ગુજરાતમાં 12મા ઇન્ડિયન આઇસક્રીમ એક્સ્પોમાં ઇનોવેટિવ આઇસક્રીમ પ્રોડક્શન ટેક્નોલોજી અને ટ્રેન્ડની રજૂઆત
રાષ્ટ્રીય 2 સપ્ટેમ્બર 2024: ફૂડ પ્રોસેસિંગ અને પૅકેજિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપની ટેટ્રા પૅક દ્વારા ઇન્ડિયન આઇસક્રીમ એક્સ્પો (IICE)ની 12મી આવૃત્તિમાં આઇસક્રીમ ઉદ્યોગ માટે તેના એકીકૃત સોલ્યુશન રજૂ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ઇન્ડિયન આઇસક્રીમ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (IICMA) અને AIM ઇવેન્ટ્સ દ્વારા સંયુક્ત રીતે ગુજરાતના ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસ માટે આ ઇવેન્ટ યોજવામાં આવશે જ્યાં વિવિધ કંપનીઓ આઇસક્રીમ ઉદ્યોગમાં ચાલી રહેલા તાજેતરના ટ્રેંડ અને ઇનોવેશન રજૂ કરશે.
આઇસક્રીમ કેટેગરીમાં અગ્રણી, ટેટ્રા પૅક હીરો સોલ્યુશન્સની રેન્જ પ્રદર્શન કરશે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ટેટ્રા પૅક® હાઇ શીઅર મિક્સર જેનાથી ઝડપથી અને વિશ્વસનીય રીતે ઘટકોના મિશ્રણ કરી શકાય છે, સમગ્ર મિક્સર દૂષિત થવાના કોઈપણ જોખમને દૂર કરી શકાય છે, એકસમાન અને સલામત પ્રોડક્ટ ગુણવત્તા જાળવી રાખવાની ખાતરી થઈ શકે છે.
- ટેટ્રા પૅક® આઇસક્રીમ રોબોટ ફીલર M1 નામનો વિશ્વનો પ્રથમ સહયોગી રોબોટ જે એક અત્યંત આધુનિક, ફ્લેક્સિબલ અને અર્ગનોમિક સેમી-ઓટોમેટેડ યુનિટ છે. નાના પાયે મેન્યુઅલ રીતે આઇસ્ક્રીમ ભરવા માટે આ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે.
- ટેટ્રા પૅક® કન્ટિન્યુઅસ ફ્રીઝર, મજબૂત પરફોર્મન્સ અને એકધારી ગુણવત્તા માટે ભારતમાં તૈયાર કરાયેલું સોલ્યુશન છે. તેનાથી આઇસક્રીમનું મિક્સર દૂષિત થવાના જોખમ વિના, સતત કામગીરી કરી શકાય છે અને શ્રેષ્ઠ પ્રોડક્શન ટેક્સચર સુનિશ્ચિત થઈ શકે છે.
ટેટ્રા પૅક સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર કેસિયો સિમોસે કહ્યું હતું કે, “આનંદકારક સ્વાદ, ઇનોવેટીવ પ્રોડક્ટના સમાવેશ અને નવા નાસ્તાના પ્રસંગોના કારણે આઇસક્રીમની દુનિયા સતત વૃદ્ધિ પામી રહી છે, જેના કારણે આ કેટેગરી અમારા માટે વધુ ગતિશીલ બને છે. ટેટ્રા પૅક ખાતે અમને અમારાં ઉપકરણો દ્વારા વિશ્વના લગભગ અડધા આઇસ્ક્રીમનું ઉત્પાદન કરવામાં સહકાર આપવાનું ગૌરવ છે. ભારતમાં પણ, જ્યારે પણ તમે આઇસક્રીમ ખાઓ, ત્યારે ટેટ્રા પૅકના ઉપકરણો પર તેની પ્રક્રિયા કરવામાં આવી હોય તેવી 80% સંભાવના છે. વ્યાપક સોલ્યુશન્સ ઓફર કરતા પાર્ટનર તરીકે, અમે બજારની સૂઝ, અદ્યતન ઉત્પાદન વિકાસ સુવિધાઓ અને અત્યાધુનિક પ્રોસેસિંગ ટેક્નોલોજીનો લાભ લઈને સમગ્ર આઇસક્રીમ ઉત્પાદન પ્રક્રિયા માટે ભાગીદાર બનવા માટે અનન્ય સ્થિતિમાં છીએ. અમે નાના અને મોટા પાયાની જરૂરિયાતોને સમાવીને એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ પૂરો પાડીએ છીએ. સપનાને આઇસક્રીમમાં પરિવર્તિત કરવામાં મદદરૂપ થવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ.”
જેમાં ફેટ (ચરબી) અને કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય તેવા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વિકલ્પોથી લઈને ભરપૂર ચરબી અને ઘણી વખત ચોકલેટ, બદામ તેમજ સિરપ જેવા ઘટકો ધરાવતા હોય તેવી આનંદમાં ઓતપ્રોત કરી દેનારી ટ્રીટ સુધી, અનેક પ્રકારના આઇસક્રીમ ઉપલબ્ધ છે. આઇસક્રીમના પ્રોસેસિંગ અને પૅકેજિંગ માટે વ્યાપક, સિંગલ-સોર્સ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં ટેટ્રા પૅક અગ્રેસર છે. ટેટ્રા પૅક ખાતે ઉપકરણોની વ્યાપક રેન્જ કાચા માલના સંગ્રહ અને મિશ્રણની તૈયારીથી લઈને સતત ફ્રીઝિંગ તેમજ સમાવેશ સિસ્ટમ સુધી પ્રોડક્ટના દરેક પગલાએ સપોર્ટ કરે છે. આ ઉપરાંત, સ્ટીક, કપ, કોન, સેન્ડવીચ, કેક અને ફેમિલી પેક સહિત આઇસક્રીમની વિવિધ પ્રોડક્ટના એક્સટ્રુઝન, મોલ્ડિંગ, ફિલિંગ, હાર્ડનિંગ અને પૅકેજિંગ માટે અનુરૂપ સોલ્યુશન પૂરા પાડવામાં આવે છે.
મુલાકાતીઓ આ એક્સપોમાં હોલ-1, બૂથ H1 ખાતે ટેટ્રા પૅકની ટીમને મળી શકે છે.
શોકેસ અંગે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: ઇન્ડિયન આઇસક્રીમ એક્સ્પો 2024 | ટેટ્રા પૅક ભારત