મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Spread the love

ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં ૧૦ લોકો ડૂબી ગયા હતા જે પૈકી ૮ના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને ૧૪ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામ કથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *