કોસ્ટા કોફી દ્વારા પાનખર ઋતુના ગોપનીય વાત ઉજાગરઃ ધ મેપલ હેઝલ મેનુ તમારા કોફીમાં ગોપનીયતાનો સ્પર્શ, પાનખરનો ઉષ્માભર્યો સ્પર્શ લાવો

Spread the love

ભારત 11 સપ્ટેમ્બર 2024: ધ કોકા-કોલા કંપની હેઠળ કોફી બ્રાન્ડ કોસ્ટા કોફી દ્વારા પાનખર ઋતુની અત્યંત ગોપનીય રખાયેલી બાબત એવું નવું મેપલ હેઝલ મેનુ ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે. પાનખર ઋતુ સુવર્ણકાળ લાવે છે, જે નિસર્ગને રેડ અને અંબરની સમૃદ્ધ છાંટથી રંગે છે તે નિમિત્ત સાધીને કોસ્ટા કોફી 3 અજોડ ફ્લેવર લાવી છે- મેપલ હેઝલ લેટ્ટી, આઈસ્ડ લેટ્ટી અને ફ્રેપ્પી. આ લોન્ચ ભારતમાં કોફી પ્રેમીઓને પહોંચી વળવા માટે ઓફરોની ગુણવત્તા, નવીનતા અને વૈવિધ્યતા અને મોસમી ફલેવર્સ પ્રત્યે કોસ્ટા કોફીની કટિબદ્ધતા આલેખિત કરે છે.

પાનખર ઋતુના જોશને મઢીલેતા અજોડ સ્વાદના અનુભવ સાથે આ પીણાં ઠંડા દિવસોમાં ગરમી લાવવા અને મોસમી ખુશીન સ્પર્શ ઉમેરવા માટે તૈયાર કરાયાં છે. ધ મેપલ હેઝલ લેટ્ટીમાં સમૃદ્ધ હેઝલ નટ અને મીઠું મેપલ સિરપ છે, જ્યારે મેપલ હેઝલ આઈસ્ડ લેટ્ટીમાં ઠંડો, તાજગી પૂર્ણ ટ્વિસ્ટ છે. ફ્રોસ્ટી ટ્રીટ પસંદ કરનારા માટે મેપલ હેઝલ ફ્રેપ્પી ક્રીમી, ચિલ્ડ ફોર્મેટમાં મોસમી ફ્લેવર્સનું સ્વાદિષ્ટ સંમિશ્રણ પૂરું પાડે છે. ભારતમાં મેપલ હેઝલની રજૂઆત ઉત્ક્રાંતિ પામતી કોફી સંસ્કૃતિનો દાખલો છે, જે મોસમી ફ્લેવર્સની વધતી લોકપ્રિયતા આલેખિત કરે છે. આ લોન્ચ અજોડ અને કળાત્મક કોફી અનુભવોના વધતા પ્રવાહ સાથે સુમેળ સાધીને વધુ પર્સનલાઈઝ્ડ અને વૈવિધ્ય પૂર્ણ કોફીની ઓફરો પ્રત્યે વૈશ્વિક ઝુકાવ દર્શાવે છે. 

ભારતીય બજારમાં કોસ્ટાની સ્વાદિષ્ટ ગોપનીયતા રજૂ કરતાં કોસ્ટા કોફીની ભારત અને ઊભરતી બજારોના જનરલ મેનેજર વિનય નાયરે જણાવ્યું હતું કે, “અમને અમારું મેપલ હેઝલ મેનુ આ પાનખર ઋતુમાં ભારતમાં લાવવાની ખુશી છે. આ લોન્ચ તાજગી પૂર્ણ મોસમી વળાંક છે, જે પાનખર ઋતુની ફ્લેવર્સના વૈશ્વિક પ્રવાહની ઉજવણી કરે છે. કોસ્ટા કોફીમાં અમે લોકોને એકત્ર લાવતા મોસમી અનુભવો ઘડવા માટે સમર્પિત છીએ અને અમને આશા છે કે અમારી મેપલ હેઝલ કોફીઓ પાનખર ઋતુના ક્રિસ્પ દિવસો અને સુસ્ત અવસરો માટે ઉત્તમ સાથી બની રહેશે.”

ઉત્કૃષ્ટ ગુણવત્તાની કોફી ઘડવામાં 50 વર્ષથી વધુ અનુભવ સાથે કોસ્ટા કોફીએ સમૃદ્ધ ફ્લેવર અને સ્મૂધ ટેસ્ટ સાથે ભારતમાં ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે. બ્રાન્ડે નાવીન્યતાની પીઠ પર તેની હાજરી ઘેરી અને વ્યાપક બનાવવા સ્પષ્ટ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને તેની પહોંચને સક્રિય રીતે વધારીને ભારતમાં સતત વૃદ્ધિ પામતા કોફી ઉપભોગમાં પૂરક બની છે. સંપૂર્ણ નવું મેપલ હેઝલ મેનુ હવે તમારી નજીકના કોસ્ટા કોફી આઉટલેટ પર મળશે અથવા હમણાં જ ઓનલાઈન ઓર્ડર કરો https://www.costacoffee.in/ પર.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *