કેવળ પ્રેમના દૂધમાં કેવળ જ્ઞાન સાકરની જેમ ભળી જાય છે.

Spread the love

સત્ય ભગવાન રામનો પ્રભાવ છે,વિરોધ કરનાર પણ રામને જ પસંદ કરે છે.

પ્રેમ રામનો સ્વભાવ છે અને કરુણા રામનો પ્રવાહ છે.

સનાતન ધર્મ એ છે જેને આકાશ પણ નાનું પડે છે.

માનસની મશાલ લઈને એકલો જ નીકળ્યો છું,કોઈ નેટવર્ક વગર,કોઈ પણ પ્રકારની ગોઠવણ વગર નીકળેલો છું:મોરારિબાપુ.

કર્મ અને ફળ બંને વિસ્તૃત થઈ જાય એ ધ્યાન છે. 

ભારત મંડપમ્ દિલ્હીમાં ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસે ઓશોનાં અનુજ તેમજ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ પણ કથામાં આવેલા. તેઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા.

જે ચાર પંક્તિ માનસમાંથી લીધેલી છે એમાં પ્રથમ પંક્તિ ભગવાન રામના શબ્દ છે.વનવાસની પહેલી રાત્રીએ રામના મુખમાંથી આ પંક્તિ નીકળે છે કે સત્ય સમાન કોઈ ધર્મ નથી.રામ બ્રહ્મ છે છતાં પણ કહે છે કે આગમ અને નિગમમાં આવું લખેલું છે. બીજી પંક્તિ ભગવાન રામ કોલ-કીરાતો પાસે જાય છે,જાણે પોતાના બાળકોની વાત એક બાપ સાંભળતો હોય એમ સાંભળે છે કારણ કે રામ માત્ર પ્રેમના ભૂખ્યા છે.કેવલ પ્રેમના દૂધમાં કેવળ જ્ઞાન સાકરની જેમ ભળી જાય છે.

ત્રીજી પંક્તિ પરમ સાધુ ભરતનાં મુખમાંથી નીકળી છે સત્ય ભગવાન રામનો પ્રભાવ છે,વિરોધ કરનાર પણ રામને જ પસંદ કરે છે.પ્રેમ રામનો સ્વભાવ છે અને કરુણા રામનો પ્રવાહ છે.વેદવિદિત પરમ ધર્મ એ અહિંસા છે એવું કાગભુશુંડી કહે છે.

આ ચાર શબ્દ સનાતન ધર્મના સ્વભાવમાં છે. વેદકાલીન સનાતન ધર્મના લક્ષણો વિશે અથવા તો તેના સ્વભાવ વિશે બાપુએ વાત કરી.તેમજ સનાતન શબ્દનાં અમરકોશ અને ભગવદ્ગોમંડલમાંથી વિવિધ અર્થો કેવા થાય છે એની વાત કરી.

સનાતન ધર્મ એ છે જેને આકાશ પણ નાનું પડે છે. બાપુએ જણાવ્યું કે માનસની મશાલ લઈને એકલો જ નીકળ્યો છું,કોઈ નેટવર્ક વગર,કોઈ પણ પ્રકારની ગોઠવણ વગર નીકળેલો છું.

દિલ્હીના વિકાસની વાત કરતા કહ્યું કે આ ભારત મંડપમ તો જુઓ કેટલો અદભુત છે! અને આ માટે યશસ્વી વડાપ્રધાનને હું વધાઇ આપવા ઈચ્છિસ. સનાતન ધર્મના સ્વભાવમાં:

૧-સત્ય.ગાંધીજી કે સોક્રેટીસના સત્યનો પ્રભાવ જુઓ.૨-રુત-એ સત્ય જેના દ્વારા સૂરજ નીકળે છે. ૩-યજ્ઞ:પોતાની જાતને સમાજ માટે આહૂત કરી દેવી. ૪-ધર્મને કર્મમાં પરિવર્તિત કરવું.૫-પૂર્વ જન્મ અને પુનઃજન્મ.૬-ધ્યાન:કર્મ અને ફળ બંને વિસ્તૃત થઈ જાય એ ધ્યાન છે.અને સાતમું વર્ણાશ્રમ એ ભેદ નથી પણ આવશ્યક વ્યવસ્થા છે.

પાલીતાણામાં પણ કથા કરવી છે ત્યારે માનસ નવકાર.ત્યારે એક-એક ધર્મમાંથી એક-એક મંત્ર લેવો છે એવું બાપુએ કહ્યું.

માતૃ વંદનામાં સીતાજીની વંદના કરી

જનકસુતા જગજનની જાનકી,

અતિશય પ્રિય કરુનાનિધાન કી

રામની વંદના કરી અને એ પછી ભગવાનનાં પાવન નામની વંદના કરતા કહ્યું કે પ્રણવ બોલો,રામ બોલો કોઈ પણ નામ બોલો કોઈ ફરક પડતો નથી.પણ રામનામનાં મહત્વ વિશે ૭૨ પંક્તિઓમાં તુલસીદાસે નામ મહિમાનું ગાન કર્યું છે.એ પંક્તિઓનું વર્ણન કરીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *