સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો:  ‘કેસરી વીર- લેજન્ડ્સ ઑફ સોમનાથન બનાવવા પાછળનું ખરેખરનું કારણ શું હતું

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથનો ટ્રેલર આજે રિલીઝ થયો અને ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ડેબ્યુન્ટ અંકક્ષા શર્મા, ડિરેક્ટર પ્રિન્સ ધીમન, પ્રોડ્યુસર કાણુ ચૌહાણ અને અન્ય લોકોએ હાજરી આપી. જ્યારે ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ છે, તે ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજર રહી શક્યા નહોતા. ઈવેન્ટ દરમિયાન સૂરજ પંચોલીએ કાણુ ચૌહાણ સાથે થયેલી તેમની મુલાકાત અને ફિલ્મ પાછળની સાચી પ્રેરણા અંગે વાત કરી.

સૂરજએ કહ્યું, “જ્યારે મેં પ્રથમ વખત ફિલ્મ વિષે સાંભળ્યું, ત્યારે મેં કાણુ સર સાથે બેઠક કરી. અમે થોડો સમય સાથે વિતાવ્યો. એ સમયે તો તેણે મને કાસ્ટ કરવાનું નક્કી પણ નહોતું કર્યું, અને મેં પણ હા કહી નહોતી. હું કાણુ સરને પૂછ્યું કે, ‘તમે આ ફિલ્મ કેમ બનાવી રહ્યા છો?’ ત્યારે તેમણે કહ્યું, ‘સૂરજ, હું અને મારી પત્ની રોજ મળીને બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો જુએ છીએ. મારી પત્ની હંમેશા કહેતી કે, ‘તમે કેટલી ખરાબ ફિલ્મો જુઓ છો, કેમ જુઓ છો આવી ફિલ્મો?’”

તેણે આગળ ઉમેર્યું, “એને કહ્યું કે, ‘એક વખત હું ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યો હતો, જે હમીરજી ગોહિલ પર આધારિત હતી. ગુજરાતમાં એ વિષય પર એક ફિલ્મ બની હતી. અને એ વખતે મારી પત્ની પણ મારી સાથે બેઠી હતી. ફિલ્મ પૂરી થતા તેણીએ કહ્યું કે, ‘તમે જીવનમાં ક્યારેય ફિલ્મ બનાવો તો આવી જ બનાવજો.’ અને થોડા મહિના પછી તે પસાર થઈ ગઈ. તો આ ફિલ્મ (કેસરી વીર) એનું સપનુ છે, મારા માટે નહિ, મારી પત્ની માટે છે.’”

કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથ કાણુ ચૌહાણ માટે સપનાનું સાકારરૂપ છે, અને સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને અંકક્ષા શર્મા માટે પણ મોટો પ્રોજેક્ટ છે. ફિલ્મમાં ગુજરાતના સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે અભૂતપૂર્વ રીતે લડનારા અજાણ વીર યુધ્ધાઓની શૌર્યગાથા બતાવવામાં આવી છે, જેમણે બલિદાન આપીને વારસો છોડી દીધો. ફિલ્મમાં સુનીલ શેટ્ટી નિર્ભય યોદ્ધા વેગડજીની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે સૂરજ પંચોલી અજાણ વીર હમીરજી ગોહિલની ભૂમિકા ભજવે છે. તેમને અંકક્ષા શર્મા, એક શક્તિશાળી વીરાંગી રાજલ તરીકે જોડાય છે. આ અપરાજિત ત્રિપુટી વિરુદ્ધ લડે છે ખલનાયક ઝફર (વિવેક ઓબેરોય), જે ગુજરાત પર ચડાઈ કરે છે.

સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સૂરજ પંચોલી અને અંકક્ષા શર્માની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મના દિગ્દર્શક છે પ્રિન્સ ધીમન અને નિર્માતા છે કાણુ ચૌહાણ, ચૌહાણ સ્ટુડિયોઝના બેનર હેઠળ. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા વિશ્વવ્યાપી રિલીઝ થનારી આ ફિલ્મ એક્શન, ભાવના અને ડ્રામાનો શાનદાર મિક્ષ આપવા તૈયાર છે, અને ૧૬ મેઇ ૨૦૨૫ના રોજ દર્શકોને રોમાંચિત કરવા આવી રહી છે.


Spread the love

Check Also

“હોમએન્ડમોર”નું ભવ્ય ઉદ્ઘાટન – સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયમ ડેસ્ટિનેશન, જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે

Spread the loveગુજરાત, આણંદ ૦૨ મે ૨૦૨૫: અમે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *