કોલકાતા અને અન્ય વિવિધ સ્થળોએ માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | 25 સપ્ટેમ્બર 2025: કોલકાતા શહેરમાં ૧૯૭૬ પછી ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૬૦ મીમી વરસાદ નોંધાયો છે જેને કારણે સમગ્ર શહેર સરોવરમાંફેરવાયું હતું. અતિ ભારે વરસાદને પગલે ચોવીસ પરગણા અને શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વરસાદ થયો તેને કારણે ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએમરુતકોનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તત્કાલ સહાય સ્વરુપે ૧,૫૦,૦૦૦ ની રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

આ સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો હતો અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ૮ લોકોનાં મોત નિપજયા છે. જેમનાંપરિવારજનોને ૧,૨૦,૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એ ઉપરાંત થોડા દિવસ પહેલાં પાલઘર વિસ્તારમાં એક મકાન ધરાશયી થઈ જતાં ૨૧ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ લોકોને પણ શ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડી દેવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *