
આપણા રાષ્ટ્રને ઋષિ-મુનિની સમસ્ત ચેતનાઓથી ભરેલો સાધુ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.
મહાદેવ કૈલાશમાં ત્રિભુવન ગુરુના રૂપમાં,મધ્યમાં મહાકાલનાં રૂપમાં-કાશી વિશ્વનાથ બનીને,દક્ષિણમાં ત્રિભુવનનીય શ્રોતા રૂપે ગયા છે.
આપણા જીવનમાં કોઈ સાધુ ભાજન કરે,ભજન કરે કે આપણી ઘરે ભોજન કરે,આપણી ૭૧ પેઢી તરી જતી હોય છે.
ફતેહાબાદ રોડ સ્થિત જેપી વેડિંગ ગ્રાઉન્ડમાં કરુણાનિધાન પરિવાર દ્વારા આયોજિત નવ દિવસીય રામકથાનાં શનિવારનાં પાંચમા દિવસે બાપુએ ‘માનસ ઋષિ પંચમી’નાં પ્રસંગોને આગળ વધારતા વિશેષ ઉપસ્થિત જૈનાચાર્ય લોકેશ મુનિ વિશે કહ્યું કે મારો અનુભવ છે કે કોઈ ધર્મ સંસ્થા, સામાજિક સંસ્થા કે પરિવારની કથા પૂરી થઈ ગયા પછી,હેતુ પૂરો થયા પછી બહુધા એનાં યજમાનો આયોજકો સંબંધ રાખતા નથી.કોઈ-કોઈ મહાપુરુષ જ હોય છે,એમાંના એક લોકેશ મુનિ-જે નિમંત્રણ ન હોય તો પણ,પોતાની બધી જ ઊંચાઈઓને એક બાજુ રાખીને,સમય કાઢીને કથામાં ઉપસ્થિત રહે છે આ મુનિનો મહિમા છે.
અહીં બાલકાંડનું આખું દ્રશ્ય-કુંભજનાં આશ્રમમાં દક્ષ કન્યા સાથે શિવજી સપત્નિ કથા શ્રવણ કરવા જાય છે.શિવ સાગર છે.ગોસ્વામીજી એના ચરિત્રને સમંદર જેવું કહે છે.એ એક ઘડામાંથી પ્રગટેલ મુનિ પાસે કથા સાંભળવા જાય-એ જ કથાનો મહિમા છે. મહાદેવનું કાયમી નિવાસ ઉત્તરમાં છે.કૈલાશમાં ત્રિભુવન ગુરુના રૂપમાં,મધ્યમાં મહાકાલનાં રૂપમાં કાશીમાં વિશ્વનાથ બનીને,દક્ષિણમાં કુંભજનાં આશ્રમમાં ત્રિભુવનનીય શ્રોતા રૂપે ગયા છે.
કુંભજ વિચારે છે અખિલેશ્વર શિવ મને કથા સંભળાવવાનું કહે છે! રચના પોતે કરી છે,પણ સાંભળી છે બીજાઓ પાસેથી.હા,પોતે પાર્વતીને કહી છે જરૂર.
સર્જક પોતાની કવિતા કોઈ પાકો વિવેચક નહીં,પણ વિવેકી,કાવ્યનું હાર્દ આંતર-બાહ્ય અવલોકનથી પ્રસ્તુત કરે-એ સાંભળવા રચનાકારને પરમ આનંદ થાય છે.
બે જગ્યાએ જિજ્ઞાસા કરી:એક ઉત્તર,બીજી દક્ષિણમાં,આ આની રેન્જ છે.પણ બંને ‘ક’ વર્ણથી શરૂ થઈ.કાગભુષંડીથી લઈને કુંભજ સુધી.
કુંભજ કહે હું ઘડામાંથી પ્રગટ્યો,જેનું ચરિત્ર સાગર જેટલું,સાગર જેવી કથા કેમ સંભળાવું?શિવ કહે મહારાજ! સાગરનું જળ પેય નથી.હા,વિશેષ પર્વમાં સાગરનું સ્નાન સમગ્ર તીર્થોનું સ્નાન મનાય છે.પણ સમુદ્રનું દર્શન,સ્પર્શ,મજ્જન ઠીક છે,પણ પાન ઠીક નથી.પણ સમુદ્રનાં ખારા પાણીને વરાળ વાદળ બનાવી કોઈના આંગણમાં રહેલો ઘડો ભરી દે એવું નિર્મળ,શીતળ,અમૃતમયી,મધુર જળ પીવા આવ્યો છું.
રામકથા મુનિબર બખાની;
સુની મહેસ પરમ સુખ માની.
બાપુએ અહીં છાંદોગ્ય ઉપનિષદની સાધુ-અસાધુની વ્યાખ્યા બતાવી.
કુંભજ કહે મારી જિજ્ઞાસા છે કથાનાં બદલામાં મને રામ અધિકારી સમજીને ભક્તિ આપજો.
ક્યારેક આપણા જીવનમાં કોઈ સાધુ ભાજન કરે, ભજન કરે કે આપણી ઘરે ભોજન કરે,આપણી ૭૧ પેઢી તરી જતી હોય છે.
કુંભજે રામભક્તિ કે કૃષ્ણભક્તિ નહીં હરિભક્તિ માંગી છે.હરિનો મતલબ છે વ્યાપકતા.
આ શંભુ અને કુંભનો મેળાપ છે.એટલે જ
સામ+સાધુ=પરમ સાધુ
બાપુએ કહ્યું આપણા રાષ્ટ્રને ઋષિ-મુનિની સમસ્ત ચેતનાઓથી ભરેલો સાધુ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. લોકેશ મુનિએ પોતાનો શબ્દ ભાવ રાખતા કહ્યું કે આવી ચેતનાઓથી ભરેલા વિભૂતિરૂપ બાપુ આપણને મળ્યા છે.એમની સિદ્ધ વાણીને કારણે ઈરાન અને અમેરિકામાં રિપબ્લિક અને ડેમોક્રેટિક બંનેએ શાંતિ પ્રસ્તાવનું સ્વાગત કર્યું.આપણા નસીબ છે કે આવા ગુરુ મળ્યા છે.સાથે સાથે નાકોડા તીર્થ પર તમામ આયોજન પોતે કરે એવી એક કથાની માંગ બાપુ પાસે કરી.
Box
ઋષિ-મુનિની સંયુક્ત ચેતનામય પરમસાધુમાં આટલા પંચક જોવા મળે છે:
૧-પંચાંગ:સાધુ આપણું તિથિ પંચાંગ બની જાય. જોગ,લગન,ગ્રહ,બાર,તિથિ સકલ ભયે અનુકૂલ.
એને જોઈને યોગ દેખાય છે,પરમ સાથેનો.
૨-પરમસાધુ પંચપાત્રી હોય છે:અક્ષયપાત્રી, કરપાત્રી, પર્ણપાત્રી, કર્ણપાત્રી અને હૃદયપાત્રી.
૩-સાધુ પંચામૃત સ્વરૂપ હોય છે:દૂધ જેવો સરળ, તરલ,પરમ ધર્મી,દહીં જેવો આત્મમંથન કરનાર,ઘી જેવો નારાયણ રૂપી,મધ જેવો મધુર વચન વાળો, ગોળ જેવો મીઠાશ વાળો.
૪-સાધુ પંચોપચાર પૂજા છે.
૫-બહુધા પંચાક્ષર મંત્રનો જાપ કરે છે.
૬-પંચાગ્નિ તપે છે.
૭-પંચકલેશોથી મુક્ત હોય છે.
૮-અવસર મળે ત્યારે પંચમ સૂરમાં ચાલ્યો જાય છે. (અહીં કબીર સાહેબ અને બાબાએ કેદાર રાગમાં દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી-પદ જૂગલબંધી દ્વારા પ્રસ્તુત કર્યું.)
Box
તમારા શામ છે સાધુ,અમારા રામ છે સાધુ
समस्तस्य खलु साम्न उपासन साधु यत्खलु साधु तत्सामेत्याचक्षते यदसाधु तदसामेति॥
अथोताप्याहुः साम नो बतेति यत्साधु भवति साधु
बतेत्येव तदाहुरसाम नो बतेति
यदसाधु भवत्यसाधु बतेत्येव तदाहुः॥
-छांदोग्य उपनिषद अध्याय-२,प्रथम खंड,श्लोक-१
છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે:
સમસ્ત સામ(વેદ),જગતભરની શાંતિ,સમ પર રહેવું સાધુ છે.
સમસ્ત સામની ઉપાસના પરમ સાધુ છે.
જે પણ સારું,કલ્યાણકારી કે શ્રેષ્ઠ(સાધુ) છે એને જ ‘સામ’ કહેવાય છે.
અસામ:જે ખરાબ,હીન કે અસાધુ હોય એને ‘અસામ’ કહેવાય છે.
અહીં સામવેદ અને સામ(ગાન-પ્રાર્થના)ની સમગ્ર ઉપાસનાનાં મહત્વને સમજાવાયું છે.
શ્રેષ્ઠતા અને સદાચાર જ સામનું સ્વરૂપ છે.
નીતિન વડગામાની આ રચનાનનો સંદર્ભ લઇ
સાધુ-અસાધુની વાત સમજાવી.
સકલ અસ્તિત્વને સોને મઢેલું નામ છે સાધુ,
પરમ પ્રેમથી ભીનો પુનિત પયગામ છે સાધુ.
== સમાપ્ત ==
Aajna Samachar