સોની બીબીસી અર્થના અર્થ ઈન ફોકસ માટે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ

Spread the love

નેશનલ 05 સપ્ટેમ્બર 2024: રોચક વાર્તા અને અર્થપૂર્ણ પહેલો માટે જ્ઞાત સોની બીસીસી અર્થ દ્વારા તેની ફોટોગ્રાફી સ્પર્ધા અર્થ ઈન ફોકસની ચોથી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. અસીમિત શક્યતાઓના ફલક સાથે ચેનલે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ થીમ હેઠળ ભારત પર તેમનું અજોડ પરિપ્રેક્ષ્ય દર્શાવવા માટે ફોટોગ્રાફીના શોખીનો માટે મંચ સ્થાપિત કર્યો હતો.

અર્થ ઈન ફોકસ આપણી પૃથ્વીની સમૃદ્ધિની ઉજવણી કરે છે અને લોકોને તેમના નજરિયાથી વિશાળ વૈવિધ્યતામાં એકતા પ્રદર્શિત કરવાની તક મળે છે. આમાં ભાગ લેવા લોકો પેટા શ્રેણીઓ- માર્કેટ્સઃ અ વાઈબ્રન્ટ મેલ્ટિંગ પોટ, એન્શિયન્ટ માર્વેલ્સ અને વાઈલ્ડલાઈફ હેઠળ microsite પર તેમના ફોટોગ્રાફ શેર કરી શકે છે. આ એક મહિનો લાંબી સ્પર્ધાના નિર્ણાયક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર શિવાંગ મહેતા રહેશે. સોનીના આલ્ફા એમ્બેસેડર અને ઈન્ટરનેશનલ લીગ ઓફ કન્ઝર્વેશન ફોટોગ્રાફર્સ (આઈએલસીપી)ના ફેલો શિવાંગની વાઈલ્ડલાઈફ અને કન્ઝર્વેશન ફોટોગ્રાફી માટે નિપુણતા અને લગની તેમના પુરસ્કાર વિજેતા પુસ્તકો અને પ્રોજેક્ટ ચિતા પ્રોજેક્ટ જેવી એસાઈનમેન્ટ્સમાં આલેખિત કરાઈ છે.

વિવિધ શ્રેણીઓમાં ટોચના ત્રણ વિજેતાઓને ગોપ્રો હીરો12નું ભવ્ય ઈનામ અને સોની બીબીસી અર્થની ચેનલ પર ચમકવાનો યાદગાર મોકો મળશે. ઉપરાંત ટોપ 15 પસંદગીને માસ્ટરક્લાસ થકી શ્રી શિવાંગ મહેતા પાસેથી ખાસ માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો મોકો મળશે.

અર્થ ઈન ફોકસ- વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ ફોટોગ્રાફી સ્પર્ધા, તેના નિયમો અને સુપરત કરવાની માર્ગદર્શિકા અને અપડેટ્સ વિશે વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરોઃ

https://www.sonybbcearth.com/Earthinfocus/

ટિપ્પણી

રોહન જૈન, બિઝનેસ ઓપરેશન્સ હેડ- સોની આઠ અને હેડ- માર્કેટિંગ એન્ડ ઈનસાઈટ્સ, ઈન્ગ્લિશ ક્લસ્ટર, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયા

“ચેનલ પ્રેરણાત્મક લગની અને ખોજ પ્રત્યે કટિબદ્ધ છે ત્યારે અમને દુનિયા માટે અમારા સમાન જોશમાં યોગદાન આફવા અને તેમની પ્રતિભા દર્શાવવા લોકો માટે મંચ તરીકે અર્થ ઈન ફોકસ ઓફર કરવાનો ભારે રોમાંચ છે. અમે સ્પર્ધાની ચોથી આવૃત્તિ જાહેર કરી છે ત્યારે અમે અમારા પ્રતિભાશાળી ફોટોગ્રાફરોના નજરિયાથી દુનિયા જોવા અને અમારા દર્શકો સાથે તેમની અદભુત કૃતિઓ આદાનપ્રદાન કરવા માટે રોમાંચિત છીએ.”

 શિવાંગ મહેતા, કન્ટેસ્ટ જજ, અર્થ ઈન ફોકસ

“સોની બીબીસી અર્થના અર્થ ઈન ફોકસ માટે જજ તરીકે પસંદગી થઈ તેની અમને ખુશી છે. દરેક ફોટોગ્રાફર વિષયને જોવાની અલગ અલગ રીત ધરાવે છે અને તેમની કૃતિ થકી તે ઉત્તમ રીતે પ્રદર્શિત થાય છઝે. હું વન વર્લ્ડ, મેની ફ્રેમ્સનું અર્થઘટન અને દરેક એન્ટ્રી આપણી દુનિયાની સમૃદ્ધિ પ્રદર્શિત કરતા અજોડ નજરિયા આલેખિત કરે તે જોવા ઉત્સુક છું.”

 


Spread the love

Check Also

એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી; બિઝનેસ કસ્ટમર માટે 70% છૂટ અને રૂ. 9,999 સુધીના કૅશબેક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે

Spread the loveબિઝનેસ વેલ્યૂ ડે 16 દિવસની ઇવેન્ટ છે, જે બિઝનેસ ગ્રાહકોને લેપટોપ, એપ્લાયન્સિસ, સ્માર્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *