ટર્મ ઇન્શ્યોરન્સ: ભારતીય પરિવારો માટે ફાઇનાન્સિયલ સિક્યોરિટીનો પાયો

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૬મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્રમાં, ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ મહત્વપૂર્ણ ફાઇનાન્સિયલ સુરક્ષા પૂરી પાડી શકે છે. પરિવારનો ખર્ચ ઉઠાવનારનું કમનસીબ અને અકાળ મૃત્યુ બાદ, તેમના આશ્રિતોને એક સુરક્ષિત જીવન મળી શકે છે, જ્યારે તેમની ફાઇનાન્સિયલ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે.

ટર્મ ઇન્શ્યોરન્સ શા માટે?

ટર્મ ઇન્શ્યોરન્સ પ્રમાણમાં ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ જીવન કવર પૂરું પાડે છે, જે તમારી ગેરહાજરીમાં તમારા પ્રિયજનોના ફાઇનાન્સિયલ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક આદર્શ સાધન બનાવે છે. ઉદાહરણ તરીકે એક 30 વર્ષનો સ્વસ્થ પુરુષ જેને પહેલેથી કોઈ બીમારી નથી અને તે ધૂમ્રપાન પણ કરતો નથી, તે લગભગ 1,000 રૂપિયાની આસપાસ માસિક પ્રીમિયમ ચૂકવીને 30 વર્ષની મુદત માટે 1 કરોડનું કવર મેળવવા માટે યોગ્ય બની શકે છે. પોલિસીધારકનુ કમનસીબ કિસ્સામાં મૃત્યુ થવા પર પૉલિસીમાંથી મળનાર પૈસા પરિવારને તાત્કાલિક ખર્ચાઓને પૂર્રા કરવામાં, દેવાની ચૂકવણી કરવામાં, બાળકોના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવામાં અથવા તેમના જીવનધોરણને જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

યોગ્ય કવરેજ અને કાર્યકાળ કેવી રીતે નક્કી કરવો?

યોગ્ય ટર્મ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવામાં વર્તમાન ખર્ચ, જવાબદારીઓ અને ભવિષ્યની જવાબદારીઓનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે. એક સામાન્ય નિયમ એ છે કે તમારી વાર્ષિક આવકના 10 થી 15 ગણું કવર પસંદ કરો. પરંતુ એક આદર્શ અભિગમ એ છે કે નીચેનાનો પણ વિચાર કરવો:

બાકી અને સંભવિત જવાબદારીઓ: હોમ લોન, શિક્ષણ લોન, પર્સનલ લોન

આશ્રિતોની જરૂરિયાતો: શિક્ષણ, લગ્ન, આરોગ્યસંભાળ અને જીવનશૈલી ખર્ચ

ફુગાવો: પોલિસીની મુદત દરમિયાન વધતા ખર્ચાઓનું કારણ પણ ધ્યાનમાં રાખો: ભલે આજે તમારું કુટુંબ ન હોય, પણ જ્યારે પણ તમે કુટુંબ શરૂ કરવાની યોજના બનાવો છો, ત્યારે મેડિકલ અને શૈક્ષણિક ખર્ચ વધશે અને તમારા પ્રિયજનોને પૂરતી નાણાકીય સુરક્ષાની જરૂર પડશે.

આ કાર્યકાળ આદર્શ રીતે તમારા કાર્યકાળના વર્ષોને આવરી લેવો જોઈએ – લગભગ 60-65 વર્ષની ઉંમર સુધી. જો તમે ફિટ છો અને લાંબા સમય સુધી કામ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે વધુ કાર્યકાળનો વિચાર કરી શકો છો. તમારે 30-40 વર્ષનો પ્લાન ખરીદવો એ એક શ્રેષ્ઠ કોમ્બિનેશન છે – તેનાથી તમને યોગ્ય પ્રીમિયમ પર વધુમાં વધુ પ્રોટેકશન મળે છે.

રિટર્નઓફપ્રીમિયમ vs પ્યોર ટર્મ પ્લાન: શું પસંદ કરવું?

લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે ટર્મ પ્લાન પોલિસીધારકોને પોલિસી મુદત પૂરી થયા પછી પણ પુરસ્કાર આપતા નથી. જોકે, એ સમજવું જરૂરી છે કે ટર્મ પ્લાન કમનસીબ ઘટનાઓના જોખમને આવરી લે છે અને પોલિસી પર વળતરની અપેક્ષા રાખવાથી સુરક્ષાનો પ્રાથમિક હેતુ નિષ્ફળ જાય છે. તેમ છતાં જો તમે રિટર્ન ઓફ પ્રીમિયમ (ROP) ટર્મ પ્લાન પસંદ કરો છો, તો તમે શરતોને આધીન, ટર્મ મુદત પૂરી થયા પછી પ્રીમિયમ પાછું મેળવવા માટે હકદાર છો.

ઇન્શયોરન્સ અવેરનેસ કમિટી(IAC-લાઇફ) ના સભ્ય મિહિર દાનીએ જણાવ્યું હતું કે, “વધતી જવાબદારીઓ સાથે, ટર્મ ઇન્શ્યોરન્સ એક એવી જરૂરિયાત છે જે આશ્રિતોની ફાઇનાન્સિયલ સુખાકારીને સુરક્ષિત કરી શકે છે અને તમને અવરોધ વિના આગળ વધવાની મંજૂરી આપે છે. પરિવારનું ભવિષ્ય સુરક્ષિત હોવાથી, તમને તમારી ક્ષમતા અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માનસિક શાંતિ મળે છે. જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે ‘યોગ્ય સમય’ની રાહ જોઈ રહ્યા છો, તો તે આજે છે. હું દરેક પરિવારને વિનંતી કરું છું કે તેઓ આજે જ તેમના કમાણી કરતા સભ્યોના જીવનનો વીમો લઈને તેમના ફાઇનાન્સિયલ પ્લાનિંગનો પાયો નાંખે.”

===♦♦♦♦♦♦===


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *