
- પુરૂષાર્થ પ્રાર્થના, પ્રતિક્ષા હોય તો હૃદયની અયોધ્યામાં રામ પ્રગટે છે
- કથા આચાર્યોનું ભાષ્ય છે, ભાષણ નથી !
- રૂપ ઉછીના ન લેવાય પ્રીત પરાણે ન થાય !
અમદાવાદ, ગુજરાત | ૧૯ નવેમ્બર ૨૦૨૬ | ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે પાંચમાં દિવસે પૂજ્ય શ્રી બાપુની કથા મહારાષ્ટ્રની ઐતિહાસિક- રાજકીય ભૂમિ નાગપુર પહોંચી હતી. 1907 માં અંગ્રેજો એ અહીં ‘ઝીરોમાઈલ સ્ટોન’ મૂક્યો હતો. ‘સર્વેનું કેન્દ્ર’ પહેલા જ્યારે ગ્રેટ ટ્રિગોનોમિટ્રકલ સર્વે થયો ત્યારે નાગપુરને બેઝ બનાવીને સમગ્ર ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. એટલે નાગપુરને ફક્ત ‘ઝીરો માઇલસ્ટોન ઇંડિયા’ નહીં પણ ‘હાર્ટ ઑફ ઇન્ડિયા’ પણ કહેવામાં આવે છે.
પાંચમા દિવસની રામકથાનો સ્નેહમય સંવાદ આગળ ધપાવતા પરમ પ્રિય પરમ સાધુ બાપુએ કહ્યું કે, આ ભૂમિ પર ઘણા સ્મરણો થાય છે. લોકમાન્ય તિલક, શિવાજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) નું મુખ્ય મથક, પૂ ડોંગરેજી મહારાજ, પાંડુરંગ શાસ્ત્રીજી આવા ભિન્ન ભિન્ન ધારાઓના મહાપુરુષોની આ પાવનભૂમી છે. વારકરી સંપ્રદાયની અભંગ કીર્તન ધારા પણ આ ભૂમિ પરથી જ પ્રવાહિત થઈ છે. માત્ર, માત્ર અને માત્ર આધ્યાત્મિક હેતુ સાથે આ સ્વસ્તિક યાત્રાને ગુણાતીત બનવાનો પ્રયાસ પ્રયોગ છે. કોઈ પણ પ્રયોગ એ પ્રયાગ બને જરૂરી છે. મહારાષ્ટ્રની ભૂમિ પર મને ચાર આધ્યાત્મિક ગુરુઓમાં સ્વસ્તિકના દર્શન થાય છે. (1) માવલી જ્ઞાનેશ્વર (2) જગતગુરુ તુકારામ ભગવાન (3) સમર્થગુરુ સ્વામી રામદાસજી (શિવાજી મહારાજના ગુરુ) (4) સાક્ષાત વિઠોબા જગત, કલ્યાણ માટે ગુરુ બ્રહ્મા, વિષ્ણુ મહેશ એજ રામ – કૃષ્ણ હરિના નામ માં છે. આ સ્વસ્તિક વિશ્વમાંગલ્યનું છે. આપણા વૈદિક પરંપરાના ગ્રંથોમાં ગુરુના પ્રકારો દર્શાવાયા છે. જેમકે સૂચક ગુરુ, વાચક ગુરુ, બોધક ગુરુ, નિવેધક ગુરુ, માનસમાં નિષેધ ગુરુ કપટ મુનિ છે. વિહિત ગુરુ, કર્માખ્ય ગુરુ, પરમગુરુ વગેરે, આપણે ત્યાં ચોવીસ અવતાર , ચોવીસ ગુરુ એમ ચોવીસ મંત્ર છે. એમાંના કેટલાક સ્મરણમાં છે, જેમકે અનંત મંત્ર, અગાધ મંત્ર, સર્વભાષ મંત્ર, અમર મંત્ર, મહામંત્ર અપારમંત્ર, અક્ષય મંત્ર, અનધ મંત્ર, કર્ણમંત્ર, અબોલમંત્ર, ચિત્તમંત્ર ગોપ્ય મંત્ર, તારક મંત્ર, – દાદુ દયાલે પણ મંત્રની વાત કરે છે. દયાલ કહે છે કે રામ એજ રાજ મંત્ર છે. મારા દાદા ગુરુ તલગાજરડા છોડીને ક્યાંય ગયા નથી, કાકેડી જતા બાકી ક્યાંય ગયા નથી, મને યાદ છે કે દાદા બે જ મંત્ર બોલતા (1) રામકૃષ્ણ હરિ અને (2) ગુરુદેવ સમર્થ
પૂજ્ય શ્રી મોરારી બાપુએ કહ્યું કે કથા સાંભળવાની બે વિધ છે, બે સૂત્રો છે એક સાવધાન થઈને કથા સાંભળવી, લશ્કરમાં જેટલી સાવધાની હોય છે એટલી સાવધાની થી જ ભગવદ્ કથા સાંભળવી બીજું: સુમતિથી, સદબુદ્ધિથી, કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કથા સાંભળવી જોઈએ.
પૂજ્ય શ્રી મોરારી બાપુએ કથા રત્નોમાં એ ઉલ્લેખ્યું કે, જ્યોત સે જ્યોત જલાતે ચાલો પ્રેમ કી ગંગા બહાતે ચલો, રાહ મેં આયે જો દિન દુઃખી, સબકો ગલે સે લગાકે ચલો…
તેમણે કહ્યું કે, હરિનામ લેતા – લેતા અકારણ આંખમાંથી આંસુ આવે તો એ આંસુ નથી પણ આસુતોષ આવ્યા છે. કુંભકર્ણે અને રાવણે પ્રાપ્ત વરદાનોનો વિપરીત – અહિત ઉપયોગ કર્યો છે. ભગવદ્ કથા એ મોબાઈલ હોસ્પિટલ છે , આપણા કેમિકલ્સ બદલી નાખે છે ! ‘રામકૃષ્ણ હરિ + ગુરુદેવ સમર્થ ’ – ત્રિભુવન દાદા (બાપુના ગુરુ) બાપુએ કહ્યું કે, સાવધાન અને સુમતિ એ કથા શ્રવણના બે સૂત્રો છે. તૂકા એ આપણને રામ આપ્યા એટલે તુકારામ !
અસુરોનો નાશ વિષ્ણુ કરે છે અથવા વૈષ્ણવ કરે છે. (હનુમાનજી વૈષ્ણવ) અંતે બાપુએ દાદુ દયાલની પંક્તિ ઉલ્લેખતાં કહ્યું કે રામ એ જ રાજમંત્ર છે.
== સમાપ્ત ==
Aajna Samachar