- XTREME 250Rસાથે 250ccસેગમેન્ટમાં શક્તિશાળી પદાર્પણ કર્યું અને XPULSE 210ના ઉમેરા સાથે XPULSE પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો.
- XOOM 125 અને XOOM 160 સાથે સ્કૂટર પોર્ટફોલિયો વિસ્તાર્યો.
- પ્રથમ ફ્લેક્સ- ફ્યુઅલ મોટરસાઈકલ અને વૈશ્વિક ઈલેક્ટ્રિક વેહિકલ રેન્જ પ્રદર્શિત કરી.
- પ્રસ્તુત છે, ‘‘હીરો પ્રીમિયા’’ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક અનુભવ સાથે નવો પ્રીમિયમ શોરૂમ.
ગુજરાત, અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે નવી પ્રોડક્ટો અને ટેકનોલોજીઓની શ્રેણી પ્રદર્શિત કરી છે.
હીરો મોટોકોર્પનું શો ખાતે પેવિલિયન વૈશ્વિક ઈનોવેશન કેન્દ્ર તરીકે ભારતને સ્થાપિત કરવાની તેની કટિબદ્ધતા પર ભાર આપે છે, જે ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને વધુ આગળ લઈ જાય છે અને વિશ્વ કક્ષાના મોબિલિટી સોલ્યુશન્સ પૂરાં પાડે છે.
પ્રદર્શનનું આકર્ષકનું કેન્દ્ર વાહનોની નવી શ્રેણી સાથે નવા યુગના ગ્રાહક અનુભવ સમાધાન અને ટેકનોલોજિકલ પ્રગતિઓ છે.
હીરો મોટોકોર્પના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારત મોબિલિટી 2025 ખાતે હીરો મોટોકોર્પે ગૌરવભેર ગતિશીલ અને વૈવિધ્યપૂર્ણ લાઈન-અપ પ્રદર્શિત કરી, જે મોબિલિટીના ભવિષ્ય માટે અમારો ધ્યેય દર્શાવે છે. પ્રીમિયમ મોટરસાઈકલો અને સ્કૂટરોથી લઈને અત્યાધુનિક સક્ષમ સમાધાન સુધી અમે વિકસિત ભારતની આકાંક્ષાઓ અને ઝડપથી ઉત્ક્રાંતિ પામતા વૈશ્વિક દર્શકોની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે મોબિલિટીમાં નવો દાખલો બેસાડ્યો છે.’’
“આજે અમારી બે પ્રીમિયમ બ્રાન્ડ્સ Xtreme અને Xpuls વધુ મજબૂત બની છે. અમે 125ccસ્કૂટર સેગમેન્ટમાં અમારી હાજરી મજબૂત બનાવી છે અને મેક્સી સ્કૂટર સાથે 160ccશ્રેણીમાં પણ સાહસ ખેડ્યું છે. આ નવાં મોડેલોનું લોન્ચ મજબૂત પોર્ટફોલિયોમાં વધુ ઉમેરો છે, જે અમે આગામી નાણાકીય વર્ષમાં પ્રવેશવા સુસજ્જ છીએ ત્યારે અમારો વૃદ્ધિનો પ્રવાસ વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક પાવરહાઉસ તરીકે તેનું સ્થાન મજબૂત બનાવતાં હીરો મોટોકોર્પ વિશ્વ કક્ષાની પ્રોડક્ટોની ડિલિવરી અને બધા માટે સ્વચ્છ, હરિત અને વધુ સમાવેશક ભવિષ્યમાં યોગદાન સાથે પ્રગતિ પ્રેરિત કરવા માટે કટિબદ્ધ રહી છે.”
Products | Xtreme 250R | Xpulse 210 | Xoom 160 | Xoom 125 |
Prices | Rs. 1,79,900/- | Rs. 1,75,800/- | Rs. 1,48,500/- | Rs. 86,900/- |
Availability | Hero Premia | Hero Premia | Hero Premia | Hero Dealerships |
(*Ex-showroom Delhi)
સર્વ ચાર પ્રોડક્ટો માટે બુકિંગ્સ ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને ડિલિવરીઓ માર્ચ 2025થી શરૂ થશે.
HF ડિલક્સ- ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઈકલ
હીરો મોટોકોર્પે તેની પ્રથમ ફ્લેક્સ- ફ્યુઅલ મોટરસાઈકલ ઈથોનોલ આધારિત હીરો HF ડિલક્સ પ્રદર્શિત કરી છે, જે હરિત અને નવીનીકરણક્ષમ ઈંધણ ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાના ભારત સરકારના ધ્યેય સાથે સુમેળ સાધે છે. આ ફ્લેક્સ- ફ્યુઅલ પ્રોટોટાઈપ કંપનીના અત્યાધુનિક આરએન્ડડી કેન્દ્ર જયપુરમાં સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી (CIT) ખાતે વિકસાવવામાં આવી છે. 100cc BS6 એન્જિન દ્વારા પાવર્ડ વાહન 20% (E20)થી 85% (E85)સુધી શ્રેણીમાં ઈથેનોલ માત્રા સાથે ઈથેનોલ- આધારિત ગેસોલીન પર ચાલે તે રીતે વાહન તૈયાર કરવામાં આયં છે.
વિડા V2
વિડાને આકાંક્ષાત્મક, પહોંચક્ષમ અને કિફાયતી બનાવવાની તેની કટિબદ્ધતાને મજબૂત કરતાં કંપનીએ પેવિલિયન ખાતે વિડા V2 ઈ-સ્કૂટર પ્રદર્શિત કર્યું હતું. વિડાની આધુનિક રિમુવેબલ બેટરી ટેકનોલોજી દ્વારા પાવર્ડ વિડા V2 આસાન ચાર્જિંગ અને ચાર્જ દીઠ 165 kmસુધી આકર્ષક IDCરેન્જની ખાતરી રાખે છે. ઉપરાંત 6kWપીક પાવર અને 25Nmટોર્ક સાથે સ્વિંગાર્મ- માઉન્ટેડ પર્મનન્ટ મેગ્નેટ સિન્ક્રોનસ મોટર દરેક પ્રવાસને રોચક બનાવે છે.
સર્જ S32 – ચેમ્પિયનિંગ ઈનોવેશન
ઉત્ક્રાંતિ પામતી ટેકનોલોજિકલ ક્ષિતિજ અને બદલાતા ગ્રાહક વર્તન સાથે આગળ વધતાં હીરો મોટોકોર્પનું ઈન-હાઉસ સ્ટાર્ટ સર્જે અનોખું કન્વર્ટિબલ વાહન સર્જ S32 પ્રદર્શિત કર્યું. દુનિયાભરમાં વિવિધ સન્માનો જીતનાર સર્જ S32ને 2024ના ટાઈમ્સ મેગેઝીનના બેસ્ટ ઈનોવેશન્સ માટે એવોર્ડ મળ્યો છે. તેને પ્રતિષ્ઠિત રેડ ડોટઃ બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડનું સન્માન મળ્યું છે અને અ’ ડિઝાઈન એવોર્ડસ ખાતે પ્લેટિનમ પ્રાપ્ત થયું છે, જે ડિઝાઈન અને ઈનોવેશનમાં અનોખી તરીકે તેનું સ્થાન વધુ મજબૂત બનાવે છે.
અન્ય હાઈલાઈટ્સ
કંપનીના પેવિલિયને કરિઝમા XMR 210 કોમ્બેટ એડિશન, મેવરિક 440 Pro (બંનેમાં અપસાઈડ ડાઉન ફોર્કસ અને TFT ઈન્સ્ટ્રુમેન્ટ- ક્લસ્ટર છે), કરિઝમા XMR 250 અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવનારી વિડા Zસાથે ભવિષ્યમાં ઝાંખી કરાવી હતી.
પ્રીમિયા ઝોન
અત્યાધુનિક ‘‘હીરો પ્રીમિયા’’ ડીલરશિપ્સ હીરો, વિડા, હાર્લે- ડેવિડસન પ્રોડક્ટ્સ માટે સમર્પિત સેકશન્સ હતું, જ્યાં ગ્રાહકોને સહજ અને પ્રીમિયમ રિટેઈલ અનુભવ મળ્યો હતો. તેનો પ્રીમિયમ પોર્ટફોલિયો વધુ પહોંચક્ષમ બનાવવા માટે હીરો મોટોકોર્પ દ્વારા દેશભરમાં 60 પ્રીમિયમ ડીલરશિપ્સ સ્થાપિત કરાશે અને આગામી મહિનામાં તે 100 સુધી વિસ્તારવામાં આવશે. પ્રીમિયા ઝોને હાર્લે- ડેવિડસન X440, મેવરિક 440, કરિઝમા XMR 250, Xtreme 250R, વિડા V2સહિત ફ્લેગશિપ મોડેલોની આકર્ષક લાઈનઅપ પ્રદર્શિત કરી છે.
એડવેન્ચર ઝોન
એડવેન્ચર ઝોન હીરો મોટોકોર્પના મોટરસ્પોર્ટ DNAની ખૂબ મઢી લે છે, જેમાં Xpulse 210 રેલી અને મંત્રમુગ્ધ કરનાર ડાકર રેલી એડિશનનો સમાવેશ થાય છે. આ મોડેલો સાહસના જોશનું પ્રતિક છે અને બેજોડ પરફોર્મન્સ અને વર્સેટાલિટી પ્રદાન કરવા માટે તૈયાર કરાઈ હોઈ રોમાંચ ચાહનારા અને ઓફફ-રોડ શોખીનોની જરૂરતોને પહોંચી વળે છે.
કૃપા કરી પ્રોડક્ટ વિશે માહિતી માટે બીડાણ જુઓ
ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ખાતે હોલ નં. 5માં હીરો મોટોકોર્પની સર્વ એકશન જુઓ, 18-22 જાન્યુઆરી, 2025 સુધી.
બીડાણ
Xtreme 250R
હીરો મોટોકોર્પે Xtreme 250Rના લોન્ચ સાથે 250cc સેગમેન્ટમાં શક્તિશાળી પદાર્પણ કર્યું છે. Xtreme 250R Xtunt 2.5R સંકલ્પનાથી પ્રેરિત છે અને પરફોર્મન્સ તથા હેન્ડલિંગ પર એકાગ્રતા તેને નવી ઊંચાઈએ લઈ જાય છે. 250cc લિક્વિડ- કૂલ્ડ, 4- વાલ્વ DOHC એન્જિન પરિપૂર્ણ પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવ્યું હોઈ તે 30 PS @ 9,250 rpmનો પીક પાવર અને 25 Nm @ 7250 rpmપીક ટોર્ક પેદા કરે છે, જે તેને તેની કક્ષામાં સૌથી ઝડપી 250cc મોટરસાઈકલ બનાવે છે. મોટરસાઈકલની મજબૂત ટ્રેલિસ ફ્રેમ અને 43mm USD ડ્યુઅલ કાર્ટ્રિજફ્રન્ટ ફોર્કસ અચૂકતા અને સ્થિતિસ્થાપક હેન્ડલિંગની ખાતરી રાખે છે.
ડ્યુઅલ- ચેનલ ABS, રિયર- વ્હીલ લિફ્ટ- ઓફફ પ્રોટેકશન અને ઈમરજન્સી બ્રેક એલર્ટ જેવા ફીચર્સ સાથે રાઈડરની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે. Xtremeમાં સેગમેન્ટમાં પ્રથમ ફીચર્સ છે, જેમ કે, ઈન્ટેલિજન્ટ ઓટોમેટિક ઈલ્યુમિનેશન અને હીરો કનેક્ટ 2.0.ટર્ન-બાય- ટર્ન નેવિગેશન અને મ્યુઝિક કંટ્રોલ સહિત 35 કનેક્ટિવિટી ફીચર્સ સાથે રાઈડરો દરેક પ્રવાસમાં કનેક્ટેડ અને માહિતગાર રહે છે.
Xpulse 210
હીરો મોટરસ્પોર્ટસ રાઈડરો દ્વારા ઘડવામાં અને પરીક્ષણ કરવામાં આવેલી Xpulse સાહસના જોશને સશક્ત બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. શક્તિશાળી 210cc DOHC લિક્વિડ- કૂલ્ડ એન્જિન 24.6 PS @ 9250 rpm અને20.7 Nm @7250 rpm ટોર્ક ઊપજાવે છે. 210mmફ્રન્ટ અને 205mmરિયર ટ્રાવેલ સાથે કક્ષામાં અવ્વલ સસ્પેન્શન સેટઅપ અને ઉદાર 220mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ વિવિધ માર્ગો પર ઉત્કૃષ્ટ પરફોર્મન્સની ખાતરી રાખે છે. મોટરસાઈકલના વર્સેટાઈલ એર્ગોનોમિક્સ, વાઈડ અને ફ્લેટ પ્રોફાઈલ સાથે આરામદાયક બેઠક રોજના પ્રવાસ તેમ જ ઓફફ-રોડ સાહસો દરમિયાન આરામને વધુ બહેતર બનાવે છે. સ્લિપર અને આસિસ્ટ ક્લચ સાથે 6- સ્પીડ ગિયરબોક્સ ઉચ્ચ ક્રુઝિંગ સ્પીડ્સ અને સ્મૂધ ગિયર શિફ્ટ્સની ખાતરી રાખે છે.
Xpulse 210 મિનિમાલિસ્ટિક છતાં હેતપૂર્ણ ડિઝાઈન તત્ત્વોથી શોભે છે, જેમ કે, બહેતર રાઈડર સપોર્ટ માટે ફ્રન્ટ અને રિયર શ્રાઉડ્સ તેમ જ મજબૂત ફ્રન્ટ ગ્રેબ બાર અને અપસ્વેપ્ટ એક્ઝોસ્ટ જેવાં અજોડ ફીચર્સ સાહસ માટે તૈયાર હોવાનું દ્યોતક છે. તેની આકર્ષકતામાં ઉમેરો કરતાં Xpulse 210માં ક્લાસ-D LED પ્રોજેક્ટર હેડલેમ્પ અને ઉત્કૃષ્ટ વિઝિબિલિટી માટે સિગ્નેચર H-આકારના DRLછે. કોમ્પેક્ટ H-આકારના LED ટેઈલ લેમ્પ તેના અજોડ લૂકને વધુ બહેતર બનાવે છે. Xpulse 210 ટોપ વેરિયન્ટમાં અત્યાધુનિક 4.2″ TFT ડિસ્પ્લે સાથે સુસજ્જ છે. ડ્યુઅલ- ચેનલ સ્વિચેબલ ABSવિવિઝ રાઈડિંગ સ્થિતિઓ માટે રોડ, ઓફફ-રોડ અને રેલી મોડ્સ પ્રદાન કરે છે.
Xoom 160
Xoom 160એ પ્રીમિયમ સ્કૂટર શ્રેણીમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. તે ઈનોવેટિવ ડિઝાઈન, આધુનિક ટેકનોલોજી અને ઉત્તમ પરફોર્મન્સનું ઉત્કૃષ્ટ સંયોજન પ્રદાન કરે છે, જે મર્યાદાઓને આગળ લઈ જવા માટે ઘડવામાં આવ્યું છે, જે સવારીથી પણ વિશેષ છે. બે પૈડાના વાહનના પરફોર્મન્સમાં આ નોંધપાત્ર પરિવર્તન હોઈ આ સ્કૂટરની નવી કલ્પના છે.
156cc લિક્વિડ- કૂલ્ડ એન્જિન સાથે સમૃદ્ધ તે 10.9kW @ 8,000 rpm અને14Nm torque @ 6,500 rpm ઊપજાવે છે. Xoom 160માં મહત્તમ કાર્યક્ષમતા અને ઉચ્ચ સ્પીડની ક્ષમતા માટે i3s સાઈલન્ટ સ્ટાર્ટ અને 4- વાલ્વ ટેકનોલોજી છે. Xoom 160ની બોલ્ડ ડિઝાઈનમાં રેઈઝ્ડ સ્ટાન્સ, બ્લોક- પેટર્ન ટાયર્સ સાથે 14” લાર્જ વ્હીલ્સ અને ઉત્કૃષ્ટ આરામ માટે વાઈડ, કુશન્ડ સીટનો સમાવેશ થાય છે. આધુનિક ફીચર્સમાં રિમોટ સીટ એક્સેસ સાથે સ્માર્ટ કી, ડ્યુઅલ- ચેમ્બર LEDહેડલેમ્પ, ABSસાથે ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને ટર્ન-બાય- ટર્ન નેવિગેશન સાથે બ્લુટૂથ- એનેબલ્ડ ડિજિટલ સ્પીડોમીટરનો સમાવેશ થાય છે.
Xoom125
હીરો Xoom 125 સ્કૂટરથી પણ વિશેષ છે. તે શક્તિશાળી, પ્રિસિશન- એન્જિનિયર્ડ ટુ-વ્હીલર છે. હીરો મોટોકોર્પે Xoom 125ના લોન્ચ સાથે 125cc સ્કૂટર સેગમેન્ટમાં નવો દાખલો બેસાડ્યો છે. 7.3 kW @7,250 rpmઅને10.4 Nm ટોર્ક @6,000 rpmપ્રદાન કરતા એન્જિન દ્વારા પાવર્ડ તે કક્ષામાં અવ્વલ પરફોર્મન્સ પ્રદાન કરે છે. તે 7.6 સેકંડ્સમાં 0થી 60 kmphસાથે 125ccસ્કૂટર સેગમેન્ટમાં સૌથી ઝડપી બની છે.
સ્કૂટરમાં બોડી માઉન્ટેડ LEDપ્રોજેક્ટર હેડલેમ્પ સાથે આકર્ષક ડિઝાઈન, ફાલ્કન્સ આઈઝનું રેમિનિસન્ટ, સિગ્નેચર LED પોઝિશન લાઈટ અને સેગમેન્ટમાં પ્રથમ LED સિક્વેન્શિયલ વિંકર્સ છે. સ્થિરતા અને સ્ટાઈલ માટે નિર્મિત Xoom 125માં પહોળા ટાયરો સાથે 14” લાર્જ વ્હીલ્સ, લાંબું વ્હીલબેઝ અને બહેતર પકડ અને આત્મવિશ્વાસ સાથે બ્રેકિંગ માટે ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે. ટર્ન- બાય- ટર્ન સાથે બ્લુટૂથ- એનેબલ્ડ ડિજિટલ સ્પીડોમીટર, ઈલ્યુમિનેટેડ સ્ટાર્ટ બટન અને ફોન ચાર્જર સાથે ફ્રન્ટ ગ્લવ બોક્સ રાઈડિંગ અનુભવને વધુ નવી ઊંચાઈએ લઈ જાય છે.
હીરો Xtreme 250R, હીરો Xpulse 210 અને હીરો Xoom 160 હીરો પ્રીમિયા ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ થશે અને હીરો Xoom 125 દેશભરમાં સર્વ અધિકૃત હીરો ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ થશે.
અત્યાધુનિક હીરો પ્રીમિયા ડીલરશિપ્સમાં હીરો, વિડા અને હાર્લે- ડેવિડસન પ્રોડક્ટ્સ માટે સમર્પિત વિભાગો છે, જે ગ્રાહકોને સહજ અને પ્રીમિયમ રિટેઈલ અનુભવ પ્રદાન કરે છે.