નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ધોલેરા રિવ્યૂ ટૂર’ દરમિયાન GAP ગ્રુપના અખિલમ ટાઉનશીપ પ્રોજેક્ટની મુલાકાત લીધી

Spread the love

ધોલેરા, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ઉભરતા ઈન્ડસ્ટ્રીયલ હબમાં ચાલી રહેલા વિકાસની સમીક્ષા કરી હતી. આની સાથે જ તેમણે આ પ્રદેશના અનુમાનિત ગ્રોથ માટે વિકસિત થઈ રહેલાં સપોર્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓનું મૂલ્યાંકન પણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન, સંઘવીની સાથે મુખ્યમંત્રીના સલાહકાર એસએસ. રાઠોડ, ઉદ્યોગ સચિવ મમતા વર્મા, પ્રવાસન સચિવ અને DICDL ના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ આર્ય અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર રુશિન ભટ્ટ પણ હાજર હતા.

GAP ગ્રુપના ચેરમેન ગોપાલ ગોસ્વામી, મેનેજિંગ ડિરેક્ટર અંબરીશ પરજીયા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રવિ પટેલે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું અને તેમને સંકલ્પ પત્ર, શંખ અને ભગવદ ગીતાની એક કોપી ભેટમાં આપી હતી, જે ‘વિકસિત ભારત’ના વિઝનમાં યોગદાન આપવાનું સામૂહિક સંકલ્પ દર્શાવે છે.

આ મુલાકાતના ભાગરૂપે, પ્રતિનિધિમંડળે ધોલેરાના એક્ટિવેશન એરિયામાં સ્થિત GAP ગ્રુપના અખિલમ ટાઉનશીપ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, કંપનીના પ્રતિનિધિઓએ નાયબ મુખ્યમંત્રીને પ્રોજેક્ટની પ્રગતિ અને આ પ્રદેશની રેસીડેન્સીયલ અને કોમર્શિયલ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તેની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી હતી. પ્રતિનિધિમંડળે ટાઉનશીપમાં વિકસાવવામાં આવી રહેલા સ્ટુડિયો એપાર્ટમેન્ટ્સ, કો-વર્કિંગ સ્પેસ અને ફૂડ કોર્ટ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

શ્રી હર્ષ સંઘવીએ આ સુવિધાઓના વિકાસની પ્રશંસા કરી હતી અને પ્રદેશમાં થઈ રહેલા ઝડપી ઔદ્યોગિકીકરણને સમર્થન આપવા માટે ગુણવત્તાયુક્ત રેસીડેન્સીયલ અને લાઈફ સ્ટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ડેવલપર્સને પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેથી ધોલેરામાં કામ શરૂ કરનારા ઉદ્યોગોની વધતી માંગ પૂર્ણ કરી શકાય.

નાયબ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં રોકાણ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓ સતત વધી રહી છે તેથી નજીકના ભવિષ્યમાં ધોલેરામાં રહેવા માટે તૈયાર ઘરોની માંગમાં નોંધપાત્ર વધારો થશે.

સાઈટ વિઝીટ દરમિયાન, GAP ગ્રુપના અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળને ધોલેરામાં રેસીડેન્સીયલ ડેવલપમેન્ટ માટે સૌથી મોટા RCC રાફ્ટ ફાઉન્ડેશનના કંસ્ટ્રક્શન વિશે માહિતી આપી હતી. તેમણે આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાતી સ્કેલ અને એન્જિનિયરિંગ ક્ષમતાઓ વિશે પણ સવિસ્તાર માહિતી આપી હતી.

આ મુલાકાત અંગે GAP ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અંબરીશ પરજીયાએ જણાવ્યું હતું કે, “નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની આ મુલાકાત, એ ધોલેરાના ડેવલપમેન્ટ પર વધતું ફોકસ દર્શાવે છે. પરસ્પર સહયોગ અને જોડાણની આવી પ્રવૃત્તિઓ ડેવલપમેન્ટ અને રોકાણકારોને પ્રોત્સાહન આપે છે અને વિકસીત કરવામાં આવી રહેલી ઇકોસિસ્ટમમાં વિશ્વાસને વધુ મજબૂત કરે છે. અમે ધોલેરાને એક મુખ્ય ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન (ઔદ્યોગિક અને શહેરી) સ્થળ તરીકે ઉભરી આવવામાં મદદ કરતા ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પ્રતિબદ્ધ છીએ.”

GAP ગ્રુપના ચેરમેન ગોપાલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “ધોલેરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને ‘વિકસિત ભારત’ની આકાંક્ષાઓ વ્યક્ત કરે છે. GAP ગ્રુપ ખાતે, અમારું વિઝન ‘વિકસીત ભારત 2047’ ના વિશાળ રાષ્ટ્રીય વિઝન સાથે બરાબર મેળ ખાય છે. અખિલમ જેવા પ્રોજેક્ટ્સ અને ધોલેરામાં અમારા સતત રોકાણો દ્વારા, અમારું લક્ષ્ય રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું છે, જે આ પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપશે. જમીન સ્તર પર પૂરી દૃઢતા સાથે વિકાસકાર્ય, એ આ દ્રષ્ટિકોણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની સૌથી મજબૂત અભિવ્યક્તિ છે.”

ઉલ્લેખનીય છે કે, ધોલેરામાં ઉદ્યોગો અને રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. આશા છે કે, રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ મળવાથી આ પ્રદેશના આગામી તબક્કાના વિકાસને ઝપપથી વેગ મળશે.


Spread the love

Check Also

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા એપીઆઇ 5એલ એક્સ100ને સમકક્ષ સૌથી વધુ મજબૂત વેલ્ડેડ પાઇપનું ઉત્પાદન કરતી વિશ્વની પ્રથમ સ્ટીલ કંપની બની છે

Spread the love અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (એબીએસ) દ્વારા પ્રમાણિત, મજબૂતીનાં પરિમાણો સહિત ઓફશોર એપ્લિકેશન્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *