સ્ટેપ ટ્રેડ શેર સર્વિસિસ દ્વારા PMS વર્ટિકલ લોન્ચ, સ્ટ્રેટજીસ જાહેર કરી

Spread the love

અમદાવાદ 13 મે 2024: અગ્રણી ઇનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની સ્ટેપટ્રેડ શેર સર્વિસિસે શનિવારે અમદાવાદમાં તેની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) લોન્ચ કરી, જે તેમની સફરમાં એક મુખ્ય સીમાચિન્હરૂપ છે. સ્ટેપટ્રેડ શેર સર્વિસિસે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા PMS લાઈસન્સ પ્રાપ્ત થયાના બે મહિના પછી PMS સેવાઓની શરૂઆત કરી છે.

ખાસ પ્રસંગે ટિપ્પણી કરતા સ્ટેપટ્રેડ શેર સર્વિસિસના ડાયરેક્ટર અને ભારતના સૌથી યુવા ફંડ મેનેજર ક્રેશા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે સ્ટેપટ્રેપ શેર સર્વિસિસના નવા શિરોબિંદુ તરીકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસને રજૂ કરતા રોમાંચિત છીએ. PMSની શરૂઆત નાણાકીય સેવાઓમાં શ્રેષ્ઠતા અને અમારા ગ્રાહકોને વધારાના રોકાણના માર્ગો અંગે માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

સ્ટેપટ્રેડ શેર સર્વિસિસે સ્ટેપટ્રેડ SME ફંડ સ્ટ્રેટજીનું અનાવરણ કરીને સ્ટેપટ્રેડ PMSના લોન્ચિંગ સાથે સિમાચિન્હ પ્રસંગને દર્શાવ્યો છે, જે SME એક્સચેન્જ  કંપનીઓમાં સારા વળતર અને સ્ટેપટ્રેડ રાઇઝિંગ સ્ટાર ફંડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે સ્મોલ અને માઇક્રો કેપ કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. PMS , સ્ટેપટ્રેડ શેર સર્વિસના ફંડ મેનેજર યશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, “અમે અમારી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે નાણાકીય બજારોમાં વ્યાપક સંશોધન અને કુશળતા દર્શાવે છે. પારદર્શિતા, નવીનતા અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રીત કરીને અમે ગ્રાહકો માટે રોકાણના અનુભવને ફરીથી પુનઃવ્યાખ્યાયિત કરવા માટે કટિબદ્ધ છીએ. ”

સ્ટેપટ્રેડ SME ફંડ સ્ટ્રેટજી 200થી 2000 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી SME  કંપનીઓને ઉચ્ચ વૃદ્ધિનો લક્ષ્યાંક બનાવે છે. તે એક બે વર્ષમાં મેઇનબોર્ડ પર પરિવર્તિત થવાની સંભાવના દ્વારા નોંધપાત્ર મૂલ્ય અનલોકિંગ માટે તૈયાર કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, મૂલ્ય અનલોકિંગ તબક્કામાં આલ્ફા કેપ્ચર કરશે અને રોકણકારોને તેમના રોકાણની સંપૂર્ણ ક્ષમતા મેળવવાની મંજૂરી આપે છે.

સ્ટેપટ્રેડ રાઇઝિંગ સ્ટાર ફંડ સ્ટ્રેટજી સ્મોલ અને માઇક્રો કેપ લિસ્ટેડ ઇક્વિટીના પોર્ટફોલિયોને સક્રિય કરીને શ્રેષ્ઠા આલ્ફા તૈયાર કરવાનો છે, જે 500 કરોડથી 2000 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં રોકાણ કરશે જેનાથી ભવિષ્યમાં વૃદ્ધિની સંભાવનાઓ ધરાવે છે.

અગાઉ સ્ટેપટ્રેડ શેર સર્વિસિસે જુલાઇ 2023માં ચાણક્ય ઓપોર્ચ્યુનિટીઝ ફંડ દ્વારા તેમનું પ્રથમ CAT II AIF ફંડ લોન્ચ કર્યું હતુ, ત્યાર બાદ સપ્ટેમ્બરમાં સ્ટેપટ્રેડ રિવોલ્યુશન ફંડ CAT III AIF લોન્ચ કર્યું હતું. દરેક ફંડ દ્વારા સારૂ વળતર પ્રાપ્ત થયું હતું અને બેન્ચમાર્ક કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો.


Spread the love

Check Also

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

Spread the loveભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *