અભય ભુતડા ફાઉન્ડેશન તરફથી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે યુવા રમતવીરોને સ્પોર્ટ્સ કિટ્સનું વિતરણ

Spread the love

પુણે | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | સીએ અભય ભુતડાની આગેવાની હેઠળના અભય ભુતડા ફાઉન્ડેશને પૂણેની ઈશ્વરપુરમ હોસ્ટેલમાં રહેતાં ઉત્તર પૂર્વ ભારતનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આવશ્યક સ્પોર્ટ્સ કિટ્સ તથા ઉપકરણોનું દાન કરીને રાષ્ટ્રીય રમત દિન (નેશનલ સ્પોર્ટ્સ ડે) ની ઉજવણી કરી હતી.

આ દાનમાં ફૂટબોલ, ટૅનિસ રેકેટ, વોલીબોલ, ફૂટબોલ માટેના બૂટ, બૅગ, પાણીની બોટલ્સ અને સ્પોર્ટ્સ ગિયર માટેનાં વિશિષ્ટ કેરિયર્સનો સમાવેશ થતો હતો. આ પહેલ ફાઉન્ડેશનની એ માન્યતા ઉજાગર કરે છે કે, નાણાંકીય સહાય, ઉપકરણ કે માળખાકીય સુવિધાના અભાવને કારણે યોગ્યતા ધરાવનાર કોઈપણ રમતવીર વંચિત રહી જવો જોઈએ નહીં.

ટૅબ ગ્લોબલ વેન્ચર્સ તથા અભય ભુતડા ફાઉન્ડેશનના ચેરમેન, ઉદ્યોગ સાહસિક તથા દાનવીર સીએ અભય ભુતડાએ જણાવ્યું હતું, “મને હંમેશા એવું લાગ્યું છે કે, ભારત પાસે પ્રતિભાનો અભાવ નથી, કશુંક ખૂટતું હોય, તો એ છે યોગ્ય તકો અને યુવા પ્રતિભાઓને તેની સંભવિતતાઓ સુધી પહોંચાડવા માટેની સહાય. અભય ભુતડા ફાઉન્ડેશનમાં અમે તે સહાય પૂરી પાડવા માટે અને યોગ્યતા ધરાવનારા રમતવીરોને તકો મળી રહે, એ સુનિશ્ચિત કરવા માટે કામગીરી કરવા માગીએ છીએ. ખાસ કરીને આ નેશનલ સ્પોર્ટ્સ ડે અર્થપૂર્ણ છે, કારણ કે, અમે ઉત્તર-પૂર્વનાં વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડી રહ્યા છીએ. ઉત્તર-પૂર્વ એ એવો પ્રદેશ છે, જેણે રમત-ગમત ક્ષેત્રે ભારતને શ્રેષ્ઠતમ પ્રતિભાઓ આપી છે, જેમાં ઓલિમ્પિક ચેમ્પિયન્સ તથા વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ફૂટબોલરોનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિભાનું સંવર્ધન કરવું એ એક સહિયારી જવાબદારી છે અને યુવા રમતવીરોની પ્રગતિ માટે આપણે આવશ્યક ઉપકરણો અને પ્રોત્સાહન આપવા માટે આગળ આવીએ, એ મહત્વનું છે. મને આશા છે કે, અમારી આ સહાય એ પૈકીની ઘણી પ્રતિભાઓને તેમની રમત-ગમતની સફરમાં આગળ કદમ ઉઠાવવામાં અને ભારતને ગૌરવ અપાવવામાં મહત્વની બની શકશે.”

અભય ભુતડા ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય તકેદારી, રમત-ગમત, સાંસ્કૃતિક જતન અને રાહત કાર્યોનાં ક્ષેત્રે કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે તેણે ઉચ્ચતર શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સાથે ગ્રામીણ અને જરૂરિયાતમંદ શાળાઓમાં પ્રાયોગિક STEM શિક્ષણ કિટ્સ પૂરી પાડીને મદદ કરી છે. વર્ગખંડ ઉપરાંત તેણે વધુને વધુ ખેલાડીઓને રમત તરફ દોરતી રમત-ગમતની સ્પર્ધાઓને ટેકો પૂરો પાડ્યો છે અને પૂણેમાં શિવસૃષ્ટિ જેવી પહેલને પીઠબળ આપ્યું છે, જે વધુને વધુ પરિવારો માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક શિક્ષણ સુલભ બનાવે છે. રાજ્યમાં પૂરની સ્થિતિ દરમિયાન, ફાઉન્ડેશને જરૂરિયાતમંદ પરિવારોને સહાય પૂરી પાડવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં ५ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

== સમાપ્ત ==


Spread the love

Check Also

સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.

Spread the love ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે. કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *