મોહમ્મદ રયાનએ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઈન્ડિયન રેસિંગ લીગના ત્રીજા રાઉન્ડમાં ડબલ પૂર્ણ કરવામાં મદદ કરી
ચેન્નાઈ 15 સપ્ટેમ્બર 2024: કિંગ ફિશર સોડા દ્વારા પ્રસ્તુત અને રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવતા ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ચેન્નાઈ ટર્બો રાઈડર્સના મોહમ્મદ રયાને પોલ પોઝિશનને પ્રથમ જીતમાં પરિવર્તિત કરવાની સાથે ચેન્નાઈ ટીમ માટે ડબલ પૂર્ણ કરવામાં મહત્ત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી. રવિવારે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર 22 વર્ષીય રયાન શનિવારે રેસ-1માં ટીમના સાથી જોન લેન્કેસ્ટર બાદ આ જીત મેળવવામાં સફળ રહ્યો. 2019ના રોટેક્ષ કાર્ટિંગ ચેમ્પિયન એવા રયાન પોતાના હોમ સર્કિટ પર શાનદાર શરૂઆત કરવાની સાથે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી તથા ટીમ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઊજવણીની તક આપી.
રયાનના પ્રારંભમાં જ આગળ નીકળી ગયા બાદ ગોવા એસિસ ટીમના સોહેલ શાહે આક્રમકતા સાથે જેડન પેરિયાટ (બેંગ્લોર સ્પીડસ્ટર્સ)ને પાછળ છોડ્યું અને આગળ પેરિયાટ વધુ એક સ્થાન પાછળ ગયો જ્યારે તેની જ ટીમનો સાથી ખેલાડી રિશોન રાજીવ આગળ નીકળી ગયો હતો. તે પછી ટોપ-3 ખેલાડીઓએ કોઈપણ જાતના સંઘર્ષ વિના પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
રયાને કહ્યું કે, “મને સારી શરૂઆત મળી અને મારું ફોક્સ સતત સારી રીતે પ્રારંભિક લેપ્સ પૂર્ણ કરવા પર હતો. ચેન્નાઈ ટર્બો રાઈડર્સે બંને IRL રેસ જીતી વિકેન્ડને સારા પોઈન્ટ્સ સાથે પૂર્ણ કર્યો છે.”
ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયન શિપ અતિ વ્યસ્ત દિવસે ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયન શિપમાં 3 જુદી-જુદી રેસમાં 3 જુદા-જુદા વિજેતા મળ્યા. રુહાન આલ્વા (શારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ), વીરસેઠ (અમદાવાદ અપેક્ષ રેસર્સ) અને દક્ષિણ આફ્રિકાનો અકીલ અલી ભાઈ (બ્લેક બર્ડ્સ હૈદરાબાદ) આ વિજેતાઓમાં સામેલ હતા. જેડન પરિયાટને 20 સેકન્ડની પેનલ્ટી લાગવાને કારણે વીર સેઠ બીજા ક્રમેથી ટોચના સ્થાને પહોંચ્યો હતો. જેડન પરિયાટ ટાળી શકાય તેવી ટક્કરના કારણે આ પોસ્ટ રેસ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જેડન પરિયાટની ભૂલને કારણે વીર સેઠ, રુહાન આલવા અને અભય મોહન (બેંગ્લોર સ્પીડસ્ટર્સ) ને આગળ ફિનિશ કરવાની તક મળી હતી.
અંતિમ ફાઈનલ રેસમાં અલી ભાઈએ વિનિંગ લીડ મેળવી ત્રીજા સ્થાનથી ટોચનું સ્થાન મેળવ્યું. તે પ્રથમ લેપમાં પ્રથમ ટર્ન પર જ આગળની કળી ગયો હતો અને પછી કોઈ પણ મુશ્કેલી વિના સૌથી આગળ રહેવાની મજા માણતા ફિનિશ કર્યું. અહીં બીજા ક્રમે અમદાવાદએ પેક્ષ રેસર્સટી મનો દિવ્ય નંદન આવ્યો જે અલી ભાઈ થી 19 સેકન્ડ પાછળ રહ્યો. જ્યારે સારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સનો રુહાન આલવા ત્રીજા ક્રમે ફિનિશ કરવામાં સફળ રહ્યો હતો. ફોર્મ્યૂલા એલીજીબી-4 રેસ-3 (10 લેપ)માં તીજીલ રાવ (બેંગ્લુરુ, ડાર્ક ડોન રેસિંગ), વિશ્વાસ વિજય રાજ (નેલ્લોર, ડાર્ક ડોન રેસિંગ) અને બાલા પ્રસાથ (કોઈમ્બતુર, ડાર્ક ડોન રેસિંગ) એ ટીમનો પોડિયમ પર દબદબો બનાવ્યો હતો.