યુસ્ટા એ વડોદરામાં પોતાના સેકેન્ડ સ્ટોરનો પ્રારંભ કર્યો અને રોયલ અંદાજમાં સેલિબ્રેશન કર્યું

Spread the love

ગુજરાત જુલાઈ 2024: રિલાયન્સ રિટેલ્સની યૂથ સેન્ટરિક ફેશન બ્રાન્ડ યુસ્ટાએ વડોદરામાં પોતાનાસેકેન્ડ સ્ટોરના રોયલ અંદાજમાં ઉદઘાટન સાથે સેલિબ્રેશન કર્યું. વડોદરાના મહારાજા મહામહિમ સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડની ઉપસ્થિતિએઆ કાર્યક્રમની શોભા વધારી હતી, જે યુસ્ટાની સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

બરોડા ક્રોસવે ખાતેના નવા યુસ્ટા સ્ટોરની મુલાકાત દરમિયાન મહામહિમે વ્યક્તિગત રીતે નવા યુસ્ટા એપેરલ પસંદ કર્યા અને ખરીદ્યા જે તેમણે પોતાની પસંદગીની ચેરિટીમાં દાનમાં આપ્યા.  આ ઉદાર કાર્ય સામાજિક પ્રભાવ માટે બ્રાન્ડના સમર્પણને રેખાંકિત કરે છે અને યુસ્ટાના મુખ્ય મૂલ્યોને પોતાની કામગીરીમાં એકીકૃત રીતે સંકલિત કરે છે.

યુસ્ટા પોતાના ગ્રાહકોને મિશનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે, તેઓને ફેશનની સાથે- સાથે સ્થિરતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા સમુદાયના સમર્થનના પ્રયાસોના ભાગરૂપે જૂના કપડાં દાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ઉદ્ધાટન સમારોહમાં મહારાજાએ વિવિધ ચેરિટી સંસ્થાઓની સ્થાપના અને સમર્થનમાં પોતાના અનુભવો પરથી દાનની શક્તિ અને જીવનને સમૃદ્ધ બનાવવાની ક્ષમતાને લઇને સંબોધન કર્યું.  તેમના સંદેશે સખત મહેનતના મૂલ્યને વધુ મજબૂત બનાવ્યું અને તેની પરિવર્તનકારી અસર સભામાં ઊંડે સુધી પડઘો પાડતી હતી.

યુસ્ટા સ્ટોરની શરૂઆત થઇ ત્યાર લઇને યંગ શોપર્સને પોતાની ટ્રેન્ડી ટોપ ટૂ બોટમ એન્સેમ્બલ્સ, યુનિસેક્સ અને કેરેક્ટર મર્ચેન્ડાઈઝ તથા પોતાની વિશિષ્ટ ‘’સ્ટારિંગ નાઉ’’ કલેક્શનના માધ્યમથી વિકલી ફેશન ડ્રોપ્સ સાથે મોહિત કર્યા છે, જેની કિંમત રૂ. ૯૯૯થી ઓછી છે, જેમાં મોટાભાગની કિંમત રૂ. ૪૯૯થી પણ ઓછી છે.

સામુદાયિક જોડાણ અને સ્થિરતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા આ વડોદરા સ્ટોર પોતાના સમર્થકો માટે સમકાલીન અનુભવ સુનિશ્ચિત કરતા સેલ્ફચેકઆઉટ કાઉન્ટર્સ અને ચાર્જિંગ સ્ટેશનો સાથે સંપૂર્ણ આધુનિક ટેક સક્ષમ શોપિંગ વાતાવરણ પ્રદાન કરે છે. આ પહેલ મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, કેરળ, તમિલનાડુ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પોતાની ઝડપથી વિસ્તરતા નેટવર્કમાં જોવા મળતા યુસ્ટાના વ્યાપક મિશન સાથે સંરેખિત છે.

ફેશન લવર્સ વડોદરા સ્ટોરની મુલાકાત લઈ શકે છે અથવા AJIO અને JioMart પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ખરીદી કરી શકે છે. નવી અપડેટ્સ માટે @youstafashion પર અથવાInstagram પર યુસ્ટાને ફોલો કરી શકે છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *