આ વિસ્તરણ દેશભરના 120 શહેરોમાં એમેઝોન નાઉના વ્યાપક રોલઆઉટનો ભાગ છે, જેમાં અમૃતસર, અબોહર, જલંધર, અંબાલા, મેંગલોર, મણિપાલ, વિઝાગ, કોચી, ચંગનાસેરી, ભુવનેશ્વર અને કારવારનો સમાવેશ થાય છે; માત્ર બે અઠવાડિયામાં વ્યાપ બમણો
અમદાવાદ | ૧લી ઓક્ટોબર ૨૦૨૬ |એમેઝોને આજે તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા એમેઝોન નાઉનો ભારતના 120થી વધુ શહેરોમાં ઝડપી વિસ્તાર કર્યાની જાહેરાત કરી છે – માત્ર બે સપ્તાહમાં તેની પહોંચ બમણી થઈ ગઈ છે. અમૃતસર, અબોહર, જલંધર, અંબાલા, મેંગલોર, મણિપાલ, વિઝાગ, કોચી, ચંગનાસ્સેરી, ભુવનેશ્વર અને કારવાર જેવા શહેરોના ગ્રાહકોને હવે એમેઝોન નાઉ દ્વારા મિનિટોમાં ડિલિવરી મળી રહી છે. આ સેવા રોજિંદી જરૂરિયાતની હજારો ચીજવસ્તુઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે – ગ્રોસરી (ફળો-શાકભાજી અને ફ્રોઝન ફૂડ સહિત), પર્સનલ કેર, ફેશન અને બ્યુટીથી લઈને નાના એપ્લાયન્સિસ, હોમ અને કિચન પ્રોડક્ટ્સ તેમજ ઘણું બધું. આ ઓર્ડર્સ આશરે 800 માઇક્રો-ફુલફિલમેન્ટ અને અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર્સના નેટવર્ક દ્વારા પૂરા કરવામાં આવે છે.
“એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પહેલાં ઉત્તરમાં અમૃતસર અને અબોહરથી લઈને દક્ષિણમાં કોચી અને ચંગનાસ્સેરી સુધી – ભારતના આંતરિક વિસ્તારો સુધી એમેઝોન નાઉ સાથે અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી પહોંચાડતાં અમને ખૂબ આનંદ થાય છે. દર ત્રિમાસિક ગાળામાં ઓર્ડર્સ બમણા થવા સાથે એમેઝોન નાઉ એમેઝોન ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતું ઈ-કોમર્સ બિઝનેસ યુનિટ બની રહ્યું છે. આ ઝડપી રોલઆઉટ દેશભરના ગ્રાહકો સુધી ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ તહેવારોની સીઝનમાં વિસ્તાર ચાલુ રાખીને સૌથી ઝડપી ડિલિવરી સ્પીડ પર પ્રોડક્ટ્સની સૌથી વિશાળ શ્રેણી ઓફર કરવા અમે આતુર છીએ,” એમ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ – એવરીડે એસેન્શિયલ્સ, હર્ષ ગોયલે જણાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં એમેઝોને જાહેરાત કરી હતી કે છેલ્લા ત્રણ મહિનાના સમયગાળાના આધારે એમેઝોન નાઉએ ભારતમાં 1 અબજ ડોલરનું વાર્ષિક ગ્રોસ વેચાણ હાંસલ કર્યું છે. દેશભરના 300થી વધુ શહેરોના ગ્રાહકો સુધી એમેઝોન નાઉનો વિસ્તાર કરીને કંપની ભારતનું સૌથી મોટું ‘ડિલિવરી-ઇન-મિનિટ્સ’ નેટવર્ક ઊભું કરવાની દિશામાં આગળ વધી રહી છે. દેશભરના ગ્રાહકોને વિક્રેતાઓની પ્રોડક્ટ્સની સૌથી મોટી શ્રેણી – જ્યારે તેમને જરૂર હોય ત્યારે – ઉપલબ્ધ કરાવવા માટે કંપની પોતાના વિશિષ્ટ ફુલફિલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિસ્તાર કરી રહી છે: હજારો પ્રોડક્ટ્સ મિનિટોમાં અથવા થોડા કલાકોમાં, 10 લાખથી વધુ પ્રોડક્ટ્સની વધુ વિશાળ શ્રેણી એ જ દિવસે, 40 લાખથી વધુ પ્રોડક્ટ્સ બીજા દિવસે અને અન્ય લાખો પ્રોડક્ટ્સ અનલિમિટેડ, ફ્રી પ્રાઇમ ડિલિવરી સાથે.
8 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ગ્રાહકો એમેઝોન નાઉ પર વિવિધ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડીલ્સનો લાભ લઈ શકશે. Amazon.in પર ગ્રાહકોને સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ એસેન્શિયલ્સ સહિત અન્ય ઘણી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પર શાનદાર ડીલ્સ મળશે. એસબીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તેમજ ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. પ્રાઇમ મેમ્બર્સને 10% સુધીની વધારાની બચત મળશે.
તમારા વિસ્તારમાં એમેઝોન નાઉ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે તમારી એમેઝોન શોપિંગ એપ ખોલો અને ટોચ પર ‘Now’ બેનર શોધો.
== સમાપ્ત ==
Aajna Samachar