ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કને ફોરેન એક્સચેન્જ સેવાઓ માટે આરબીઆઈની મંજૂરી

Spread the love

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા ઓથોરાઈઝ્ડ ડીલર કેટેગરી 1 લાઈસન્સ (એડી 1 લાઈસન્સ)ને કારણે બેન્ક ઘણી બધી ફોરેન એક્સચેન્જ પ્રોડક્ટો અને સેવાઓ ઓફર કરી શકશે 

બેન્ગલુરુ 04 ઓક્ટોબર 2024: અગ્રણી સ્મોલ ફાઈનાન્સ બેન્ક ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક દ્વારા અમારા મોજૂદ એડી 2 લાઈસન્સ હેઠળ ઓફર કરાતી મર્યાદિત પ્રોડક્ટો સામે ફોરેક્સ પ્રોડક્ટો અને સેવાઓની ફુલ-ફ્લેજ્ડ શ્રેણી ઓફર કરવા માટે આરબીઆઈ પાસેથી એડી 1 લાઈસન્સ પ્રાપ્ત કરાયું છે.

આ લાઈસન્સ સાથે ઉજ્જીવન હવે રિટેઈલ બેન્કિંગ, એમએસએમઈ /ટ્રેડ ફાઈનાન્સ અને ટ્રેઝરી બિઝનેસ હેઠળ વિવિધ ફોરેક્સ સેવાઓ આવરી લેતાં ભારત અને વિદેશમાંથી સંચાલન કરતા ગ્રાહકોની અમારી વ્યાપક શ્રેણી માટે ફોરેન એક્સચેન્જ બજારમાં ફોરેક્સ વ્યવહારો (ફોરેન કરન્સીઝમાં લેવેચ અને ઋણ)ની વ્યાપક શ્રેણી પૂરી પાડી શકે છે.

રિટેઈલ બેન્કિંગ હેઠળ ઓફરમાં રેમિટન્સીસનો સમાવેશ થાય છે, જે એફસીએનઆર/ આરએફસી, ફોરેક્સ કાર્ડસ, કરન્સી એક્સચેન્જીસ હેઠળ ડિપોઝિટ્સ લેવી અને ઈસીબી, ઓડીઆઈ, એફડીઆઈ વગેરે જેવી મૂડી આધારિત લેણદેણનો સમાવેશ થાય છે. લાઈસન્સને કારણે અમે એક્સચેન્જ અર્નર્સ ફોરેન કરન્સી અકાઉન્ટ્સ (ઈઈએફસી), પ્રી અને પોસ્ટ શિપમેન્ટ ફન્ડિંગ સહિત એક્સપોર્ટ- ઈમ્પોર્ટ ફાઈનાન્સ જેવી ઈન્ટરનેશનલ ટ્રેડ સંબંધી પ્રવૃત્તિઓ ઓફર કરવા, ગ્રાહકો વતી ટ્રેડ સંબંધી પેમેન્ટ હાથ ધરવા, એફસીમાં બિલ્સ ડિસ્કાઉન્ટિંગ જેવા ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટિંગ, લેટર ઓફ ક્રેડિટ્સ (એલસી) અને બેન્ક ગેરન્ટીઝ (બીજી) વગેરે ઓફર કરવા માટે પણ અમને અભિમુખ બનાવશે. ઉપરાંત બેન્ક ક્લાયન્ટ્સને ફોરેક્સ એક્સપોઝર માટે હેજિંગ સમાધાન પણ ઓફર કરી શકશે, સ્પોટ અને સ્વેપ ફોરેન એક્સચેન્જ માર્કેટ્સમાં એફએક્સ વ્યવહારો હાથ ધરી શકશે. ઉપરાંત બેન્ક ટીએએસસી માટે સબ- એફસીઆરએ અકાઉન્ટ્સ ટેપ પણ કરી શકશે.

આ પ્રગતિ પર બોલતાં ઉજ્જીવન એસએફબીના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સંજીવ નૌટિયાલે જણાવ્યું હતું કે, “અમને આ લાઈસન્સ પ્રાપ્ત કરવાની ખુશી છે, કારણ કે તેનાથી અમે ખાસ કરીને ફોરેન એક્સચેન્જ અને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સંબંધી વ્યવહારોના ક્ષેત્રમાં અમારી પ્રોડક્ટો અને સેવાઓની ઓફરો વિસ્તારી શકીશું. લાઈસન્સ અમને સીમાપાર વ્યવહારો અને રેમિટન્સીસ સરળ બનાવીને અમારા વિવિધ ગ્રાહક મૂળની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે સશક્ત બનાવશે.”

એડી-1 લાઈસન્સ મોજૂદ ગ્રાહકોને આ ઓફર આપવા સાથે નવા ગ્રાહક વર્ગોને પહોંચી વળવા પણ ઉજ્જીવનને અભિમુખ બનાવશે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *