સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટીબદ્ધતાના 13 વર્ષની ઉજવણી કરી હતી.

કંપની દ્વારા 12 અને 13 એપ્રિલના રોજ આયોજિત બે-દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયાં હતાં, જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રૂપના મૂળભૂત ઉદ્દેશ્યને દર્શાવાયો હતો તથા વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરી હતી.

આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ ફાર્મહાઉસ, લાઇફસ્ટાઇલ વિલા અને વિકાસની જબરદસ્ત સંભાવના ધરાવતા કોરિડોર પાસે વ્યૂહાત્મક રોકાણ સહિત વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતાં. આ દરેક પ્રોજેક્ટ્સે પ્રકૃતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના સર્વત્ર ગ્રૂપના ખ્યાલને સુંદર રીતે પ્રસ્તુત કરવાની સાથે-સાથે રોકાણકારો અને એન્ડ-યુઝર્સ બંન્નેને લાંબાગાળે મૂડી સર્જનની મજબૂત સંભાવનાઓ ઓફર કરી હતી.  

આ પ્રોજેક્ટ્સમાં પ્રાકૃત અને લેક એટ થોળનો સમાવેશ કરાયો હતો, જે તેમના શાંત વાતાવરણ અને તળાવની નિકટતા માટે જાણીતા છે. પર્વમ એટ થોળ પ્રીમિયમ જીવનશૈલી સાથે ઉત્સવને જોડે છે, જ્યારેકે ગિફ્ટ સિટી નજીક આર્યન ઇમ્પિરિયલ ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રમાં રોકાણ ઉપર ઉપર બેજોડ વળતરની સંભાવના પ્રદાન કરે છે. 

બીજા પ્રોજેક્ટ્સમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક વેલ્કમહેરિટેજ બાય આઇટીસી સાથેની ભાગીદારીમાં હેરિટેજ-પ્રેકિત રિસોર્ટ પ્રોજેક્ટ આકાશગંગા હેરિટેજ હિલ્સ અને સાણંદમાં વેલ્કમહેરિટેજ બાય આઇટીસી સાથેની ભાગીદારીમાં ભવ્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિંગ્ડ વર્લ્ડ તથા ભવ્ય રહેણાંક પ્રોજેક્ટ પ્રોવિન્સનો સમાવેશ થાય છે.

સર્વત્ર ગ્રૂપની સ્થાપના વર્ષ 2012માં ધવલ સોલંકી, ધવલ પટેલ અને બ્રિજેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેણે ઇનોવેટિવ, પ્રકૃતિ પ્રત્યે સભાન અને પ્રાકૃતિક સૌદર્ય વચ્ચે રહેવા માટે બેજોડ પ્રોજેક્ટ્સ લોંચ કરીને વિશિષ્ટ ઓળખ સ્થાપી છે. આ ત્રણ સંસ્થાપકોના મજબૂત નેતૃત્વ હેઠળ ગ્રૂપે રિયલ એસ્ટેટમાં લોકોના અનુભવ અને તેની સાથે જોડાણને પુનઃવ્યાખ્યાયિત કર્યાં છે.

સર્વત્ર ગ્રૂપ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનના પરંપરાગત મોડલથી આગળ વધીને ઇમર્ઝિવ પ્રોપર્ટી રજૂ કરનાર અમદાવાદના પ્રથમ રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે પણ ઓળખ ધરાવે છે. ગ્રૂપના સાતમાંથી છ પ્રોજેક્ટ્સ વિકેન્ડ વિલા પ્રોજેક્ટ છે, જે શાંત અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સુવિધાઓ ધરાવતા સેકન્ડ હોમની વધતી માગને દર્શાવે છે.
આ એક્ઝિબિશનમાં રોકાણકારો અને ઘર ખરીદદારો માટે વિશિષ્ટ રોકાણની યોજનાઓ અને આકર્ષક કિંમતો પણ ઓફર કરાઇ હતી.


Spread the love

Check Also

IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા

Spread the loveકેટલાક પ્રોત્સાહક સુધારાઓ: SC અધિકારીઓ અને કોન્સ્ટેબલરીમાંSCક્વોટાને પરિપૂર્ણ કરે છે ન્યાયાધીશોમાંસુધારલે જાતિ વૈવિધ્યતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *