સેમસંગ ઈલેક્ટોનિક્સ લાગલગાટ છઠ્ઠા વર્ષ માટે ગ્લોબલ બ્રાન્ડ્સમાં પાંચમા ક્રમે

Spread the love

સેમસંગનું AI આગેવાની અને તે અપનાવવાને ગતિ આપવા માટે સન્માન 

ગુરુગ્રામ, ભારત | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫ – સેમસંગ દ્વારા વૈશ્વિક બ્રાન્ડ કન્સલ્ટન્સી ઈન્ટરબ્રાન્ડ દ્વારા લાગલગાટ છઠ્ઠા વર્ષે 5મી ક્રમની વૈશ્વિક બ્રાન્ડ તરીકે સન્માનિત કરવામાં આવી હોવાની ઘોષણા કરાઈ છે. ઈન્ટરબ્રાન્ડ દર વર્ષે બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સની તેની યાદી જારી કરે છે. આ વર્ષની યાદીમાં સેમસંગે 90.6 અબજ ડોલરનું બ્રાન્ડ મૂલ્ય નોંધાવીને 2020થી વૈશ્વિક ટોપ ફાઈવમાં રહેનારી એકમાત્ર એશિયન કંપની તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

ઈન્ટરબ્રાન્ડ અનુસાર સેમસંગ ઈલેક્ટ્રોનિક્સનું મૂલ્યાંકન નિમ્નલિખિત દ્વારા હકારાત્મક રીતે પ્રભાવિત થયું હતું

  • કંપનીના વેપાર વિભાગોમાં AI સ્પર્ધાત્મકતા મજબૂત બનાવી.
  • પ્રોડક્ટોમાં યુનિફાઈડ ઈન્ટીગ્રેશન થકી બહેતર ગ્રાહક અનુભવ.
  • AI સંબંધી સેમીકંડક્ટર્સમાં કેન્દ્રિત રોકાણ.
  • ગ્રાહકલક્ષી બ્રાન્ડ વ્યૂહરચનાની અમલબજાવણી.

“AI ઈનોવેશન અને મુક્ત જોડાણ થકી સેમસંગે વધુ ગ્રાહકો તેમના રોજિંદા જીવનમાં AI નો અનુભવ કરી શકે તેની ખાતરી રાખવા માટે કામ કર્યું છે,’’ એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ગ્લોબલ માર્કેટિંગ ઓફિસના પ્રેસિડેન્ટ અને હેડ વોન-જિન લીએ જણાવ્યું હતું. ‘‘આગળ જતાં અમે આરોગ્ય અને સુરક્ષા સહિત ગ્રાહકો માટે લાભો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું, જેથી સેમસંગ વધુ વહાલી બ્રાન્ડ તરીકે વૃદ્ધિ પામે.’’

ઈનોવેશન ફોર ઓલના ધ્યેય હેઠળ સેમસંગ સતત AIની પહોંચ દુનિયાભરના વધુ ગ્રાહકો સુધી પહોંચે તે માટે ભાર આપે છે.

આ વર્ષે સેમસંગે ગેલેસી AIની એકધારી પ્રગતિ સાથે મોબાઈલ AIમાં તેની આગેવાની મજબૂત બનાવીને તે AIની વ્યાપ્તિ વધારીને વર્ષમાં 400 મિલિયન ડિવાઈસીસ પર તે ઉપલબ્ધ બને તેવું લક્ષ્ય રાખ્યું છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ (સીઈ) તરીકે સેમસંગે વિઝન AI અને બીસ્પોક AI જેવી દરેક પ્રોડક્ટ શ્રેણી માટે તૈયાર AI ટેકનોલોજીઓ રજૂ કરીને AI સ્પર્ધાત્મકતાને સતત વિસ્તારી છે.

વિવિધ ભાગીદારો સાથે મુક્ત સહયોગ થકી સેમસંગે ગ્રાહકો માટે પર્સનલાઈઝ્ડ AI અનુભવ વધુ બહેતર બનાવ્યો છે, જ્યારે સેમસંગ નોક્સ સાથે ઉદ્યોગ અવ્વલ સલામતી પણ પૂરી પાડી છે.

સેમીકંડક્ટર્સમાં સેમસંગે ક્લાઉડ, ઓન-ડિવાઈસ અને ફિઝિકલ AIમાં વ્યાપક પોર્ટફોલિયો સાથે AI માટે વધતી માગણીને પહોંચી વળી છે. આમાં HBM, ઉચ્ચ ક્ષમતાના DDR5, LPDDR5X and GDDR7 સહિત આધુનિક પ્રોડક્ટો સાથે સક્રિય રીતે પ્રતિસાદનો સમાવેશ થાય છે.

AIની પાર સેમસંગે તેની પ્રોડક્ટો અને સેવાઓની પહોંચક્ષમતા વધારવાનું અને સર્વ વેપાર વિભાગોમાં સક્ષમ ઈનોવેશન પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે. આમાં સ્માર્ટથિંગ્સ થકી કનેક્ટેડ ઊર્જા કાર્યક્ષમ એપ્લાયન્સીસ થકી ઊર્જા બચતનો સમાવેશ થાય છે.

દરેક વેપાર વિભાગમાં સેમસંગના સન્માનિત પ્રયાસો

મોબાઈલ

  • મોબાઈલ AI યુગની આગેવાની અને ગેલેક્સી AI સાથે AIની લોકપ્રિયતા પ્રેરિત કરવી.
  • ગેલેક્સી Z ફોલ્ડ 7 અને Z ફ્લિપ 7ના લોન્ચ સાથે ફોલ્ડેબલ કેટેગરી આગેવાની મજબૂત બનાવવી.
  • મજબૂત ગોપનીયતા અને સલામતી ટેકનોલોજીઓ થકી ગ્રાહક વિશ્વાસ વધારવો.
  • આધુનિક વેરેબલ્સ, સેમસંગ હેલ્થ એન્હાન્સમેન્ટ્સ અને મુક્ત જોડાણો થકી હેલ્થ સર્વિસીસનો વિસ્તાર. 

નેટવર્કસ

  • AI- પાવર્ડ વર્ચ્યુલાઈઝ્ડ રેડિયો એક્સેસ નેટવર્કસ (vRAN) અને ઓપન RANમાં મજબૂત આગેવાની.
  • હાઈ ક્વોલિટી સ્ટ્રીમિંગ અને ગેમિંગ સહિત વિવિધ 5G યુઝ કેસીસને ટેકો આપવા માટે ટેકનોલોજીઓ સતત ઈનોવેટ કરવી.
  • 6Gના ટેક્નિકલ સ્ટાન્ડર્ડાઈઝેશનમાં આગેવાની.
  • કસ્ટમર કંપનીઓ સાથે ભાગીદારીઓ વધારવી અને સેમસંગના નેટવર્ક ટેકનોલોજીનાં સક્ષમતાનાં પાસાંને કમ્યુનિકેટ કરવું. 

વિઝ્યુઅલ ડિસ્પ્લે

  • ટીવી, સાઉન્ડબાર્સ અને ગેમિંગ મોનિટર્સમાં વૈશ્વિક આગેવાની મજબૂત બનાવવી.
  • વિઝન AIને આધારે સમૃદ્ધ AI ફીચર્સ સાથે વ્યુઈંગમાં ઈનોવેશન.
  • પર્સનલાઈઝ્ડ આર્ટ ટીવી અનુભવો પ્રદાન કરવા માટે ધ ફ્રેમ અને આર્ટ સ્ટોર સેવાઓ બહેતર બનાવવી.
  • ટીવી પ્લસ, એન્ટરટેઈનમેન્ટ, ગેમિંગ અને મ્યુઝિકમાં ભાગીદારીઓ થકી કન્ટેન્ટ ઓફરનો વિસ્તાર. 

ડિજિટલ એપ્લાયન્સીસ

  • એકધાર્યા પ્રોડક્ટ ઈનોવેશન અને આધુનિક AI ક્ષમતાઓ થકી રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન્સ જેવી વિવિધ શ્રેણીઓમાં વૈશ્વિક આગેવાનીની જાળવણી.
  • સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશન થકી અનોખો સુવિધાજનક અને આધુનિક AI અનુભવ પૂરો પાડવો.
  • ઊર્જા કાર્યક્ષમતા, ઉપયોગક્ષમતા, પરફોર્મન્સ અને ડિઝાઈનમાં બીસ્પોક AI એપ્લાયન્સ આગેવાનીનો વિસ્તાર. 

સેમી કંડક્ટર

  • ક્લાઉડ, ઓન-ડિવાઈસ અને ફિઝિકલ AI એપ્લિકેશન્સમાં વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોનું સંચાલન.
  • DDR, SSD, LPDDR, UFS, અને ઓટો SSD સહિત મોબાઈલ અને ઓટોમોટિવ સેમીકંડક્ટર્સમાં આગેવાની જાળવી રાખવી.
  • CMM-D અને HBM જેવા ઈનોવેટિવ સમાધાનમાં વિકાસ અને રોકાણ ચાલુ રાખવાં.
  • પ્રભાવશાળી ટેક ઈવેન્ટ્સ થકી વિઝન અને ઉદ્યોગ આગેવાનીનું આદાનપ્રદાન.

ઈન્ટરબ્રાન્ડની બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સને બ્રાન્ડ વેલ્યુ મૂલ્યાંકનને આધારે ક્રમ અપાયો છે, જેમાં કંપનીની નાણાકીય કામગીરી અને દ્રષ્ટિબિંદુનું વ્યાપક વિશ્લેષણ, ગ્રાહક ખરીદી પર બ્રાન્ડનો પ્રભાવ અને બ્રાન્ડ સ્પર્ધાત્મકતા (વ્યૂહરચના, એમ્પેથી, ભિન્નતા, ગ્રાહક સહભાગ, સાતત્યતા, વિશ્વાસ અને વધુ સહિત) સંકળાયેલું છે. આ રેન્કિંગ દુનિયાનું સૌથી લાંબું- દીર્ઘ બ્રાન્ડ મૂલ્ય મૂલ્યાંકન છે, જે તેની વિશ્વસનીયતા માટે વ્યાપક રીતે સન્માનિત છે.

#####


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *