ફ્લેર બેવરેજિસે અમદાવાદમાં ડેરઓન એનર્જી ડ્રિંક લોંચ કર્યું

Spread the love

અમદાવાદઃ અમદાવાદ-સ્થિત સ્ટાર્ટઅપ ફ્લેર બેવરેજિસે એનર્જી ડ્રિંક માર્કેટમાં ગ્રાહકો માટે તાજગી અને સ્ફૂર્તિદાયક વિકલ્પ રજૂ કરતાં ડેરઓન એનર્જી ડ્રિંક લોંચ કર્યાંની જાહેરાત કરી છે.
ડેરઓન એનર્જી ડ્રિંક કેફીન, શુગર, વિટામીન બી, એમિનો એસિડ ડેરિવેટિવ્ઝનું ઉત્તમ મિશ્રણ છે, જે વ્યક્તિની ઊર્જાના સ્તર અને માનસિક પ્રદર્શનમાં સુધારો કરવા માટે તૈયાર કરાયું છે. આ એનર્જી ડ્રિંક એથલિટ્સ, સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા તથા તાત્કાલિક એનર્જી બુસ્ટની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ માટે એકદમ આદર્શ છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ફ્લેર બેવરેજિસના સહ-સ્થાપક નીલ પટેલે જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં ડેરઓન એનર્જી ડ્રિંકની રજૂઆત કરતાં ઉત્સાહિત છીએ. અમારા ડ્રિંક વિવિધ જીવનશૈલી ધરાવતા ગ્રાહકોને પાવરફૂલ અને રિફ્રેશિંગ એનર્જી પૂરી પાડવા તૈયાર કરાયા છે. તમે એથલિટ હોવ કે પછી વિદ્યાર્થી અથવા બીજા કોઇપણ વ્યક્તિને ડેરઓન એનર્જી ડ્રિંક ઊર્જાથી ભરપૂર રાખશે.
ફ્લેર બેવરેજિસના સહ-સ્થાપક કેવીન પટેલે જણાવ્યું હતું કે, ડેરઓન સાથે અમે એવું એનર્જી ડ્રિંક તૈયાર કર્યું છે કે જે વ્યક્તિના ઊર્જાના સ્તરમાં વધારો કરવાની સાથે-સાથે ઉત્તમ ટેસ્ટ પણ પ્રદાન કરે છે. અમારા ત્રણ વિશેષ ફ્લેવર્સ – ક્લાસિક, એક્ઝોટિક અને લીચી લાઇમ ઉત્તમ ટેસ્ટ અને પસંદગીની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. અમને વિશ્વાસ છે કે ડેરઓન અમદાવાદના ગ્રાહકો વચ્ચે ઝડપથી લોકપ્રિય બનશે તથા અમને એનર્જી ડ્રિંક સેગમેન્ટમાં મજબૂત ઉપસ્થિતિ હાંસલ કરવામાં મદદ મળી રહેશે.
અમદાવાદમાં ડેરઓન એનર્જી ડ્રિંક ફ્લેર બેવરેજિસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. કંપની ટૂંક સમયમાં બીજા શહેરોમાં તથા નજીકના ભવિષ્યમાં દેશવ્યાપી ઉપસ્થિતિ હાંસલ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
ડેરઓન એનર્જી ડ્રિંક ગ્રાહકોને વધુ એનર્જી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરીને ગ્રાહકોને એનર્જીના લાભો પ્રદાન કરવા તથા તેમના થાકમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેના મુખ્ય ઘટકોમાં કેફિન સામેલ છે, જે મગજની કામગીરીમાં સુધારો કરે છે તથા ધ્યાનમાં વધારો કરે છે. તાત્કાલિક એનર્જી માટે શુગર પ્રાથમિક સ્રોત તરીકે કામ કરે છે તેમજ વિટામીન બી ફૂડને એનર્જીમાં પરિવર્તિત કરવામાં તથા સ્નાયુઓને મજબૂત કરે છે. ડેરઓન એનર્જી ડ્રિંક એમિનો એસિડ ડેરિવેટિવ્ઝ જેમકે ટૌરિન ધરાવે છે, જે એનર્જીના ઉત્પાદન અને સ્નાયુઓની કામગીરી માટે મહત્વપૂર્ણ છે.
ઘટકોની કાળજીપૂર્વક પસંદગી સાથે ડેરઓન એનર્જી ડ્રિંક કાર્યક્ષમ એનર્જી પ્રદાન કરવાની ખાતરી આપે છે, જે વ્યક્તિને વધુ એલર્ટ બનાવે છે તથા શરીરમાં ઊર્જાનું એકંદર સ્તર વધારતાં વિદ્યાર્થીઓ, એથલિટ્સ અને પ્રોફેશ્નલ્સ માટે પસંદગીનો વિકલ્પ બને છે.
ડેરઓન એનર્જી ડ્રિંક ત્રણ સ્વાદિષ્ટ ફ્લેવર્સ – ક્લાસિક એનર્જી ડ્રિંક, એક્ઝોટિક એનર્જી ડ્રિંક અને લીચી લાઇમ એનર્જી ડ્રિંકમાં ઉપલબ્ધ છે. પ્રતિ 250 એમએલ કેનની કિંમત રૂ. 60 છે.

Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *