સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઇ

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જેના ભાગરૂપે સ્વામીનારાયણ યુનિવર્સિટી ખાતે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ,પી. એસ. એમ. હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવેલ જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, પરમ પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, ડૉ. રૂપેશ વસાણી (પ્રોવોસ્ટ), ડૉ. એ.કે. ગાંગવાણે (રજિસ્ટ્રાર), ડૉ.ગુંજન શાહ (ડિરેક્ટર-એડમિનિસ્ટ્રેશન), ડૉ. આર.કે. શાહ(ડિરેક્ટર) ડૉ. વિજય પંડયા(સી.ઈ.ઓ અને હેડ ઓફ કોમ્યુનિટી મેડીસીન વિભાગ) ડૉ.ત્રિલોક સોમપુરા(ડીન નર્સિંગ કોલેજ) જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી. એ.જે.વૈષ્ણવ સાહેબે ખાસ ઉપસ્થિત રહી, દુનિયાભરની તમામ નર્સોની સેવાભાવનાની સરાહના કરેલ.

ભારતની જાણિતી સંસ્થા, AnExtraM ના ફાઉન્ડર શ્રી સચિન ચૌહાણે પણ હાજરી આપેલ. આ સંસ્થા તમામ પ્રકારના હેલ્થકેર સ્ટાફની ટ્રેનીંગ માટે કામ કરી રહી છે. જેમણે જાહેરાત કરેલ કે તેમની સંસ્થા સ્વામિનારાયણ યુનિવર્સિટી અંતર્ગત તમામ સંસ્થાઓના તમામ સ્ટાફની તાલીમ વિના મૂલ્યે પૂરી પાડશે.

કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી એ આશીર્વચન આપતા જણાવેલ કે નર્સિંગ પ્રોફેસન એમાં જેટલો પવિત્ર વ્યવસાય છે. જેની વધુમાં વધુ કદર કરીએ, અને માન આપીએ. ભગવાન સ્વામિનારાયણ તમામ નર્સોને વધુને વધુ શક્તિ આપે. અને દર્દીઓની સેવામાં અમૂલ્ય ફાળો આપે. આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ નર્સિંગ સ્ટાફે સ્વેછાએ ભાગ લીધેલ છે.


Spread the love

Check Also

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ દ્વારા GUJ-CET 2025માં પરફેક્ટ સ્કોર અને 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કરનાર ગુજરાત ટોપર પર્વ પટેલના શાનદાર સફળતાની ઉજવણી

Spread the love ગુજરાત ૧૦ મે ૨૦૨૫: ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય આગેવાન એવા આકાશ એજ્યુકેશનલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *