
અમદાવાદ, ગુજરાત | ૦૬ માર્ચ ૨૦૨૬ — આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી (ગુજરાત હાઇકોર્ટ) તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સુશીલકુમાર મધુક ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કાર્યક્રમને ખુલ્લોમુકવામાં આવ્યો. વધુમાં માનનીય કમિશનર (એક્ઝેમ્પશન) શ્રી વી. નંદકુમાર પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 થી વધુ સભ્યો, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કર સલાહકારો તથા ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિવિધ એસોસિએશનોના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનશ્રીએ તેમના સંબોધનમાં આવકવેરા અધિનિયમ તથા જીએસટી કાયદાની જટિલતાઓનું તલસ્પર્શી વિશ્લેષણ રજૂ કર્યું હતું. સાથે જ આજના *ટેકનોલોજીના યુગમાં વધતા જતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)*ના ઉપયોગ અંગે યુવા વર્ગે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ તે બાબતે વિશેષ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન અતિથિ વિશેષ મુખ્ય આવકવેરા કમિશનરશ્રીએ તેમના સંબોધનમાંઆવકવેરા ક્ષેત્રમાં ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિશેષ રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે આવકવેરા અધિનિયમ 2025ના અમલીકરણમાં કરવ્યવસાયીઓના સહયોગની મહત્વતા પર ભાર મૂકતા, નવા કાયદાની સફળ અમલવારી માટે સૌને સહભાગી બનવા માટે આહ્વાન કર્યું હતું. તેમજ ગુજરાતની કરવેરા સિદ્ધિઓમાં કરવ્યવસાયીઓ અને કરદાતાઓના મહત્વપૂર્ણ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં, આ બે દિવસીય ટેક્સ કોનક્લેવ 2026 દરમિયાન જીએસટી તથા ઇન્કમ ટેક્સ સંબંધિત વિવિધ વિષયો પર તજજ્ઞ વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે આગામી સત્રોમાંસભ્યોને માર્ગદર્શન અને વિશ્લેષણાત્મક માહિતી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સાતમી શ્રેણીનું કોનક્લેવ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન તેમજ ઓલ ગુજરાત ફેડરેશનઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ ઝળહળતી સફળતાનો શ્રેય બંને એસોસિએશનના યુવા પદાધિકારીઓના સક્રિય પ્રયાસોને જાય છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં દાતાશ્રીઓ અને સહયોગીઓનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
આ કાર્યક્રમની સફળતા માટે કોન્ફરન્સનાચેરમેન એડવોકેટ ધીરેશ ટી. શાહ અને સી.એ. બકુલ આઈ. શાહ, તેમજ બંને એસોસિએશનના પ્રમુખ શ્રીઓ એડવોકેટ ડૉ. કાર્તિકેય બી. શાહ, એડવોકેટ આશુતોષ ઠક્કર અને માનદ્ મંત્રી શ્રીઓસી.એ. પાર્થ દોશી અને સી.એ. શિવમ ભવસારનો વિશેષ ફાળો રહ્યો છે. ઉપરાંત યુવા કાર્યકર્તાઓનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
વધુમાં, બંને એસોસિએશન દ્વારા કરક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વરિષ્ઠ ધારાશાસ્ત્રી એડવોકેટ ધીરેશ ટી. શાહને “ટેક્સ રત્ન” પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
Aajna Samachar