પંજાબ ગ્રિલનીફેસ્ટિવ નવરાત્રી થાળી સાથે નવરાત્રિનો આનંદ માણો

Spread the love

નેશનલ, 03મી ઑક્ટોબર 2024: નવરાત્રિના નવ દિવસના ઉત્સવના અવસર પર સમગ્ર ભારતમાં લોકો સાત્વિક ભોજનનો આનંદ માણે છે અને શરીર અને આત્માને પોષણ આપનાર શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની પસંદગી કરે છે. આ સમયગાળામાં પરંપરાગત ઉપવાસના રિત-રિવાજોનું સન્માન કરનાર ઇન્ગ્રેડિયન્સમાંથી તૈયાર કરવામાં આવેલા ભોજનની જરૂરિયાત હોય છે, જે શરીરને શુદ્ધ રાખનાર સરળ અને ખુબ સ્વાદિષ્ટ વિકલ્પ પ્રદાન કરે છે.

આ દિવસો દરમિયાન ઉપવાસ કરનારા તેમજ શુદ્ધ પૌષ્ટિક ભોજનનો આનંદ લેવાની ઇચ્છા ઘરાવનાર લોકો માટે પંજાબ ગ્રિલની નવરાત્રિ થાળી એક ખુબ જ સારો વિકલ્પ છે,  જે સ્વાદિષ્ટ અને સંતોષકારક મિજબાની ઓફર કરે છે. પંજાબ ગ્રિલના શેફ દ્વારાતૈયાર કરાયેલી આ થાળી સાત્વિક ઇન્ગ્રેડિયન્સ, રિચ ટેક્ચર, ઓન્થેટિંક ફેસ્ટિવ ફ્લેવર વચ્ચે સંપૂર્ણ સંતુલન લાવે છે. દરેક વાનગી વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે, જેથી કરીનેનવરાત્રિની સાચી ભાવનાની સાથે સાથે અવિસ્મરણીય ભોજનનો પણ આનંદ માણી શકે.

આ થાળીમાં ઘણા પ્રકારના વ્યંજનો છે, જેમાં ખોયા પનીર, મકહાનાજ્યાં નરમ પનીર અને કમળના બીજને સમૃદ્ધ મખમલી ગ્રેવીમાં પકવવામાં આવે છે. અનારી શાહી જીરા આલૂ, પારંપરિક આલૂના વ્યંજનમાં એક તીખો ટિવસ્ટ છે, જેમાં સ્વાદ માટે દાડમના દાણા અને જીરું નાખવામાં આવે છે. ખાટ્ટા મીઠડા કડ્ડુ, એક મીઠી અને ખાટા કોળાનું વ્યંજન જે ઉત્સાહ અને મીઠાશની વચ્ચે સંપૂર્ણ સંવાદિતા દર્શાવે છે, જ્યારે ચિરોંજી કી દાળ, ચિરોંજીના પૌષ્ટિકતાનો સ્વાદ મળે છે. હળવા અને સામક ચોખા, જે ઉપવાસનું મુખ્ય ભોજન છે, આ વ્યંજનોની સાથે તાલમેલ થાય છે અને આ વાનગીઓ સાથે ક્રિસ્પી અને નાજુક સાબુદાણા પાપડ સાથે સંપૂર્ણ રીતે જોડે છે. ડેઝર્ટ માટે થાળી સ્વાદિષ્ટ દૂધના હલવાને વેલ્વેટી ટેક્સચર સાથે ભરપૂર, દૂધ આધારિત ટ્રીટ આપે છે અને ભોજનમાં વૈભવી અને કેસરથી ભેળવવામાં આવેલી સુગંધિત કેસરી રસમલાઈ આપે છે.

નવરાત્રી થાળી આ ઉપરાંત પંજાબ ગ્રિલ કાનપુર, ઈન્દોર, લખનૌ અને અમદાવાદમાં પોતાની રેસ્ટોરન્ટ્સમાં તહેવાર દરમિયાન વિશિષ્ટ શુદ્ધ શાકાહારી મેનૂ ઓફર કરે છે. મેનૂ પરની દરેક વાનગી શુદ્ધતા અને સાદગીના સિદ્ધાંતોને માન આપવા માટે તૈયાર કરવામાં આવી છે જે સુનિશ્ચિત કરે છે કે ભોજન કરનાર એક સંપૂર્ણ ભોજનના અનુભવનો આનંદ માણી શકે. ઉપવાસ હોય કે નવરાત્રિના સારનો આનંદ માણવો હોય આ શુદ્ધ શાકાહારી મેનૂ દરેક માટે કંઈક એવું પ્રદાન કરે છે, જે તહેવારોની સમગ્ર સિઝન દરમિયાન પોષણ અને સ્વાદનું શાનદાર મિશ્રણ પ્રદાન કરે છે.

સ્થળ: પંજાબ ગ્રીલ

શું: નવરાત્રી થાળી

તારીખ: 03-12 ઓક્ટોબર, 2024

થાળીની કિંમત: ₹999+  ટેક્સ

સિટી: દિલ્હી, ગુડગાંવ, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ, લુધિયાણા, મોહાલી, ચંદીગઢ, લખનૌ, કાનપુર, મુંબઈ, પુણે, અમદાવાદ.

આ નવરાત્રિને પંજાબ ગ્રિલ સાથે સેલિબ્રેશન કરો અને ફ્લેવરફૂલ જર્ની શરૂ કરો, જે પરંપરા, ભક્તિ અને એકતાના આનંદને સન્મામ કરે છે.

*તમામ શાકાહારી મેનુ આ શહેરોની પસંદગીની રેસ્ટોરાંમાં જ ઉપલબ્ધ છે


Spread the love

Check Also

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

Spread the love ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *