એન્ડટીવી રોચક સામાજક ડ્રામા ભીમા લાવી રહી છે, જે સમાન અધિકારો પર કેન્દ્રિત છે

Spread the love

એન્ડટીવી પર ભીમામાં ભીમા તરીકે તેજસ્વિની સિંહ, ભીમાની માતા ધનિયા તરીકે સ્મિતા સાબળે, ભીમાના પિતા મેવા તરીકે અમિત ભારદ્વાજ, કૈલાશ બુઆ તરીકે નીતા મોહિંદ્રા, તેના બે સંતાનમાં કલિકા સિંહ તરીકે મયંક મિશ્રા અને વિશંબર સિંહ તરીકે વિક્રમ દ્વિવેદીનો સમાવેશ થાય છે. ત્રિપુરારી યાદવ ભીમાના કાકા ગયા તરીકે અને નેહા શર્મા તેની પત્ની ફૂલમતિયા તરીકે જોવા મળશે. શો રાજ ખત્રી પ્રોડકશન્સ દ્વારા નિર્માણ કરાયો છે અને તેનું પ્રસારણ 6ઠ્ઠી ઓગસ્ટ, 2024થી રાત્રે 8.30 વાગ્યાથી થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવાર સુધી પ્રસારિત થશે, ફક્ત એન્ડટીવી પર.

નેશનલ, 01મી ઓગસ્ટે, 2024: 1980ની પાર્શ્વભૂમાં સ્થાપિત એન્ડટીવીનો નવો શો ભીમા રાજ ખત્રી પ્રોડકશન્સ દ્વારા નિર્માણ કરાયો છે, જે અન્ય સમુદાયની ભીમા નામે છોકરીની વાર્તા છે. આ વાર્તા સામાજિક ડ્રામા છે, જે છોકરીની સમાન અધિકારો માટે મુશ્કેલીઓ અને તેના પ્રવાસ પર કેન્દ્રિત છે. તે પરિવાર, સમાજ અને આર્થિક સ્થિતિમાંથી ઉદભવતી માઠી સ્થિતિઓ સામે સંઘર્ષ કરે છે તે તેનો સાહસિક પ્રવાસ દર્શકોને જોવા મળશે. અનેક અન્યાય અને ભેદભાવ છતાં તે નીડરતાથી આ અવરોધોમાંથી બહાર આવવા માટે લડે છે.

ભીમા ભારતીય બંધારણ ઘડવૈયા ડો. બી. આર. આંબેડકરના કાયદા અને આદર્શોનું પાલન કરે છે, જે પડકારો છતાં તેની મજબૂત કટિબદ્ધતાનો દાખલો છે. નાની ઉંમરે તે આ ધ્યેય પ્રત્યે મનઃપૂર્વક પોતાને સમર્પિત કરે છે. જોકે સમાજમાં વર્ચસ જમાવતો વર્ગ તેના પ્રયાસોને તોડી પાડવા માટે એકત્ર આવે છે. આમ છતાં ભીમાની કટિબદ્ધતા યથાવત રહે છે. અવરોધો વધવા છતાં, સંઘર્ષ વધવા છતાં તે અડગ રહે છે.

આ શો વિશે બોલતાં એન્ડટીવીના બિઝનેસ હેડ વિષ્ણુ શંકર કહે છે, “અમારા શો એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર અને અટલની અદભુત સફળતા આશા અને સ્થિતિસ્થાપકતાની વાર્તા દર્શકો સાથે કઈ રીતે સુમેળ સાધે છે તે દર્શાવે છે. અમારો નવો શો ભીમા એ ભીમા નામે છોકરીનો પ્રવાસ છે, જે સમાન અધિકારો માટે લડે છે. ઓળખ અને સામાજિક પરિવર્તન માટે તે મુસીબતો અને અન્યાય સામે લડે છે. આ વાર્તા આશા, પ્રતિબદ્ધતા અને પરિવર્તનની સાર્વત્રિક થીમ આલેખિત કરીને સામાજિક અવરોધોમાંથી બહાર આવવાની રોચક વાર્તા દર્શાવે છે. ભીમાના પડકારો અને જીત દર્શકો સાથે ઉત્તમ રીતે સુમેળ સાધીને તેનો પ્રવાસ પ્રેરણાત્મક અને રિલેટેબલ બનાવે છે. તે શક્તિશાળી લેન્સ પણ પૂરો પાડશે, જેના થકી દર્શકો તેમનાં મૂલ્યો અને માન્યતા જોઈ શકશે, જે તેને સહભાગી અને વિચારપ્રેરક વાર્તાકથન બનાવે છે. ”

રાજ ખત્રી પ્રોડકશન્સના પ્રોડ્યુસર રાજ ખત્રી કહે છે, “ભીમા સ્થિતિસ્થાપકતા, પ્રતિબદ્ધતા અને આકાંક્ષાની રોચક વાર્તા છે. આ શો ભાવનાઓ અને સુંદર નિર્માણનું ઉત્તમ સંમિશ્રણ છે, જે ટીવી દર્શકોમાં ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ માટે તેની વધતી ભૂખને પહોંચી વળે છે. હું એકધારી રીતે રોચક વાર્તાઓ લાવવા માટે અને રાષ્ટ્રભરમાં દર્શકો સાથે અર્થપૂર્ણ જોડાણ બનાવવા માટે અમારા શોને મંચ આપતા એન્ડટીવીનો પણ મનઃપૂર્વક આભાર માનવા માગું છું. ભીમાની વાર્તા પ્રેરણા આપવા, વિચારો પ્રેરિત કરવા અને સહાનુભૂતિ તથા સમજદારી કેળવવા માટે વાર્તાકથનની શક્તિ પર ભાર આપે છે.”

ભીમાની લેખિકા શાંતિ ભૂષણ ઉમેરે છે, “ઉત્તર પ્રદેશમાં અંતરિયાળ ગામડામાં 1970માં સ્થાપિક આ સામાજિક ડ્રામા કળાત્મક રીતે તેના દર્શકો સાથે સુમેળ સાધતા યુગને પ્રતિબિંબિત કરે છે. દરેક પાત્ર સૂઝબૂઝપૂર્વક વિકસાવાયું છે, જે દરેક સીન ઊંડાણથી સ્પર્શે તેની ખાતરી રાખે છે. ભીમાનું પાત્ર પ્રતિબિંબ પ્રજ્જવલિત કરે છે અને સામાજિક ડ્રામાને સફળતાની નવી ઊંચાઈએ લઈ જાય છે.”

ભીમામાં ટાઈટલ રોલ વિશે બોલતાં તેજસ્વિની સિંહ કહે છે, “ભીમા ભણવા માટે સાહસિક અને કટિબદ્ધ છે. તે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં અધિકાર માટે ઊભી રહે છે. તે પ્રેરણાત્મક અને શક્તિશાળી પાત્ર છે અને હું મુખ્ય ભૂમિકા ભજવવા માટે ભારે રોમાંચિત છું. મને આશા છે કે અમને શૂટ કરવાની મજા આવી તેટલી જ મજા અમારો શો જોવાનું લોકોને ગમશે.”

ભીમાની માતા ધનિયાની ભૂમિકા ભજવતી સ્મિતા સાબળે કહે છે, “ભીમાની રોચક વાર્તારેખા દર્શકોનું ધ્યાન ખેંચીને રહેશે. કલાકાર તરીકે અમે અર્થપૂર્ણ હોય અને અમીટ છાપ છોડે તેવી ભૂમિકા મેળવવા ભાર આપીએ છીએ. ધનિયા વહાલી માતા છે, જે તેના પરિવારને એકત્ર રાખે છે. તે શિક્ષણનું મહત્ત્વ સમજે છે અને ભીમાને ભણાવવાની હિમાયત કરે છે.”

ભીમાના પિતાની ભૂમિકા ભજવતો મેવા ઉર્ફે અમિત કુમાર કહે છે, “મેવા સીધોસાદો છે, જે દરેકનું ભલું ઈચ્છે છે અને હંમેશાં લોકોને મદદ કરવા માગે છે. જોકે તેની કમજોરી અન્યાય તેને અસર કરતો હોય તો પણ તેની વિરુદ્ધ બોલી શકતો નથી તેમાં રહેલી છે. મેવાનું પાત્ર અને ભીમાની રોચક વાર્તાએ શો માટે મને તુરંત આકર્ષિત કરે છે.”

જોતા રહો ભીમા, 6ઠ્ઠી ઓગસ્ટે રાત્રે 8.30 વાગ્યાથી, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!


Spread the love

Check Also

ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું

Spread the love એક સંમેલન સોવેનિર, 8 પુસ્તકો, સીસીઆરએચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્ઝના ઇ-પોર્ટલ અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *