શનિવારથી પાલીતાણામાં પૂ.મોરારિબાપુના શ્રીમુખેથી ગુંજશે રામનામનું ગાન

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૪ એપ્રિલ ૨૦૨૬ — પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામનામનું કથાગાન સાંભળવું એ હવે સૌભાગ્યનો વિષય બની ગયો છે.કારણ કે બાપુની કથાઓ અને તેનો ક્રમ દેશ-વિદેશમાં અનેક રીતે ભરપૂર અને પ્રચુર રહેતો હોય છે ત્યારે પોતાના પૈત્રિક વતનમાં કથાગાન કરવાનું મનસુબો પણ પૂરો થઈ શકતો નથી.પરંતુ આ અવસર હવે આગામી 18 એપ્રિલથી પાલીતાણા આંગણે ઉજવાવા અજવાસ પાથરી રહ્યો છે.કથાનુ સમાપન તા 26/04/26 ના થશે.

સમગ્ર ભારતના નકશામાં જૈન તીર્થસ્થાન તરીકે જેનું આગવું અને પવિત્ર નામ છે તેવા તીર્થભૂમિ પાલીતાણાના આંગણે પૂ. મોરારિબાપુ રામ ચરિત માનસની વ્યાસપીઠ લઈને 48 વર્ષ પછી ફરી પધારી રહ્યાં છે. આ અગાઉ સને 1977 અને સને 1974 માં પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું ગાન થઈ ચૂક્યું છે‌. એટલે કે આ ભૂમિ પર બાપુની કથાનો ક્રમ ત્રીજો છે.પરંતુ કથાના કુલ ક્રમમાં આ કથા હવે 976 મી રામકથા શનિવારથી પાલીતાણા તીર્થભૂમિ ખાતે સગાપરા ધાર ખાતે કૈલાસ ટેકરી અને જડેશ્વર મહાદેવની નિશ્રામાં પૂ. લાલગીરી બાપુની પાવન સંનિધ્ધિમાં ગુંજી ઉઠશે.

પાલીતાણાથી ચાર કિલોમીટર દૂર સ્વયંભુ જડેશ્વર મહાદેવના પ્રાંગણમાં કથાનું ગાન થવાનું છે. કથાની સાથે અનેક પ્રકારના સેવા સંકલ્પો પણ જોડાઈ ગયાં છે.જેમાં 13 કરોડ રામનામનું લેખન,રામ રથયાત્રાઓ અને પાલખીયાત્રાઓ, સાધુ સંતોને પ્રસાદ કીટ અને રામવાટિકાઓથી વૃક્ષારોપણનો સમાવેશ છે.હનુમાનજી મંદિર અને ગણેશ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પણ યોજાશે. કથાના યજમાન પૂ.શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુ અને તેનો સમગ્ર સેવકગણ આ કથાની સફળતા માટે દિન રાત પ્રયત્નો કરી રહ્યો છે.કથા દરમિયાન પૂ.જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી શ્રી શરણાનંદજી,શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી,શ્રી શેરનાથ બાપુ,શ્રી અવધેશાનંદગીરીજી અને શ્રી જૈન મુનિ લોકેશનજી જેવા રાષ્ટ્રીય કક્ષાએ અગ્રણી ભૂમિકા ભજવતા સંતો પણ આ કથા દરમિયાન ઉપસ્થિત રહેશે.

આ કથાની એક બીજી વિશેષતા એ છે કે પૂ.મોરારીબાપુનુ કથાનિવાસ્થાન ત્યાંથી 36 કીમી દૂર કદમગીરીની પર્વતમાળામાં રહેવાનું છે. બાપુ નિવાસ્થાનથી કથા સ્થળ સુધી આવન જાવન કરવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાના છે. તે કદાચ પહેલી વખત આવું આયોજન થઈ રહ્યું છે.

કથાનું શિર્ષક ઘણાં સમય પહેલાં સુનિશ્ચિત થઈ ચૂક્યું છે તે છે” માનસ નવકાર મંત્ર”.પરંતુ આ નવ મંત્રો હિન્દુ ધર્મના છે. હરિ ઓમ, કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય વગેરેના વિચાર ગર્ભની ચર્ચા અને સંવાદ સનાતન ધર્મના સંદર્ભમાં થશે.

કથા આયોજન સમિતિના તમામ સદસ્યો અને આજુબાજુના ગામોના મંડળો દિન રાત આયોજનને સફળ કરવા માટે પોતાનો પ્રસંગ સમજીને તનતોડ મહેનત કરી રહ્યા છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *