ગુજરાતી ફિલ્મ જગતનો ઐતિહાસિક મોંટ – Bela Film રિલીઝ પહેલાંથી જ ચર્ચામાં

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલી વાર (Bela: Gujarati Urban Film) એવી ફિલ્મ આવી છે જે માત્ર મનોરંજન નથી કરતી, પરંતુ સમાજને અરસપરસ ઝજોળે છે – ‘બેલા’. ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે, જે પાવર, શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય માટે લડે છે.

આ ફિલ્મ ‘મેડ ફોર સોસાયટી’ મેસેજ સાથે અદ્યતન સિનેમેટિક સ્ટાઈલ અને મજબૂત સંદેશ આપવામાં સફળ રહી છે. ‘બેલા’ ફિલ્મ (Bela: Gujarati Urban Film) ની વિચારશક્તિ નારી અવાજ, ન્યાયની શોધ અને કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષની ગૂંજી રહેલી કહાની છે. એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મિડિયા, પોલિટિક્સ અને શોષણના જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે, એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે.ડાયરેકશન અને નિર્માણ ડિરેકટર તન્સુખ ગોહિલ, નિર્માતા અતુલ કુમારખાણિયા, હિતેશ પુષ્પક, બિજલ દેસાઈ ,સહ નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર, તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે.ફિલ્મની ખાસિયતો રિયલ-લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા છે.બેલા એ વ્યક્તિગત ન્યાયથી લઈ સામાજિક ક્રાંતિ તરફની યાત્રા કરે છે.ફિલ્મમાં દર્શાવાયેલ ટૅગલાઈન “આવાજ દબાશે નહીં” પહેલાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે.પાવરફુલ વિલન અને નાયિકા વચ્ચે સસ્પેન્સફુલ, ડ્રામેટિક ટકરાવ દર્શાવવામાં આવ્યો છે.ફિલ્મે ટેકનિકલ દૃષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી, રિઅલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યો છે.

ટીમનો દ્રષ્ટિકોણ નિર્માતા તન્સુખ ગોહિલના જણાવ્યા અનુસાર, “બેલા માત્ર ફિલ્મ નથી – એ દરેક મહિલાનું પ્રતિબિંબ છે જે ભય વિના અવાજ ઉઠાવે છે.”

સહ-નિર્માતા અમિત ઠક્કર જણાવે છે, “ફિલ્મ એ મજબૂત મેસેજ સાથે એક કલાકારી યાત્રા છે – જેમાં દરેક પાત્ર પોતાનું પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે.”

લક્ષ્ય અને ઉપલબ્ધિ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવિધ ફિલ્મ મંડળો અને સામાજિક સંગઠનોમાં ચર્ચાનો વિષય બની છે. OTT અને નેશનલ થિયેટર રીલીઝ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મના ટ્રેલર અને ટીઝર પહેલાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા છે.‘બેલા’ એ માત્ર એક ફિલ્મ નહિ, એક જાગૃતિ છે – જે દરેક દર્શકના મનમાં ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ અંગે નવો વિચાર મૂકશે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની શક્તિ ધરાવે છે.


Spread the love

Check Also

કૉઈનસ્વિચ વધારાના ક્રિપ્ટો રિઝર્વ સાથે અમદાવાદમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

Spread the love 5મા રિઝર્વ પ્રમાણીતની પુષ્ટિ કરે છે કે કૉઇનસ્વિચ પાસે વપરાશકર્તાઓ કરતાં વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *