ભારત રક્ષા મંચનો બે દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી. આ સમયે ડો. ભરત પટેલ એ હિન્દૂ સનાતની લોકોને પોતાના હિન્દૂ સનાતની વ્યવહારો વિષે અને પોતાના હિન્દૂ ધર્મ પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું . સાથે સાથે બાંગ્લાદેશી ઘુસણખોરો અને દેશની અંદર ઉભી થયેલી અરાજકતા વિષે પણ તેમનું પોતાનું બૌદ્ધિક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીનારાયણ શર્મા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રશાંત કોટવાલ, ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડૉ. ઈલેવાન ઠાકર, રાજસ્થાન પ્રાંત અધ્યક્ષ લવેશ ગોયેલ, ભારત રક્ષા મંચના પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર વગેરે પ્રમુખ રીતે ઉપસ્થિત રહયા હતા. અને ગુજરાત રાજ્યના મોટાભાગના દરેક જિલ્લામાંથી પદાધિકારોની ઉપસ્થિતિ રહી હતી. આ અભ્યાસવર્ગના રવિવારના રોજ સમાપન વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્યના કાર્યવાહ શૈલેષભાઇ પટેલની ઉપસ્થતિ રહેશે અને વર્તમાન સ્થિતિ વિષે અભ્યાસવર્ગની અંદર માહિતી રજુ કરશે.

ભારત દેશના દરેક રાજ્યમાં એનઆરસી અપડેટ થાય તેની માંગ અને ચિંતા અભ્યાસવર્ગની અંદર કરવામાં આવી અને ગુજરાત પ્રાંતના દરેક પદાધિકારીઓ અને રાજસ્થાન પ્રાંતના દરેક પદાધિકારીઓ દ્વારા દેશની સરકારને આહવાન કરવામાં આવ્યું કે આખા દેશની અંદર એનઆરસી અપડેટ કરે તેવી માંગ કરવામાં આવી.


Spread the love

Check Also

મોરારીબાપુ દ્વારા ઉત્તરાખંડના નંદપ્રયાગથી 956મી રામકથાનો પ્રારંભ થયો

Spread the loveમાનસ નંદપ્રયાગ મહેશ એન.શાહ કથા ક્રમાંક-૯૫૬ દિ-૧. તા-૩ મે ૨૦૨૫. ચારધામનાં પંચ પ્રયાગનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *