યામાહા દ્વારા વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન

Spread the love

વડોદરા, ગુજરાત: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) દ્વારા તેની અધિકૃત ડીલરશિપ હર્ષિલ મોટર્સ, ડાયનેમિક મોટર્સ અને યતી વ્હીલ્સ સાથે આજે વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીમાં 46 યામાહાના ગ્રાહકોએ ભાગ લીધો હતો, જ્યારે આશરે 100 ગ્રાહકોએ બ્રાન્ડ દ્વારા આયોજિત અનેક સહભાગી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટી આયોજન કરવાનો ઉદ્દેશ ખાસ કરીને ફાસિનો 125 સહિત યામાહા હાઈબ્રિડ સ્કૂટર્સની ઉતતમ ઈંધણ કાર્યક્ષમતા વિશે વ્યાજ લોકોમાં જાગૃતિ વધારવાનો હતો.

મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટી સહભાગીઓ માટે સંક્ષિપ્ત સત્ર સાથે વડોદરામાં યોજાઈ હતી. આ સત્ર દરમિયાન નિષ્ણાતોએ અસરકારક રાઈડિંગ ટેક્નિક્સ પર ઈનસાઈટ્સ આપી હતી અને પ્રવાસ માટે નિયુક્ત રુટ અધોરેખિત કર્યો હતો. આ પછી યામાહા સ્કૂટર્સ 24 કિલોમીટરની રાઈડ શરૂ થાય તે પૂર્વે તેમાં ઈંધણ ભરવામાં આવ્યું હતું. આ રાઈડમાં શહેરી ટ્રાફિક, અસમાન રસ્તાઓ અને ખુલ્લા રસ્તાઓ જેવી વિવિધ ડ્રાઈવિંગની સ્થિતિઓનો સમાવેશ થાય છે. આથી સહભાગીઓને સ્કૂટરનું સસ્પેન્શન, મેનુવરેબિલિટી, બ્રેકિંગ, એક્સિલરેશન અને આરંભિક પિક-અપનું મૂલ્યાંકન કરવા દેવાયું હતું. રાઈડ પૂર્ણ કરવા પર અને સ્થળ ખાતે પાછા આવવા પર સ્કૂટરોને આરંભિક સ્તરે ફરીથી ઈંધણથી ભરી દેવાઈ તી અને માઈલેજની ગણતરી માટે ઈંધણના ઉપભોગની નોંધ કરવામાં આવી હતી.

આ પછી દરેક સહભાગીને ખાસ સુવેનિયર અને કોમ્પ્લિમેન્ટરી વેહિકલ વોશ સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત યામાહાની વ્યાપક 10 પોઈન્ટ નિરીક્ષણ થકી ગ્રાહક સંતોષ પ્રત્યે કટિબદ્ધતા અધોરેખિત કરાઈ હતી, જેથી આ ચેલેન્જમાં ભાગ લેનારા ગ્રાહકોનાં સર્વ વાહનો માટે મહત્તમ પરફોર્મન્સ અને સુરક્ષની બાંયધરી રહી શકે.

સહભાગીઓમાં ટોચના 5 વિજેતા નીચે મુજબ છે અને તેમની આ સિદ્ધિની સરાહના ભાગરૂપ તેમને ટ્રોફીઓ, સર્ટિફિકેટ્સ અને ગિફ્ટ કાર્ડસ આપવામાં આવ્યાં હતાં:

વિજેતા ગ્રાહકનું નામ હાંસલ માઈલેજ
1 Kishan Sisodiya 92 KMPL
2 Ramesh Parmar 91 KMPL
3 Sriee Patel 88 KMPL
4 Ramnaresh 86 KMPL
5 Nitin Adial 83 KMPL

 


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *