ટાટા મોટર્સે Bauma CONEXPO ઈન્ડિયા 2026માં નેક્સ્ટ-જનરેશન મુખ્ય ઘટકોનો પોર્ટફોલિયો પ્રદર્શિત કર્યો

Spread the love

વિવિધ ઉદ્યોગો માટે આધુનિક જેનસેટ્સ, ઔદ્યોગિક એન્જિન અને લાઈવ એક્સેલ્સની વિશાળ શ્રેણી રજૂ કરી

મુંબઈ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ ઉત્પાદક અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાતા ટાટા મોટર્સે Bauma CONEXPO ઈન્ડિયા 2026માં નેક્સ્ટ-જનરેશન એગ્રીગેટ્સનો વ્યાપક પોર્ટફોલિયો પ્રદર્શિત કર્યો. પ્રદર્શિત ઉત્પાદનોમાં CPCB IV+ (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ IV+) સુસંગત ટાટા મોટર્સ જેનસેટ્સ (10 kVA થી 125 kVA ક્ષમતા ધરાવતા), ઉચ્ચ કાર્યક્ષમતાવાળા ઔદ્યોગિક એન્જિન (0.7L થી 3.3L ક્ષમતા ધરાવતા) ​​અને HR 210 લાઈવ એક્સેલ, જે ભારતમાં બનેલા અને ઉચ્ચ સ્થાનિક ઘટકો ધરાવતા દેશના પ્રથમ ‘હબ રિડક્શન એક્સલ’ છે, તેનો સમાવેશ થાય છે. આ સોલ્યુશન્સ મટીરિયલ હેન્ડલિંગ, બાંધકામ સાધનો, ઔદ્યોગિક ઉપયોગો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તે બાંધકામના પડકારજનક વાતાવરણમાં વિશ્વસનીયતા, ઉચ્ચ કાર્યક્ષમતા અને ટકાઉપણું પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યા છે.

આ પ્રદર્શન વિશે બોલતાં ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સના ‘પાર્ટ્સ એન્ડ એગ્રીગેટ્સ બિઝનેસ’ના પ્રમુખ શ્રી વિક્રમ અગ્રવાલે જણાવ્યું હતું કે, “Bauma CONEXPOએ ટાટા મોટર્સના એગ્રીગેટ્સ પોર્ટફોલિયોની ક્ષમતા અને વિવિધતા દર્શાવવા માટેનું એક મહત્ત્વપૂર્ણ મંચ છે. અમે ભારતમાં વિશ્વ- સ્તરીય એન્જિનિયરિંગ ક્ષમતાઓ વિકસાવી છે: એન્જિન, જેનસેટ્સ અને એક્સેલ્સ કે જે ભારતમાં જ ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવ્યા છે, જેથી તે અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી શકે. ઉદ્યોગ સતત અને ઉચ્ચ- તીવ્રતાવાળા પ્રોજેક્ટ સાઈકલ તરફ આગળ વધી રહ્યો છે તેમ ગ્રાહકોને એવા સોલ્યુશન્સની જરૂર છે જેની પર તેઓ ભરોસો કરી શકે. અમારું ધ્યાન અમારા એગ્રીગેટ્સ પોર્ટફોલિયોને મજબૂત કરવા અને વિવિધ ઉપયોગોમાં અમારી હાજરી વિસ્તારવા પર છે, જેથી વધુ સારી કાર્યક્ષમતા સાથે સુરક્ષિત ઉત્પાદનો પ્રદાન કરી શકાય.”

Bauma Conexpo 2026માં ટાટા મોટર્સના એગ્રીગેટ્સ

  • જેનસેટ એન્જિન: 0.7L 2-સિલિન્ડર એન્જિન (10-15 kVA), 1.5L 4-સિલિન્ડર (20-35 kVA) – કોમ્પેક્ટ, ઇંધણ-કાર્યક્ષમ અને અત્યંત વિશ્વસનીય.
  • ઔદ્યોગિક એન્જિન: 497 નેચરી A (41 kW), 497 TC (74 kW) અને 3.3L TC (101.5 kW) – બાંધકામ, મટીરિયલ હેન્ડલિંગ અને અન્ય ઔદ્યોગિક ઉપયોગો માટે.
  • ટાટા મોટર્સ જેનસેટ્સ: CPCB IV+ ઇન્ટેલિજન્ટ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ સાથે સુસંગત – 10 kVA થી 125 kVA રેન્જ.
  • HR 210 લાઇવ એક્સેલ: ભારતનું પ્રથમ હબ રિડક્શન એક્સેલ; ઉચ્ચ સ્થાનિક સામગ્રી સાથે સ્વદેશી ડિઝાઇન; માગણીવાળા બાંધકામ વાતાવરણમાં વિશ્વસનીય કામગીરી માટે બનાવવામાં આવ્યું છે.

ટાટા મોટર્સ એગ્રીગેટ્સ તેમની ઉચ્ચ ટકાઉપણું, કાર્યક્ષમતા અને પ્રદર્શન દ્વારા અલગ પડે છે. ઔદ્યોગિક એન્જિન રેન્જ ભારતીય બાંધકામ વાતાવરણના લાક્ષણિક ચલ, ઉચ્ચ- લોડ ડ્યુટી ચક્ર હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરવા માટે એન્જિનિયર્ડ કરવામાં આવી છે, જ્યારે જેનસેટ્સ લાઇનઅપ  રિયલ -ટાઇમ ડાયગ્નોસ્ટિક ટ્રેકિંગ અને રિમોટ કોસ્ટ ઑપ્ટિમાઇઝેશન માટે ઇન્ટેલિજન્ટ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ્સ (55 kW કરતાં ઓછા વેરિયન્ટ માટે વૈકલ્પિક) સાથે સંપૂર્ણપણે સંકલિત આવે છે. આ જેનસેટ્સ સાબિત ટાટા મોટર્સ વાહન એન્જિન પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે, જે સ્થિર પાવર એપ્લિકેશનો માટે રોડ-પરીક્ષણ વિશ્વસનીયતા લાવે છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ઋષિ+મુનિ બરાબર પરમસાધુ

Spread the love ઋષિ-મુનિ મળી જાય તો સબબિધિ સાધુ છે. કૂળ પણ સાધુ,કૂખ પણ સાધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *