આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સે અમદાવાદમાં નવી બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં ઉપસ્થિતિ મજબૂત કરી

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં તેની નવી બ્રાન્ચના શુભારંભની જાહેરાત કરી છે. આ પહેલ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ વ્યવસાયો અને વ્યક્તિઓને કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ સોલ્યુશન્સ પ્રદાન કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

આ બ્રાન્ચ લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (એલએપી), લોન અગેઇન્સ્ટ સિક્યુરિટીઝ (એલએએસ) તથા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન લેન્ડિંગ સહિતના સોલ્યુશનની શ્રેણી ઓફર કરશે, જેનાથી વ્યક્તિઓ અને વ્યવસાયો બંન્ને કેપિટલ અનલોક કરવા સક્ષમ બનશે તથા મજબૂત વૃદ્ધિને આગળ ધપાવી શકશે. આ વિસ્તરણના ભાગરૂપે આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સ સ્થાનિક સ્તરે કુશળ ટીમની પણ રચના કરી રહી છે તથા વિવિધ કામગીરી માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. તે પ્રાદેશિક ક્ષમતાઓને સશક્ત કરવાની તથા ઝડપી અને વધુ પર્સનલાઇઝ્ડ ક્રેડિટ સોલ્યુશન્સ માટેના કંપનીના વિઝનને સુસંગત છે.

આ નવી બ્રાન્ચ યુનિટ નં. 403, ચોથો માળ, ડાયનેસ્ટી, સીજી રોડ, સ્ટેડિયમ ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત – 380009 સ્થિત છે.

આ સમારોહમાં 100થી વધુ અગ્રણી ચેનલ પાર્ટનર્સ સામેલ થયાં હતાં, જે મજબૂત નેટવર્કનો પુરાવો છે. અમદાવાદ બ્રાન્ચના પ્રારંભ સાથે આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સ ફ્લેક્સિબલ ક્રેડિટ સ્ટ્રક્ચરિંગ, પારદર્શક પ્રક્રિયા અને ઝડપી ટર્નઅરાઉન્ટ ટાઇમ દ્વારા જવાબદાર અને સુવિધાજનક ક્રેડિટ સક્ષમ કકવાની તેની કટીબદ્ધતાને મજબૂત કરે છે, જે ગ્રાહકોને સહજ અનુભવ પ્રદાન કરવાની તેની ઓન-ગ્રાઉન્ડ ટીમ દ્વારા સમર્થિત છે. આ પ્રસંગે કંપનીએ ગ્રાહકોને સમયસર ફાઇનાન્સિયલ સોલ્યુશન્સની ડિલિવરી સુનિશ્ચિત કરવામાં ચેનલ પાર્ટનર્સના નિરંતરત સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના પ્રમુખ ફાઇનાન્સિયલ માપદંડોમાં અમદાવાદનું યોગદાન આશરે 25 ટકા છે તથા શહેરમાં ફાઉન્ડ્રી, કેમિકલ્સ અને ડાઇ, ટેક્સટાઇલ મશીનરી અને ફાર્માસ્યુટિકલ સહિતના એમએસએમઇ ક્લસ્ટર્સ છે. અમદાવાદના મજબૂત ઉદ્યોગસાહસિકતાના જુસ્સા, પુખ્ય બિઝનેસ ઇકોસિસ્ટમ તેમજ સિક્યોર્ડ ક્રેડિટ સોલ્યુશન્સની વધતી માગને જોતાં તે આનંદ રાઠી ફાઇનાન્સના વિસ્તરણ માટેનું આદર્શ કેન્દ્ર છે.

આ ઉદઘાટન અંગે આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ જુગલ મંત્રીએ જણાવ્યું હતું કે, અમારી અમદાવાદ બ્રાન્ચની શરૂઆત ગુજરાતમાં અમારા ગ્રાહકોને સેવા પ્રદાન કરવાની અમારી સફરમાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. તે સરળ અને ઝડપી ક્રેડિટ એક્સેસ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

કંપનીના એસએમઇ અને રિટેઇલ બિઝનેસના સીઇઓ સિમરનજીત સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાત ઉદ્યોગસાહસિકતા અને વિકાસનું પાવરહાઉસ છે. અમદાવાદમાં અમારી નવી બ્રાન્ચ વ્યવસાયિક સમૂહો અને વ્યક્તિઓને લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી ઓફરિંગ્સ સાથે સેવા પ્રદાન કરવાની અતૂટ કટીબદ્ધતા દર્શાવે છે કે જેનાથી તેઓ પ્રોપર્ટીની વેલ્યુ અનલોક કરીને તેમની કામગીરીનું વિસ્તરણ કરવા સક્ષમ બને છે.

ગુજરાતના ઇવીપી સેલ્સ હેડ નરેન્દ્ર મઘુડિયા અમદાવાદ બ્રાન્ચનું નેતૃત્વ કરશે.

≅≅≅ ≅≅≅ ≅≅≅ ≅≅≅


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *