તબ્ધ ચહેરાઓ ખુશીથી ખીલી ઊઠે છે, અને આ બધું કેમ્પેન જેને “એગોઝ ઇફેક્ટ” કહે છે તેના કારણે થાય છે. સોનેરી ભુરજી, ફૂલેલી ઓમલેટ અને ઘટ્ટ નારંગી જરદીવાળા સની સાઇડ અપની મિજબાની પર આ રહસ્ય ખુલે છે, જે એકદમ સરળ છે: એગોઝ ફક્ત પેટ જ નથી ભરતું, પણ જોશ પણ ભરી દે છે. આ એક મજાની યાદ અપાવે છે કે ખોરાક માત્ર ઇંધણ નથી, તે થાળીમાં સજાવેલા રંગ, સ્વાદ અને રોજિંદો આનંદ છે.
આ જોડાણ વિશે વાત કરતાં એગોઝના કો-ફાઉન્ડર અને સીઈઓ અભિષેક નેગીએ જણાવ્યું હતું કે, “બોમન ઈરાની પોતાની સાથે એવી હૂંફ અને રમૂજ લાવે છે જે લોકો સાથે તરત જોડાઈ જાય છે, અને એગોઝની ઓળખ પણ બરાબર આ જ છે. અમે હંમેશાં માનીએ છીએ કે એક સારું ઈંડું આખા ભોજનનો મૂડ બદલી શકે છે, અને આ કેમ્પેન એ જ ભાવનાને ભરપૂર લાગણી અને ભરપૂર મજા સાથે રજૂ કરે છે. બોમન દ્વારા ‘એગોઝ ઇફેક્ટ’ને સાકાર કરવી એ અમને અમારી વાર્તા કહેવાનો સૌથી સ્વાભાવિક માર્ગ લાગ્યો.”
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, “એગોઝની જે વાતે મને આકર્ષ્યો તે એ છે કે તેમણે ઈંડા જેવી રોજિંદી વસ્તુને પણ ખાસ બનાવી દીધી છે. આ ફિલ્મનું શૂટિંગ કરવાની ખૂબ મજા આવી, કારણ કે તે પોતાને વધુ પડતી ગંભીરતાથી લેતી નથી, છતાં એક સાચી વાત કહે છે કે તમારી થાળીની નાની નાની વસ્તુઓ પણ ખરેખર તમારો દિવસ ઉજ્જવળ બનાવી શકે છે. તેનો હિસ્સો બનવાનો મને ખૂબ આનંદ થયો.”
આ ઉપરાંત એગોઝના હેડ ઓફ માર્કેટિંગ શિવન નાયરે જણાવ્યું હતું કે, “અમારા માટે આ કેમ્પેનનો હેતુ રોજિંદા ઈંડાને એવું બનાવવાનો હતો કે જેને અવગણવું અશક્ય બને. બોમન પોતાની સાથે એવી હૂંફ અને રમૂજ લાવે છે જે તરત જ દિલને સ્પર્શી જાય છે, અને અમે અમારા ગ્રાહકો સાથે બરાબર આવું જ જોડાણ ઇચ્છતા હતા. ‘એગોઝ ઇફેક્ટ’ ખરેખર તો નવા સ્વરૂપમાં અમારું બ્રાન્ડ વચન જ છે, કે સારો ખોરાક તમારો આખો દિવસ ઉત્સાહથી ભરી દે, અને દર્શકો તેને જીવંત થતું જુએ તેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.”
આ ઉપરાંત, એએનસીના સીઈઓ સમરજીત શિમ્પીએ જણાવ્યું હતું કે, “બ્રાન્ડને ઈંડાની શ્રેણીમાં એક લાગણીને પોતાની બનાવવાની જરૂર હતી. અમે એગોઝને આનંદદાયક અને ઊર્જાથી ભરપૂર બ્રાન્ડ તરીકે વ્યાખ્યાયિત કરી. એટલે જ આ અભિવ્યક્તિ, ‘સની સાઇડ અપ’. બોમન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”
આ કેમ્પેન એગોઝની એ વ્યાપક માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે ગુણવત્તાયુક્ત ખોરાક રોજિંદા જીવનનો અભિન્ન અને આનંદદાયક ભાગ હોવો જોઈએ. ખાસ હર્બલ આહાર પર ઉછરેલી મરઘીઓનાં તાજાં રવાના કરાયેલાં ઈંડાં, કડક ગુણવત્તા ધોરણો અને આગવી ઘટ્ટ નારંગી જરદી સાથે, એગોઝ એવી બ્રાન્ડનું નિર્માણ કરી રહી છે જે પોષણને રોજિંદા સાચા આનંદ સાથે જોડે છે અને સૌથી સામાન્ય પળોને પણ ‘સની સાઇડ અપ’ બનાવી દે છે.
== સમાપ્ત ==
Aajna Samachar