કેવી રીતે ઉજવશે 4 દિવસીય ઉત્સવ:
⇒ સમગ્ર સોસાયટીને શણગાર કરવામાં આવશે
⇒ 4 દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન
⇒ 24 જૂનના રોજ દિવસે ડાયરો થશે, જેમાં સંતો અને કલાકારો જોડાશે
⇒ 23 જૂનના રોજ ગરબાનું આયોજન
⇒ મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ
⇒ વાસણાની 10 સોસાયટીને ઘરે ઘરે જાઈને આમંત્રણ અપાશે
ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: 148મી જગન્નાઠ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે. મામેરામાં આ વર્ષે કોઈ કચાસ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે.
વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27 જૂન રથયાત્રા પ્રભુની રથયાત્રા નીકળશે, ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે 1 મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે. આસપાસની 10 સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું. મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે, પરતું સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરવામાં આવશે. સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે. તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.