આ ઉપલ્બિધને યાદગાર બનાવવા માટે નવું વર્ઝન રજૂ કરાયું
તમામ ILMCV ટ્રકો પર આકર્ષક ફાઇનાન્સિંગ સ્કીમ અને 6 વર્ષની વિસ્તૃત વોરંટીની શરૂઆત કરવામાં આવી
મુંબઈ 28 ઑક્ટોબર 2024: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે આજે ઇન્ટરમીડિએટ, હળવા અને મીડિયમ કોમર્શિયલ વ્હિકલ (ILMCV) સેગમેન્ટમાં 15 લાખ વેચાણના ઐતિહાસિક ઉપલબ્ધિની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર દેશની એકમાત્ર ટ્રક ઉત્પાદક કંપની બની છે. આ ઉપલબ્ધિની ઉજવી માટે ટાટા મોટર્સે ટાટા એસએફસી 407 ગોલ્ડ, ટાટા એલપીટી, ટાટા એસએફસી 709જી, ટાટા એલપીટી 1109જી, ટાટા એલપીકે 1112 અને ટાટા એલપીકે 1416 રેન્જના ટ્રક અને ટીપરના નવા વર્ઝન રજૂ કર્યા છે. કંપનીએ ગ્રાહકો માટે માનસિક શાંતિ સુનિશ્ચિત કરવા સાથે તમામ ILMCV ટ્રકો પર 6-વર્ષની વિસ્તૃત વોરંટી સાથે સૌપ્રથમ વખત ખરીદનારાઓ માટે આકર્ષક ધિરાણ યોજનાઓ પણ રજૂ કરી છે.
ILMCV સેગમેન્ટમાં 4 થી 19 ટન સુધીના કુલ વાહન વજન સાથેના ટ્રકનો સમાવેશ થાય છે, જે કૃષિ, ઈ-કોમર્સ, બાંધકામ અને લોજિસ્ટિક્સ સહિતના ક્ષેત્રોમાં ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે. સેગમેન્ટમાં શ્રેષ્ઠ, ઇંધણ-કાર્યક્ષમ ઉકેલોની વિશાળ રેન્જની રજૂઆત કરતા ટાટા મોટર્સ માલિકીની ઓછી કિંમત અને ઉચ્ચવાહન અપટાઈમની ખાતરી આપે છે, જે તેના ગ્રાહકો માટે નફાકારકતામાં વધારો કરે છે.
આ જાહેરાત પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ-ટ્રક્સના શ્રી રાજેશ કૌલે કહ્યું કે, “15 લાખ વેચાણના માઈલસ્ટોન સુધી પહોંચવું એ અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તે અમારા ગ્રાહકોના વિશ્વાસ અને વફાદારીનું પ્રમાણપત્ર છે અને તેમની કામગીરીમાં વધારો કરતા નવીન સમાધાન પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અમારા નવા વર્ઝન અને વિસ્તૃત વોરંટીને કમાણીની ક્ષમતામાં સુધારો કરવા અને લાંબા ગાળાની માનસિક શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઈન કરાઈ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ અમે ગ્રાહક-કેન્દ્રિત બનવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, લાંબા ગાળાની વૃદ્ધિ અને સફળતાને આગળ ધપાવવા માટે એક મૂલ્યવાન ભાગીદાર તરીકેની અમારી ભૂમિકાની પુષ્ટિ કરીએ છીએ.”
હોલિસ્ટિક મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાતા તરીકે, ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનો અદ્યતન સુવિધાઓ, કાર્યક્ષમ પાવરટ્રેન્સ અને સમૃદ્ધ મૂલ્ય-વધારાઓ સાથે આવે છે. ILMCV પોર્ટફોલિયોમાં LPT, SFC, સિગ્ના અને અલ્ટ્રા રેન્જ જેવા કેટલાંય કેબિન વિકલ્પોનો સમાવેશ થાય છે. પ્રોડક્ટસની વિસ્તૃત રેન્જને ટાટા મોટર્સની સંપૂર્ણ સર્વિસ 2.0 પહેલ દ્વારા વધુ પૂરક બનાવવામાં આવી છે, જેમાં બ્રેકડાઉન સહાયતા, ગેરેંટીડ ટર્નઅરાઉન્ડ ટાઇમ્સ, વાર્ષિક જાળવણી કરાર (AMC), અને અસલ સ્પેરપાર્ટ્સની સરળ ઍક્સેસ સહિત વ્યાપક વાહન જીવનચક્ર વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવે છે. વધુમાં ટાટા મોટર્સ ફ્લીટ એજ તેના કનેક્ટેડ વ્હીકલ પ્લેટફોર્મનો લાભ ઉઠાવે છે, જેથી ફ્લીટ મેનેજમેન્ટને ઓપ્ટિમાઇઝ કરી શકાય અને વાહનના અપટાઇમને મહત્તમ કરી શકાય જ્યારે માલિકીનો કુલ ખર્ચ ઓછો કરી શકાય. સમગ્ર દેશમાં ટાટા મોટર્સ પાસે તેના વાહનો માટે સૌથી વધુ અપટાઇમ ઓફર કરવા માટે 2500 થી વધુ વેચાણ અને સેવા ટચપોઇન્ટ્સ છે.