શાઓમી ઇન્ડિયાએ ફાયર ટીવીની સાથે Xiaomi QLED FX Pro અને 4K FX સીરીઝ લોન્ચ કરી

Spread the love

⇒ એલેક્સા અને ડીએલજી 120Hz ટેકનોલોજી સાથે એક સ્માર્ટ, ઇમર્સિવ વ્યૂઇંગ અનુભવ

બેંગ્લોર 8 મે 2025: વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અગ્રણી શાઓમી ઇન્ડિયા, Xiaomi QLED TV FX Pro અને Xiaomi 4K TV FX સીરીઝના લોન્ચ સાથે ઘરના મનોરંજનના અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવાનું ચાલુ રાખે છે, જેમાં ફાયર ટીવી બિલ્ટ-ઇન છે. દૈનિક દિનચર્યાઓમાં સહજતાથી એકીકૃત થવા માટે ડિઝાઈન કરાયેલ નવા ટીવી એક ઇમર્સિવ વ્યૂઇંગ અનુભવ પ્રદાન કરે છે, જે ઉચ્ચ-સ્તરીય ઑડિઓ-વિઝ્યુઅલ ક્ષમતાઓ અને બુદ્ધિશાળી સ્માર્ટ હોમ સુવિધાઓનું સંતુલન પ્રદાન કરે છે – ભારતીય ઘરોમાં સ્માર્ટ, ઝડપી અને વધુ સિનેમેટિક સામગ્રી અનુભવ લાવે છે.

લોન્ચ પર ટિપ્પણી કરતા, શાઓમી ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ જણાવ્યું હતું કે, “શાઓમી ઇન્ડિયામાં અમે સમજીએ છીએ કે ઉત્તમ દ્રશ્યો અને ધ્વનિ એક શ્રેષ્ઠ હોમ એન્ટરટેનમેન્ટ અનુભવ માટે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ અમે એમ પણ માનીએ છીએ કે સાચી નવીનતા એક કનેક્ટેડ, બુદ્ધિશાળી સિસ્ટમ બનાવવામાં રહેલી છે જે 2025 માં લોકોના રહેવા અને કંટેંટેની સાથે વાતચીત કરવાની પદ્ધતિની સાથે વિકસિત થાય છે. Xiaomi QLED TV FX Pro આ વિઝનને મૂર્ત સ્વરૂપ આપે છે, જેમાં શાનદાર દ્રશ્યો, ઇમર્સિવ ઑડિઓ અને અદ્યતન સુવિધાઓ જેવી કે ફાયર ટીવી બિલ્ટ-ઇન, એલેક્સા વૉઇસ આસિસ્ટન્ટ અને પિક્ચર-ઇન-પિક્ચર મોડનો સમાવેશ થાય છે, જે દરેક ક્ષણને શ્રેષ્ઠ બનાવનાર એક સહજ, આકર્ષક મનોરંજન ઇકોસિસ્ટમ પૂરી પાડે છે. તેની સાથે જ Xiaomi Fire TV FX સિરીઝ એવા વપરાશકર્તાઓ માટે વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાવાળા 4K મનોરંજન પ્રદાન કરે છે જે ઉત્તમ પ્રદર્શન અને શ્રેષ્ઠ ડિઝાઇન ઇચ્છે છે.”

એમેઝોન ડિવાઇસીસ ઇન્ડિયાના ડિરેક્ટર અને કન્ટ્રી મેનેજર દિલીપ આર. એસ. એ જણાવ્યું હતું કે, “અમે શાઓમીની સાથે અમારા સંબંધોને વિસ્તૃત કરતા નવીનતમ QLED TV FX Pro અને 4K TV FX સીરીઝને ફાયર ટીવી બિલ્ટ-ઇનની સાથે લોન્ચ કરવા માટે રોમાંચિત છીએ. શાઓમી સાથે મળીને અમે ગ્રાહકોને પ્રીમિયમ હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવો પહોંચાડવા માટે આતુર છીએ. ફાયર ટીવી બિલ્ટ-ઇન સાથે, ગ્રાહકો તેમની હોમ સ્ક્રીન પર એમેઝોન એપસ્ટોરના માધ્યમથી સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સની વિશાળ પસંદગીનો આનંદ માણી શકે છે, DTH ચેનલો અને OTT એપ્લિકેશનોની વચ્ચે સહજતાથી સ્વિચ કરી શકે છે અને તેમના જોવાના અનુભવને વિક્ષેપિત કર્યા વિના Alexa દ્વારા કનેક્ટેડ સ્માર્ટ હોમ અનુભવોનો આનંદ માણી શકે છે. આ ટીવી ડિઝાઇન અને ઑડિઓવિઝ્યુઅલ સુવિધાઓમાં Xiaomi ના વર્ષોના જ્ઞાન અને કુશળતાને કન્ટેન્ટ-ફોરવર્ડ અને વૉઇસ-ફર્સ્ટ ઇનોવેશનમાં અમારા સમૃદ્ધ અનુભવને સાથે જોડે છે જે સ્ટ્રીમિંગને સરળ, ઝડપી, લેગ-ફ્રી બનાવે છે અને અમારા ગ્રાહકો માટે કંટેંટ પસંદગીના ઢગલાબંધ વિકલ્પ આપે છે.”

મોટી સ્ક્રીનને ઘરે લાવો
ભલે તે અચાનક કોઇ બિંજ સેશન હોય, વીકેન્ડ પર ફેમિલી ફિલ્મ ફેસ્ટિવલ હોય કે ઘરે ડેટ નાઈટ હોય, Xiaomi QLED TV FX Pro તમારા લિવિંગ રૂમમાં મોટી સ્ક્રીનનો જાદુ લાવે છે. 55-ઇંચના QLED ડિસ્પ્લે સાથે તે જીવંત રંગો, ઊંડા કોન્ટ્રાસ્ટ, અસાધારણ ચમક અને શાનદાર ઘેરા રંગો પ્રાદન કરે છે – જે તમને દરેક દ્રશ્યમાં ખેંચે છે. HDR10+ સપોર્ટ ખાતરી કરે છે કે દરેક ફ્રેમ અદભુત વિગતો અને ડાયનેમિક કોન્ટ્રાસ્ટથી ભરપૂર છે, જે ખરેખર ઇમર્સિવ અનુભવ માટે બ્રાઇટ અને શેડો બંને ક્ષણોને વધારે છે. ભલે તમે વિઝયુઅલી સમૃદ્ધ પીરિયડ ડ્રામા જોઈ રહ્યા હોવ કે કોઇ બ્લોકબસ્ટર, Xiaomi QLED TV FX Pro એક થિયેટર જેવું વાતાવરણ બનાવે છે જે કોઈપણ રાત્રિને ખાસ પ્રસંગમાં ફેરવે છે.

તમારા લિવિંગ રૂમમાં થિયેટર જેવું સાઉન્ડસ્ટેજ
શાનદાર અવાજ ઉત્તમ દ્રશ્યોને પૂરા કરે છે અને Xiaomi QLED TV FX Pro બંનેને સંપૂર્ણ સુમેળમાં રજૂ કરે છે. તેના મૂળમાં એક કસ્ટમ-ટ્યુન્ડ ઑડિઓ આર્કિટેક્ચર છે જે લિવિંગ રૂમમાં સિનેમેટિક વાસ્તવિકતા લાવવા માટે રચાયેલ છે. ડોલ્બી ઑડિઓ, DTS:X અને DTS વર્ચ્યુઅલ:X દ્વારા સંચાલિત 34W બોક્સ સ્પીકર્સ ખાતરી કરે છે કે દરેક અવાજ – સૌથી નરમ વ્હીસ્પરથી લઈને સૌથી મોટા વિસ્ફોટ સુધી – સ્પષ્ટતા, ઊંડાણ અને દિશા સાથે સાંભળવામાં આવે. ભલે તમે કોઈ મનોરંજક નાટકમાં ડૂબી ગયા હોવ, કોઈ ઇમર્સિવ ટીવી સીરીઝનો આનંદ માણી રહ્યા હોવ અથવા રૂમમાં પોડકાસ્ટ સાંભળી રહ્યા હોવ, અવાજ દરેક શૈલી અને જગ્યાને અનુરૂપ હોય છે, જે સમૃદ્ધ રૂમને ભરનાર ઑડિઓ પહોંચાડે છે જે જીવંતતા ભરી દે છે.

એક જ જગ્યાએ બધું મનોરંજન
Xiaomi FX Pro અને FX સીરીઝમાંએમેઝોનના ફાયર ટીવી બિલ્ટ-ઇન સાથે હોમ સ્ક્રીન પર મનોરંજન અને કંટેંટ લેગ-ફ્રી, સહજ અને સુવિધાજનક પહોંચ પ્રદાન કરે છે. ફાયર ટીવી ગ્રાહકોને એમેઝોન એપસ્ટોરના માધ્યમથી 12,000થી વધુ એપ્લિકેશનો પર મૂવીઝ, ટીવી શો અને એપિસોડ્સ, ગેમ અને ઘણું બધું ઍક્સેસ પ્રદાન કરે છે. ગ્રાહકો પ્રાઇમ વિડીયો, નેટફ્લિક્સ, જિયોહોટસ્ટાર, ઝી5 અને સોનીલીવ (સબ્સ્ક્રિપ્શન ફી લાગુ થઈ શકે છે) જેવી લોકપ્રિય સર્વિસીસમાંથી હજારો મૂવીઝ અને ટીવી શો એપિસોડ્સ સ્ટ્રીમ કરી શકે છે, તેમજ એમેઝોન MX પ્લેયર, યુટ્યુબ અને અન્ય સર્વિસીસ પર મફત જાહેરાત-સમર્થિત કંટેંટનો આનંદ માણી શકે છે. વધુમાં ગ્રાહકો nexGTV અને અન્ય માધ્યમથી આજ તક, ઝી ન્યૂઝ, ઇન્ડિયા ટુડે અને ડીડી નેશનલ જેવી લોકપ્રિય લાઇવ ચેનલો ઍક્સેસ કરી શકે છે. લાઇવ ટેબ અને ઓન નાઉ પંક્તિ સાથે ગ્રાહકો ટીવી સિરિયલો સ્ટ્રીમ કરી શકે છે, લાઇવ સમાચાર જોઈ શકે છે અથવા ચેનલ ગાઇડ બ્રાઉઝ કરી શકે છે, બધું એક જ જગ્યાએ.

ફાયર ટીવી બિલ્ટ-ઇન સાથે, ગ્રાહકો તેમની હોમ સ્ક્રીન પરથી DTH ટીવી ચેનલો અને OTT એપ્લિકેશનો વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે. તેઓ ફક્ત કહી શકે છે “Alexa, Star Sports 1 પર સ્વિચ કરો” – ટીવી ઇનપુટ સ્વિચ કરવાની, સેટ-ટોપ-બોક્સ રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરવાની અથવા વધારાના IR કેબલ કનેક્ટ કરવાની જરૂરિયાતને દૂર કરે છે (સુસંગત DTH પ્રોવાઇડરની જરૂર છે).

એલેક્સા સાથે વૉઇસ-ફર્સ્ટ અનુભવની સુવિધા અને આરામ
એલેક્સાની શક્તિ અને ફાયર ટીવીના શોધ-કેન્દ્રિત અનુભવના માધ્યમથી ગ્રાહકો એલેક્સા સાથે Xiaomi રિમોટનો ઉપયોગ કરીને શો, મૂવીઝ અને ગેમને ઝડપથી શોધી શકે છે. એલેક્સાને અંગ્રેજી, હિન્દી અને હિંગ્લિશમાં સરળ વૉઇસ કમાન્ડની સાથે ગ્રાહકો માહિતી પણ શોધી શકે છે, ક્રિકેટ સ્કોર્સ જોઇ શકે છે, સંગીત વગાડી શકે છે, એલેક્સા-સુસંગત સ્માર્ટ હોમ એપ્લાયન્સિસને નિયંત્રિત કરી શકે છે અથવા એલેક્સા-સુસંગત સુરક્ષા કેમેરાનું લાઇવ-ફીડ જોઈ શકે છે.

સ્ટ્રીમિંગ ઉપરાંત આનંદદાયક કનેક્ટેડ અનુભવો
ગ્રાહકો સ્ટ્રીમિંગ ઉપરાંત અન્ય અનેક કાર્યો પણ કરી શકે છે, જેમ કે એલેક્સા સાથે શાઓમી રિમોટ દ્વારા એલેક્સા-સુસંગત સ્માર્ટ ઉપકરણોને નિયંત્રિત કરવા અને પિક્ચર-ઇન-પિક્ચર ટેકનોલોજી દ્વારા એકસાથે ઘણા કંટેંટે સ્ત્રોતોને ઍક્સેસ કરવા. પિક્ચર-ઇન-પિક્ચર સુવિધાની સાથે ગ્રાહકો તેમની સામગ્રીને થોભાવ્યા વિના તેમના એલેક્સા-સુસંગત સુરક્ષા કેમેરામાંથી લાઇવ ફીડ જોઈ શકે છે. ટીવી પર પહેલેથી જ દેખાતા કંટેંટની ટોચ પર ફીડ જોવા માટે બસ કહો “એલેક્સા, મને ફ્રન્ટ ડોર કેમેરા બતાવો” અથવા “એલેક્સા મને બેબી મોનિટર કેમેરા બતાવો”. ફાયર ટીવી બિલ્ટ-ઇનની સાથે ટીવી નવીનતમ એરપ્લે 2 અને મિરાકાસ્ટને પણ સપોર્ટ કરે છે, જે ગ્રાહકોને તેમના ઉપકરણોને સહજતાથી મિરર કરવાની અને પળવારમાં કાર્ય અને મનોરંજન વચ્ચે સ્વિચ કરવાની મંજૂરી આપે છે.

તમારી આંગળીના ટેરવે સરળ નિયંત્રણ
નવું Xiaomi ફ્યુચર પ્રૂફ રિમોટ મુખ્ય સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સ, સાહજિક પ્લેબેક નિયંત્રણો અને એકીકૃત એલેક્સા વૉઇસ બટનની સીધી પહોંચ પ્રદાન કરે છે. સમર્પિત મ્યૂટ, નંબર કી અને શોર્ટકટ હોટકીની સાથે તેને તાત્કાલિક, રોજિંદા સુવિધા માટે ડિઝાઇન કરાયેલ છે.

સ્માર્ટ ડિઝાઇન, શક્તિશાળી પ્રદર્શન
એક આકર્ષક, બેઝલ-લેસ ડિઝાઇનની સાથે FX Pro આધુનિક ઘરના આંતરિક ભાગને પૂરક બનાવે છે. અંદર, તે સુપર ફાસ્ટ ક્વાડ-કોર A55 પ્રોસેસર અને 32GB સ્ટોરેજ દ્વારા સંચાલિત છે, જે સરળ મલ્ટીટાસ્કીંગ અને લેગ-ફ્રી એપ્લિકેશન પ્રદર્શનની ખાતરી કરે છે. મલ્ટીપલ કનેક્ટિવિટી વિકલ્પો – 3 HDMI પોર્ટ (જેમાં eARCવાળું એક પોર્ટ પણ સામેલ છે), 2 USB પોર્ટ, બ્લૂટૂથ અને ઇથરનેટ – તેને કોઈપણ લિવિંગ રૂમ સેટઅપ માટે સંપૂર્ણ હબ બનાવે છે.

Xiaomi 4K ટીવી FX સીરીઝ
Xiaomi ફાયર ટીવી FX સીરીઝ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ વિચારશીલ રોજિંદા સુવિધાઓ સાથે સ્માર્ટ, વિશ્વસનીય 4K મનોરંજન અનુભવ ઇચ્છે છે. 43” અને 55” સાઇઝમાં ઉપલબ્ધ, FX સીરીઝ શાનદાર 4K UHD પિક્ચર ક્વાલિટી અને પ્રીમિયમ મેટલ બેઝલ-લેસ ડિઝાઇન લઇને આવે છે. પછી ભલે તે કેઝ્યુઅલ ફેમિલી સિટકોમ સેશન હોય કે એનિમેટેડ મૂવી મેરેથોન, ડોલ્બી ઑડિઓ અને DTS વર્ચ્યુઅલ:X રૂમના દરેક ખૂણામાં સ્પષ્ટ, ઇમર્સિવ ઑડિઓ સુનિશ્ચિત કરે છે. બિલ્ટ-ઇન ફાયર ટીવી, એલેક્સાની સાથે યુનિવર્સલ વૉઇસ સર્ચ, પિક્ચર ઇન પિક્ચર ટેકનોલોજી, એરપ્લે 2 અને 12,000થી વધુ એપ્લિકેશનો માટે સપોર્ટની સાથે FX સીરીઝ સ્માર્ટ કંટ્રોલ, સીમલેસ કન્ટેન્ટ ડિસ્કવરી અને હાઇ-ક્વાલિટી વ્યુઇંગવાળા યુઝર્સ માટે એક બહુમુખી વિકલ્પ છે.

કિંમત અને ઉપલબ્ધતા
Xiaomi QLED TV FX Pro અને Xiaomi 4K TV FX સીરીઝ 12 મે 2025 થી ઉપલબ્ધ થશે.

સ્ક્રીન સાઇઝ (ઇંચમાં) ઉપલબ્ધતા કિંમત બેન્ક ઓફર્સ ઓફર પ્રાઇસ
Xiaomi QLED TV FX Pro Series
43” Amazon.in, Flipkart, અને mi.com પર ઉપલબ્ધ રૂ.27,999 HDFC બેન્ક EMI પર રૂ.2000 કેશબેક રૂ.25,999
55” Amazon.inઅને mi.com પર ઉપલબ્ધ રૂ. 39,999 HDFC બેન્ક EMI પર રૂ.2000 કેશબેક રૂ.37,999
Xiaomi 4K TV FX series
43” Amazon.inઅને mi.com પર ઉપલબ્ધ રૂ. 26,499 HDFC બેન્ક EMI પર રૂ.2000 કેશબેક રૂ. 24,499
55” Amazon.in, Flipkart, અને mi.com પર ઉપલબ્ધ રૂ.36,999 HDFC બેન્ક EMI પર રૂ.2000 કેશબેક રૂ.34,999

 

Xiaomi QLED TV FX Pro અને Xiaomi 4K TV FX સીરીઝ માટે Xiaomi નું વેચાણ પછીનું સમર્થન ભારતના તમામ પિન કોડ પર ઉપલબ્ધ હશે.


Spread the love

Check Also

નાણાકીય વર્ષ 2025ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 159% વધ્યો

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: BAHETI), એલ્યુમિનિયમ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *