તણાવ 2 વોલ્યુમ 2 6ઠ્ઠી ડિસેમ્બરથી સ્ટ્રીમ થશેઃ હમણાં રોમાંચક ટ્રેલર જુઓ!

Spread the love

અમદાવાદ 28 નવેમ્બર 2024: તણાવ 2ના બહુપ્રતિક્ષિત પુનરાગમન માટે સુસજ્જ બની જાઓ, કારણ કે વોલ્યુમ 2નું ટ્રેલર જારી થઈ ગયું છે. આ સીઝનમાં દાવ વધુ જોખમમાં છે, કારણ કે રાષ્ટ્રની સુરક્ષા નાજુક મોડ પર છે. તણાવ-2 બહાદુરી, દગો, લાલચ, પ્રેમ અને વેરની તેની રોચક વાર્તાને વધુ સઘન બનાવે છે. કબીરની આગેવાનીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીજી) કાશ્મીરમાં હાહાકાર મચાવનારા આતંકી અલ દમિશ્કનો સામનો કરવાનો છે.

ખ્યાતિપ્રાપ્ત ડાયરેક્ટર સુધીર મિશ્રા નવી સીઝન વિશે પોતાના વિચારો જણાવતાં કહે છે, “તણાવ 2 વોલ્યુમ 2 સાથે અમે પ્રથમ ભાગમાં સ્થાપિત ઉચ્ચ અપેક્ષાઓની પાર કરવાના પડકારને ઝીલી લીધો છે. અમારી ટીમે વધુ સઘન, એકશનસભર અને વિચારપ્રેરક વાર્તા ઘડી કાઢી છે તે બદલ મને ગર્વ થાય છે. આ સીઝનમાં અમે રાષ્ટ્ર પ્રથમ આવે એ થીમ પર કેન્દ્રિત રહીને માનવી સ્થિતિ, સારપ અને બુરાઈ વચ્ચેની પાતળી રેખા અને માનવી જોશની સ્થિતિસ્થાપકતાની ગૂંચ ઉજાગર કરીશું. તણાવ 2 વોલ્યુમ 2 વાર્તાનું અનુસંધાન નથી, પરંતુ સારપ માટે કરાયેલા ત્યાગની તે શક્તિશાળી યાદ અપાવે છે અને હું દર્શકોનો પ્રતિસાદ જોવા માટે ભારે ઉત્સુક છું.”

એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત તણાવ ઈઝરાયલની ફઉદાની વિધિસર રિમેકછે, જેનું ક્રિયેશન અવી ઈસાચેરોફફ અને લાયર રાઝે કર્યું છે, જ્યારે વિતરણ યેસ સ્ટુડિયોઝે કર્યું છે. પુરસ્કાર વિજેતા સુધીર મિશ્રા અને ઈ. નિવાસ દ્વારા દિગ્દર્શિત શોના કલાકારોમાં માનવ વીજ, ગૌરવ અરોરા, સત્યદીપ મિશ્રા, રજત કપૂર, શશાંક અરોરા, કબીર બેદી, સાહિબા બલી, એકતા કૌલ, સોની રાઝદાન અને સુખમણી સદના છે.

ટ્રેલરનું લિંકઃ https://youtu.be/kJodkXIZYhQ?si=EbFpHqqZCTeWpd-z

જોતા રહો તણાવ 2 વોલ્યુમ 2 ખાસ સોની લાઈવ પર, 6ઠ્ઠી ડિસેમ્બરથી!

 


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *