- કોઇપણ વાહનની ક્યારે એન્ડ-ઓફ-લાઇફ (ELV) ગણવામાં આવે છે અને તેનો જવાબદારીપૂર્વક નિકાલ કેવી રીતે કરી શકાય?
કોઇપણ વાહનને ELV ત્યારે માની શકાય છે જ્યારે તેના નક્કી કરેલા જીવનકાળથી આગળ નીકળી ગયું હોય અથવા ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે. જો તે સમારકામથી બહાર નુકસાન પામે તો પણ તેને ELV તરીકે વર્ગીકૃત કરી શકાય છે. જવાબદારીપૂર્વક નિકાલ કરવા માટે માલિકો તેમના ELV ને સત્તાવાર રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (RVSF) માં લઈ જઈ શકે છે, જેમકે ટાટા મોટર્સ Re.Wi.Re – રિસાયકલ વિથ રિસપેક્ટ. આ સુવિધાઓ મૂલ્યવાન સામગ્રીને પુનઃપ્રાપ્ત કરતી વખતે વાહનોને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓનું પાલન કરે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ જવાબદાર વાહન રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા અને સર્કયુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ભારતમાં RVSF નેટવર્કનો વિસ્તાર કરી રહ્યું છે. - જૂના વાહનને સ્ક્રેપ કરવાથી ગ્રાહકને શું ફાયદો થાય છે?
જૂના વાહનને સ્ક્રેપ કરવાથી અનેક ફાયદા થાય છે. ગ્રાહકોને તેમના વાહન માટે વાજબી કિંમત મળે છે, સામાન્ય રીતે તેના એક્સ-શોરૂમ મૂલ્યના 4%-6% જેટલું હોય છે. વધુમાં ઘણી રાજ્ય સરકારો મફત રજીસ્ટ્રેશનની સાથો-સાથ ટ્રાન્સપોર્ટ વાહનો પર 15% અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનો પર 25% રોડ ટેક્સ રિબેટ સહિતના પ્રોત્સાહનો આપે છે. વાહન ઉત્પાદકો ડિપોઝિટ સર્ટિફિકેટ (COD) રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર 3% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપે છે. એકંદરે આ લાભો નવા વાહનની કિંમતના 8%-10% સુધી ઉમેરી શકે છે, જેનાથી સ્ક્રેપિંગ એક આકર્ષક નાણાકીય વિકલ્પ બની જાય છે.
પ્રક્રિયા સરળ છે કારણ કે સત્તાવાર RVSFs બધા દસ્તાવેજો અને રજીસ્ટ્રેશન રદ કરવાનું સંચાલન કરે છે, જેથી કરીને નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે. સ્ક્રેપિંગથી જૂના, પ્રદૂષિત વાહનોને રસ્તાઓ પરથી દૂર કરીને અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર જેવી મૂલ્યવાન સામગ્રીને રિસાયક્લિંગ કરીને પર્યાવરણને પણ મદદ કરે છે.
- કોઇપણ ગ્રાહક ટાટા મોટર્સ રી.વાઈ.રી. જેવી સુવિધા પર પોતાનું વાહન કેવી રીતે સ્ક્રેપ કરી શકે છે?
ટાટા મોટર્સના Re.Wi.Re ખાતે વાહન સ્ક્રેપ કરવું સરળ અને પારદર્શક છે. ગ્રાહકો કોઈપણ બ્રાન્ડના કોમર્શિયલ અથવા વ્યક્તિગત વાહનોને સ્ક્રેપ કરી શકે છે. ટાટા મોટર્સનો સુરતમાં આંબોલી ખાતે RVSF છે. વાહન સ્ક્રેપિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે, તમે Re.Wi.Re વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકો છો, અમારા ટોલ-ફ્રી નંબર 1800 209 7979 દ્વારા અમારો સંપર્ક કરી શકો છો, અથવા તમારી નજીકની સત્તાવાર ટાટા મોટર્સ ડીલરશીપની મુલાકાત લઈ શકો છો. વાહનનું ગ્રાહકના ઘરઆંગણે નિરીક્ષણ કરવામાં આવે છે અને તેની સ્થિતિના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સુવિધા ડી-રજીસ્ટ્રેશનનું ધ્યાન રાખે છે, COD જનરેટ કરે છે, મફત વાહન પિકઅપ કરે છે અને ખાતરી કરે છે કે ચુકવણી ઓનલાઈન કરવામાં આવે. એકવાર ઔપચારિકતાઓ પૂર્ણ થઈ જાય પછી વાહનને જવાબદારીપૂર્વક નષ્ટ કરવામાં આવે છે. - Re.Wi.Re. પર કોઇ વાહનને જવાબદારીપૂર્વક કેવી રીતે સ્ક્રેપ કરવામાં આવે છે?
Re.Wi.Re. ખાતે ELV ને સલામત અને પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાનો ઉપયોગ કરીને સ્ક્રેપ કરવામાં આવે છે. આ સુવિધામાં આધુનિક સાધનો છે અને પ્રમાણિત પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે જે વાહન સ્ક્રેપેજ નીતિનું પાલન કરે છે. સૌપ્રથમ વાહનનું નિરીક્ષણ કરવામાં આવે છે અને ઉપયોગી ભાગો ઓળખવામાં આવે છે. પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે બળતણ, તેલ અને શીતલક જેવા હાનિકારક પ્રવાહીને કાળજીપૂર્વક કાઢી નાખવામાં આવે છે. પેસેન્જર અને કોમર્શિયલ વાહન અલગ અલગ ડિસમન્ટલિંગ પ્રક્રિયાઓનું પાલન કરે છે. ટાટા મોટર્સ વિશ્વ-સ્તરીય ડિસમન્ટલિંગ પ્રક્રિયાને અનુસરે છે જે પર્યાવરણને અનુકૂળ છે અને દરેક પગલા પર મહત્તમ મૂલ્ય પણ આપે છે. - જવાબદાર સ્ક્રેપિંગથી સમાજને કેવી રીતે ફાયદો થાય છે?
જવાબદારીથી સ્ક્રેપિંગ કરવાથી પર્યાવરણ અને આર્થિક બંને પ્રકારનો લાભ મળે છે. રસ્તાઓ પરથી જૂના, ઉચ્ચ ઉત્સર્જન કરતા વાહનોને દૂર કરવાથી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે, જેનાથી શહેરો સ્વચ્છ બને છે અને સ્વસ્થ રહેવાની સ્થિતિ બને છે. સ્ક્રેપ કરેલા વાહનોમાંથી સામગ્રીનું રિસાયક્લિંગ કરવાથી સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ઉત્પાદન જેવા ઉદ્યોગોમાં કાચા માલની જરૂરિયાત ઓછી થાય છે, જેનાથી કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય છે. સંગઠિત સ્ક્રેપેજ સુવિધાઓ રોજગારીનું સર્જન પણ કરે છે, આર્થિક વિકાસને ટેકો આપે છે અને ટકાઉ સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. જવાબદારીથી સ્ક્રેપિંગને અપનાવીને, આપણે સ્વચ્છ, સુરક્ષિત અને વધુ સંસાધન-કુશળ ભવિષ્યમાં ફાળો આપીએ છીએ.