આંબરડી ગામે વીજળી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
Share
Spread the love
ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોનાં મોત નિપજયા છે. આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી 8- લોકો સીમમાં કપાસ વીણવા ગયા હતા. ભારે વરસાદને પગલે વિજળી પડતાં બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી ને પાંચ લોકોનાં સ્થળ પર જ કરુણ મોત નિપજયા હતા. અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળીને રૂપિયા 75, 000ની સહાયતા રાશી અર્પણ કરી છે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ આપી છે.