ટાટા મોટર્સે બેંગ્લોરમાં ટકાઉ શહેરી પરિવહનને મજબૂત કર્યું

Spread the love

બીએમટીસી પાસેથી 148 સ્ટારબસ ઇલેક્ટ્રિક બસનો વધુ ઓર્ડર મેળવ્યો 

બેંગ્લોર 19 ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીએમટીસી) પાસેથી 148 ઇલેક્ટ્રિક બસ માટેનો વધારાનો ઓર્ડર પ્રાપ્ત કર્યો છે. ટાટા મોટર્સની સંપૂર્ણ માલીકીની પેટા કંપની ટીએમએલ સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યુશન્સ 12 વર્ષની મુદ્દત માટે ટાટા સ્ટારબસ ઇવી 12-મીટર લો-ફ્લોર ઇલેક્ટ્રિક બસના સપ્લાય, કામગીરી અને મેન્ટેનન્સ માટે જવાબદાર રહેશે. આ પહેલાં 921 ઇલેક્ટ્રિક બસનો ઓર્ડર મળ્યો હતો, જેમાંથી મોટાભાગની ડિલિવરી થઇ ગઇ છે તથા બીએમટીસી દ્વારા 95 ટકાથી વધુના અપટાઇમ સાથે સફળતાપૂર્વક સંચાલિત છે.

ટાટા સ્ટારબસ ઇવી ટકાઉ અને સુવિધાજનક મુસાફરીના અનુભવ માટે ઉત્કૃષ્ટ ડિઝાઇન અ બેસ્ટ-ઇન-ક્લાસ વિશેષતાઓ ધરાવે છે. આ શૂન્ય ઉત્સર્જન ધરાવતી ઇલેક્ટ્રિક બસ બેંગ્લોર શહેરમાં સુરક્ષિત, અનુકૂળ અને સુવિધાજનક ઇન્ટ્રા-સિટી મુસાફરી માટે અદ્યતન બેટરી સિસ્ટમ દ્વારા નેક્સ્ટ-જેન આર્કિટેક્ચર ઉપર વિકસિત છે.

આ જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં બીએમટીસીના એમડી, આઇએએસ, શ્રી રામચંદ્રન આર.એ જણાવ્યું હતું કે, અમે અમારા ફ્લીટ મોર્ડનાઇઝેશન માટે વધુ 148 ઇલેક્ટ્રિક બસ માટે ટાટા મોટર્સ સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત કરતાં ખુશ છીએ. વર્તમાન ટાટા ઇલેક્ટ્રિક બસનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે, જે ટકાઉ અને કાર્યક્ષમ જાહેર પરિવહન પ્રત્યેની અમારી કટીબદ્ધતાને અનુરૂપ છે. વિશાળ ઇ-બસ ફ્લીટ બેંગ્લોરના નાગરિકોને ઇકો-ફ્રેન્ડલી, સુવિધાજનક અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવાની અમારી ક્ષમતામાં નોંધપાત્ર ઉમેરો કરશે.

ટીએમએલ સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડના સીઇઓ અને એમડી અસીમ કુમાર મુખોપાદ્યાયે જણાવ્યું હતું કે, અમે અમારી ઇ-મોબિલિટી સોલ્યુશન્સમાં બીએમટીસીના નિરંતર વિશ્વાસથી ગૌરવ અનુભવીએ છીએ. 148 બસનો વધારાનો ઓર્ડર અમારી સ્ટારબસ ઇવીની સફળતાનો તેમજ બેંગ્લોરના શહેરી માહોલમાં સંચાલકીય ઉત્કૃષ્ટ ડિલિવરનું પ્રમાણ છે. અમે સમુદાય અને પર્યાવરણ બંન્ને માટે લાભદાયી ઇનોવેટિવ સોલ્યુશન ડિલિવર કરવા માટે કટીબદ્ધ છીએ.

અત્યાર સુધીમાં ટાટા મોટર્સની ઈ-બસોએ માત્ર બેંગ્લોરમાં જ 2.5 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તેનાથી ટેલ પાઈપ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી લગભગ 14,000 ટનકાર્બન ઉત્સર્જન ઘટ્યું છે. બેંગ્લોરમાં ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક બસોની સફળતા કંપનીના ઇનોવેશન,સસ્ટેનેબિલિટી અને અદ્યતન મોબિલિટી સોલ્યુશન દ્વારા શહેરી જીવન સુધારવા માટેના સમર્પણનો પુરાવો છે.


Spread the love

Check Also

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’

Spread the love ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *