DHS મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નવું ટ્વિન ટાવર શરૂ, અમદાવાદમાં J&J VELYS રોબોટિક ની રિપ્લેસમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૨૯મી ઓગસ્ટ ૨૦૨૬ | DHS મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નવી ટ્વિન-ટાવર સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં રોબોટિક ની રિપ્લેસમેન્ટ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તરણ સાથે અદ્યતન સર્જિકલ, ડાયગ્નોસ્ટિક અને પ્રિવેન્ટિવ હેલ્થકેર સેવાઓ હવે એક જ છત હેઠળ ઉપલબ્ધ બનશે.

અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ થતાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓને અમદાવાદમાં વિશેષ ઓર્થોપેડિક અને મલ્ટિસ્પેશિયાલિટી સારવારની સુવિધા મળી શકશે.

નવી સુવિધાનું મુખ્ય આકર્ષણ Johnson & Johnsonની ચોથી પેઢીની VELYS રોબોટિક સિસ્ટમ છે. આ ટેક્નોલોજી ની રિપ્લેસમેન્ટ સર્જરી દરમિયાન સર્જિકલ ચોકસાઈ વધારે છે અને હોસ્પિટલની વિસ્તરતી ઓર્થોપેડિક તથા સ્પોર્ટ્સ ઈન્જરી કેર સેવાઓનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

DHS મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર અને ચીફ ઓર્થોપેડિક સર્જન ડૉ. હાર્દિક એમ. શાહે જણાવ્યું હતું કે, “દર્દીઓ સુધી વિશ્વસ્તરીય તબીબી નવીનતા પહોંચાડવી એ અમારું મૂળ ધ્યેય રહ્યું છે. VELYS રોબોટિક સિસ્ટમનો સમાવેશ ઓર્થોપેડિક સારવાર ક્ષેત્રે એક મોટું પગલું છે. આ સિસ્ટમ દર્દીની શરીરરચના અનુસાર સર્જિકલ ચોકસાઈ અને યોગ્ય લિગામેન્ટ બેલેન્સિંગમાં મદદ કરે છે અને અનાવશ્યક પ્રી-ઓપરેટિવ CT સ્કેન રેડિયેશનથી દર્દીને બચાવવામાં મદદરૂપ થાય છે. પરિણામે સાંધામાં ઘર્ષણ ઓછું થવા, સર્જરી બાદનો દુખાવો ઘટાડવામાં અને રોજિંદી ગતિશીલતા ઝડપથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.”

DHS મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સ્પોર્ટ્સ ઈન્જરી સર્જન અને ડિરેક્ટર ડૉ. સ્વાગત શાહે જણાવ્યું હતું કે, “અમારા ટ્વિન-ટાવર અને રોબોટિક ની સેન્ટરના લોન્ચ સાથે અદ્યતન ટેક્નોલોજી, અનુભવી નિષ્ણાતો અને વ્યાપક સારવારની સુવિધાઓ એક જ છત હેઠળ પ્રાપ્ત થવા લાગી છે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતના દર્દીઓને હવે ઉચ્ચ સ્તરની સ્પોર્ટ્સ ઈન્જરી અને ઓર્થોપેડિક સારવાર માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં રહે.”

વિસ્તૃત DHS મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કુલ 60 બેડની ક્ષમતા છે, જેમાં 8 બેડનો ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) પણ સામેલ છે. હોસ્પિટલમાં જટિલ ઓર્થોપેડિક, ઓન્કોલોજી અને મલ્ટિસ્પેશિયાલિટી સર્જરી માટે ત્રણ Class-100 મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે.

હોસ્પિટલમાં 24 કલાક ડાયગ્નોસ્ટિક અને સપોર્ટ સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં X-ray, અલ્ટ્રાસોનોગ્રાફી અને CT સ્કેનની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 24×7 લેબોરેટરી અને ફાર્મસી પણ કાર્યરત છે.

DHS મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ, ઓન્કોલોજી, ઈન્ટરનલ મેડિસિન, ન્યુરોલોજી, પલ્મોનોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, યુરોસર્જરી, ગાયનેકોલોજી, પ્લાસ્ટિક સર્જરી અને ક્રિટિકલ કેર સહિત વિવિધ વિશેષતાઓમાં મલ્ટિડિસિપ્લિનરી સારવાર ઉપલબ્ધ છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારતમાં રાખડી 2026ની ઉજવણી: મીશો પર ઓર્ડર્સમાં 36%નો વધારો, નોન-મેટ્રો ભારત અને નાના વિક્રેતાઓએ વધારી તહેવારી માંગ

Spread the love નોન-મેટ્રો બજારોમાંથી આવ્યા લગભગ 73% ઓર્ડર્સ, જ્યારે વિક્રેતાઓની ભાગીદારીમાં વાર્ષિક લગભગ 72%નો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *